Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કહે છે કે “દંત ”િ હા ગૌતમ! તેમાં રહેલ દ્રવ્ય તમે જે રીતે પ્રશ્ન કરેલ છે, એ જ પ્રકારનું એટલે કે આ પર્વોક્ત વિશેષણોવાળું હોય છે.
'सक्करप्पभाए णं भवे ! पुढवीए घणोदधिवलयस्स सतिभाग छ जोयणવાહઝરણ છિન્નમાળા કાર’ હે ભગવન શર્કરામભા પૃથ્વીને જે ઘનોદધિ વાત વલય છે, કે જેની વિશાળતા યોજનના ત્રીજા ભાગ સહિત ૬ છ જનની છે તેના ક્ષેત્રછેદથી વિભાગ કરવામાં આવે તેમાં રહેલ દ્રવ્ય વણની અપેક્ષાથી શું કરુણ વિગેરે વર્ણવાળું હોય છે? ગંધની અપેક્ષાથી સુરભિ, દુરભિ ગંધથી પરિણત હોય છે? રસની અપેક્ષાથી તીખા, કડવા રસવાળું હોય છે? સ્પર્શની અપેક્ષાથી કર્કશ વિગેરે સ્પર્શથી પરિણત હોય છે? તથા સંસ્થાનની અપેક્ષાથી પરિમંડલ વિગેરે સંરથાનપણાથી પરિણત થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે હે ગૌતમ ! “દંતા ગર” તે પૂર્વોક્ત વિશેષણે વાળું હોય છે.
“ તત્તમા નં ૪ વાહ એજ પ્રમાણે બાકિના વિષય સંબંધમાં પણ એવા જ પ્રશ્નો પૂછવા જોઈએ અને તેના ઉત્તરે પણ એજ પ્રમાણે સમજવા. જેમકે હે ભગવન તાલુકા પ્રભા પૃથ્વીને જે ઘને દધિવાત વલય છે, કે જેની વિશાળતા યોજનના ત્રીજા ભાગ કમ સાત જનની છે, તેના ક્ષેત્ર
છેદથી વિભાગ કરવામાં આવે તેમાં રહેલ દ્રવ્ય વર્ણની અપેક્ષાથી કાળા વિગેરે વર્ણ પણાથી, ગંધની અપેક્ષાથી સુરભિ, દુરભિ ગંધ પણાથી રસની અપેક્ષાથી તીખાડવા વિગેરે રસ રૂપે, સ્પર્શની અપેક્ષાથી કર્કશ વિગેરે સ્પર્શથી તથા સંસ્થાનની અપેક્ષાથી પરિમંડલ વિગેરે સંસ્થાન પણાથી પરિણત થાય છે ? તથા અન્ય બદ્ધ વિગેરે વિશેષણ વાળું થઈને પરસ્પર સમુદાય પણાથી રહે છે ?
આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે. હા ગૌતમ! તેમાં રહેલ દ્રવ્ય, પૂર્વોક્ત વિશેષણથી પરિણત થાય છે. હે ભગવન પંકપ્રભા પૃથ્વીનું જે ઘનોદધિ વલય છે, કે જેની વિશાળતા તિર્યબાહલ્યની અપેક્ષાથી પૂરા સાત વેજનની છે. તેના ક્ષેત્રછેદથી વિભાગ કરવાથી તેમાં રહેલ દ્રવ્ય, પૂર્વોક્ત પ્રકારવાળું અર્થાત્ વર્ણની અપેક્ષાથી કાળા વિગેરે વર્ણરૂપે, ગંધની અપેક્ષાથી સુરભિ, દુરભિ ગંધપણાથી, રસની અપેક્ષાથી તીખા વિગેરે રસ પણુથી, સ્પર્શની અપેક્ષાથી કર્કશ વિગેરે સ્પર્શ પણાથી અને સંસ્થાનની અપેક્ષાથી પરિણત આદિ સંસ્થાન પણથી યુક્ત હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે હા ગૌતમ! એ પૂર્વોક્ત વિશેષણોવાળું હોય છે. હે ભગવન ધૂમપ્રભા પૃથ્વીને જે ઘોદધિવાત વલય છે. કે જેની વિશાળતા તિર્યબાહલ્યની અપેક્ષાથી
જનના ત્રીજા ભાગ સહિત સાત જનની છે, તેના ક્ષેત્ર છેદથી વિભાગ કરવાથી તેમાં રહેલ દ્રવ્ય, શું પૂર્વોકત વિશેષણોવાળું હોય છે ? હે ભગવન તમપ્રભા પૃથ્વીને જે ઘોદધિવાતવલય છે, કે જેની વિશાળતા તિર્યબાહલ્યની જીવાભિગમસૂત્ર
૨૪