Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઘણાજ સોહામણા લાગે છે. એ બધા વૃક્ષો એક એક સ્કંધવાળા છે અને અનેક શાખાઓ અને પ્રશાખાઓથી મધ્યભાગમાં એને વિસ્તાર વધારે છે, વાંકી ફેલાવવામાં આવેલ બે ભુજાઓના પ્રમાણુ રૂપ એક વ્યામ-રામ થાય છે. અનેક પુરૂષે મળીને પણ એવી ફેલાવવામાં આવેલ વામ દ્વારા જેને ગ્રહણ કરી શકતા નથી. એવું નિબીડ વિસ્તાર વાળું તેનું સ્કંધ-થડ હોય છે, તેના પાનડાઓ છિદ્રો વિનાના હોય છે. અર્થાત્ વાયુના દોષથી કે કાળ દોષથી એ વૃક્ષેના પાનડાઓમાં કોઈ પણ પ્રકારના છિદ્રો વિગેરે હોતા નથી. અથવા એ વૃક્ષોના પાનાઓ પરસ્પરમાં શાખા પ્રશાખાઓમાં એવી રીતે ચૂંટીને લાગેલા રહે છે કે જેનાથી તેની અંદરના ભાગમાં થોડા સરીખા પણ છિદ્રો દેખાતા નથી. એજ વાત ‘વિર૪પત્તા એ પદથી પુષ્ટ કરવામાં આવેલ છે. અહીંયાં પણ આ હેત્વર્થમાં પ્રથમ વિભક્તિ થયેલ છે. એનાથી એ દવનિત થાય છે કે જે કારણે એ અવિરલ પત્રાવાળા છે, એ જ કારણથી તે અછિદ્ર પવાળા છે. “શવાજીપત્તા-વાતીનપત્રા' એ અવિરલ પત્રોવાળા એ કારણથી છે કે ત્યાં એવા જોરથી હવા નથી ચાલતી કે જેના કારણે એના પાનડાઓ ડાળથી તૂટિને જમીન પર પડી જાય “જળરૂરૂ પત્તા’ ગફૂડરિકાદિ રૂપ ઈતિ આ પાનાઓને થતી નથી. તેથી પણ એ અછિદ્ર પત્રોવાળા હોય છે. દ્ધિા ગાઢ વત્તા’ આ વૃક્ષ પર જે પાનડાઓ જુના થઈ જાય છે. અને સફેદ થઈ જાય છે, તે પત્રે પવન દ્વારા જમીન પર પાડી નાખવામાં આવે છે. તથા જમીન પર પડેલા તે પાનડાઓને પણ ત્યાંથી ઉડાડીને બીજે લઈ જવાય છે. ‘નવરિય મિતપતંઘયામીરરિણિકા' આ વૃક્ષો અલખ્ય ભાગવાળા હોવા છતાં પણ દર્શનીય હોય છે, અલબ્ધ મધ્ય ભાગવાળા એ કારણથી છે કે નવા નવા લીલા લીલા પાનાઓના સમૂહથી કે જે દેદીપ્યમાન અને ગાઢ છાયાવાળા છે. તેના પર કાયમ અંધારા જેવી છાયા રહે છે. એ વૃક્ષના વરાંકુરવાળા અગ્ર શિખરે નિરંતર નીકળેલા નવતરૂણ પલવાથી તથા કમળ મનોજ્ઞ ઉજજવલ કમ્પાયમાન ધીરે ધીરે હલતા કિસલયોથી અને કોમળ પ્રવાળેથી પલવાંકુરેથી શોભાયમાન બનેલા રહે છે. અંકુર અને પ્રવાલમાં કાલકૃત અવસ્થા વિશેષથી ભેદ થઈ જાય છે. “ગિરવે સુનિયા, णिच्चं मउलिया, णिच्चं लवइया, णिच्चं थवइया, णिच्चं गुम्मिया, णिच्चं गोपिछया, णिच्चं जमलिया, णिच्चं जुयलिया, णिच्चं विणमिया, णिच्चं पण
જીવાભિગમસૂત્ર
૨૪૯