Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
संठिया, णिच्चंधयारतमसा ववगयगह-चंद-सूर-नक्खत्तजोइसपहा, मेयवसा पूयरुहिर मंसचिक्खिल्ललित्ताणु लेवणत्तला, असुइबीभत्था परमदुब्भिगधा જાવ જળવામાં વારિતા ટુરિયાકા’ આ પાઠને સંગ્રહ થયેલ છે. આને અર્થ આ પ્રમાણે છે.
“અરે પુરાણકાળા ’ નીચેના ભાગમાં આ નરકાવાસે સુરા-છરા (અસ્તરા) ના જેવા તીક્ષણ આકારવાળા છે. આ કથનનું તાત્પર્ય એ છે કે આ નારકાવાસને જે ભૂમિ ભાગ છે, તે મસૂણ-ચિકણે નથી પરંતુ કાંકરીયાલ છે. તેથી નારકીય જ્યારે તેના પર પગ મૂકે છે, ત્યારે તેઓને એવું સમજાય છે કે અતરાની તીણું ધારથી તેઓના પગ કપાઈ ગયા ન હોય તેમ લાગે છે.
નરકાવાસમાં પ્રકાશને અભાવ રહેલ છે તેથી જ તેમાં હર હંમેશાં ગાઢ અંધારૂ જ રહ્યા કરે છે. નિત્યાન્વકાર, એ પદથી સૂત્રકારે એ સૂચવ્યું છે કે જેમ અહિયાં આ મૃત્યુલોકમાં ગુફા લેંયરા વિગેરેમાં અંધારું બન્યું રહે છે અને સૂર્યના પ્રકાશમાં મંદતમ થઈ જાય છે, એ અંધકાર ત્યાં તે નથી. ત્યાં તે કેવળ તીર્થકરોના જન્મ સમયે અને દીક્ષા વિગેરે સમયે જ થેડા સમય માટે જ અંધારું દૂર થઈ જાય છે. બાકીના બધાજ સમયમાં પ્રકાશક લેશ્યાવાળા પદાર્થોનો અભાવ હોવાથી જાત્કંધ પુરૂષની દષ્ટિમાં જે પ્રમાણે ગાઢ અંધકાર છવાઈ રહેલ છે અને મેઘ-વાદળાઓવાળી ચોમાસાની અધિરાત્રિમાં જેમ અંધકાર હોય છે. એ જ પ્રમાણે બહલતર અંધકાર ત્યાં નરકવાસમાં છવાઈ રહે છે. અર્થાત ત્યાં હર હંમેશાં ગાઢ અંધારું જ છવાઈ રહે છે. એ વાતની પષ્ટિ કરતાં સૂત્રકાર કહે છે કે “વવાહ સૂાનવરનોરા ' આ કથનનું તાત્પર્ય એ જ છે કે ત્યાં આગળ ગ્રહ, ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર, તારા આ જતિષ્ક દેવને પ્રવેશવાને રસ્તે જ નથી. અર્થાત્ પ્રકાશ કરનાર પદાર્થોને ત્યાં અભાવજ છે તથા ત્યાંની પૃથ્વીને તલભાગ સ્વભાવથી જ મેદવશા-ચબી પૂતિ, પીપ પરૂ, લેહી. અને માંસના કાદવથીજ વ્યાપ્ત બની રહે છે. અને વારંવાર ઉપલિસ ખરડાયેલ થતી રહે છે. તેથી એ અશુચિ નામ અપવિત્ર છે. તેથી તે બીભત્સ ભયાનક બીહામણું અને દેખવામાં ઘણી જ ભારે ગ્લાનિકારક હોય છે. તેમાંથી એવી અનિષ્ટ ગંધ અર્થાત દુર્ગધ નીકળતી રહે છે, કે મરેલા ગાય વિગેરે જનાવરોના કલેવર-શરીરમાંથી નીકળ્યા કરે છે. તે નરકાવાસની આભા કાંતિ, વર્ણ સ્વરૂપ, એવી હોય છે કે જેવી કાંતિ લોખંડતે અગ્નિમાં તપાવવાના સમયે અગ્નિની જ્વાલા હોય છે. અર્થાત લેખંડને ભઠીમાં લાલ કરતી વખતે અગ્નિની જ્વાલા કાળા વર્ણવાળી થઈ જાય છે. તેથી અહિંયાં #ાડ ગાળિવUામાં “આપ્રમાણેનું વિશેષણ આપવામાં આવેલ છે “વત્તર
જીવાભિગમસૂત્ર
૪૯