Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ત્રીસ ધનુષ અને એક હાથ પ્રમાણની છે. તથા અહિંયાં જે ઉત્તર વૈકિયરૂપ શરીરવગાહના છે, તે જઘન્યથી તે આગળના સંખ્યામાં ભાગ રૂપ છે અને અને ઉત્કૃષ્ટથી બાસઠ ધનુષ અને બે હાથ અર્થાત્ સાડા બાસઠ ધનુષની છે. “વફથી” ચોથી પંકપ્રભા પૃથ્વીમાં જે નારકે છે, તેઓના શરીરની ભવધારથીય અવગાહના જઘન્યથી ૬૨ બાસઠ ધનુષ અને બે હાથની છે. અને ઉત્તર વૈકિયરૂપ જે અવગાહન છે, તે જઘન્યથી તે આંગળના સંખ્યાતમાં ભાગ રૂ૫ છે. અને ઉત્કૃષ્ટથી તે ૧૨૫ એકસેપચ્ચીસ ધનુષની છે. iામી' પાંચમી જે ધૂમપ્રભા નામની પૃથ્વી છે, તેમાં રહેવાવાળા નારકની ભવધારણીયરૂપ શરીરાવગાહના જઘન્યથી તે એક આંગળના અસંખ્યાતમાં ભાગ રૂપે છે. અને ઉત્કૃષ્ટથી તે ૧૨૫, એકસો પચ્ચીસ ધનુષ પ્રમાણની છે. તથા ઉત્તર કિયરૂપ શરીરવગાહના જઘન્યથી એક આંગળના સંખ્યામાં ભાગ રૂપ છે અને ઉત્કૃષ્ટથી તે અઢીસો ધનુષ છે. છઠ્ઠી છઠ્ઠી ત:પ્રભા નામની પૃવીમાં નારકીય જીવની ભવધારણીયરૂપ શરીરાવગાહના જઘન્યથી તે એક આંગળના અસંખ્યાતમા ભાગ રૂપ છે. અને ઉત્કૃષ્ટથી તે ૨૫૦ બસે પચાસ ધનુષ પ્રમાણની છે. તથા ઉત્તર ક્રિયરૂપ શરીરવગાહના જઘન્યથી તે એક આંગળના સંખ્યામાં ભાગ રૂપે છે. અને ઉત્કૃષ્ટ અવગાહના ૫૦૦ પાંચસો ધનુષ પ્રમાણની છે. “પરમાર અવધાળકના વંર સાતમી પૃથ્વીમાં ભવ ધારણીય શરીરવગાહના જઘન્યથી એક આંગળના અસંખ્યાતમા ભાગ રૂપે છે. અને ઉત્કૃષ્ટથી તે ૫૦૦ પાંચસે ધનુષ પ્રમાણની છે. તથા “સત્તરવદિવા ઉત્તર ક્રિયા રૂપ શરીરવગાહના જઘન્યથી તે એક આંગળના સંખ્યાત ભાગ રૂપ છે. અને ઉત્કૃષ્ટથી એક હજાર ધનુષરૂપ છે.
અહિયાં રત્નપ્રભા વિગેરે પૃથ્વીમાં રહેલા નારકની દરેક પ્રતરની ભવધારણીય જઘન્ય, મધ્યમ, અને ઉત્કૃષ્ટ અવગાહના ના પ્રમાણને બતાવવા વાળી દસ ગાથાઓ છે. કે જે ગાથાઓ ટીકામાં આપવામાં આવેલ છે. “ચળાઈ પઢમારે' ઈત્યાદિ
દરેક પૃથ્વીના પ્રતરની સંખ્યા આ પ્રમાણે છે – પહેલી રત્નપ્રભા પૃથ્વીમાં તેર પ્રસરે છે. ૧, શકરપ્રભા પૃથ્વીમાં અગીયાર પ્રસરે છે. ૨, વાલુકાપ્રભા પૃથ્વીમાં ૯ નવ પ્રતરે છે ૩, પંકપ્રભા પૃથ્વીમાં સાત પ્રતો છે. ૪, ધૂમ પ્રભા પૃથ્વીમાં પાંચ પ્રતરે છે. ૫, તમઃ પ્રભા પૃથ્વીમાં ૩ ત્રણ પ્રતરે છે , અને સાતમી તમસ્તમા નામની પૃથ્વીમાં એક જ પ્રતર છે. ૭, આ સાતે
જીવાભિગમસૂત્ર
૭૦