Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
.
છે. તેનાથી ત્યાં તેનું તેવા પ્રકારનું પ્રતિપાદન થઈ જાય છે ‘જિન્હે જિIT એ વનખંડ કૃષ્ણ એ માટે કહેવાય છે કે તેની છાયા આકાર કૃષ્ણ છે. અહીંયા ‘ઝળ®ાચ:’ એ પદ્યમાં આ પ્રથમાં વિભકિત હેત્વમાં થયેલ છે. જ્ઞિમિત્ત જાળહેતુપુ સર્જા વિમીના પ્રાયો યૂશનાત્' આ વચન પ્રમાણે પંચમ્યન્ત હેતુના અર્થમાં પ્રથમાં વિભકિત થઇ જાય છે, તેથી સૂત્રકારે આ વચનથી એ સમર્થિત કર્યુ છે કે જે કારણથી સર્વે અવિસંવાદિપણાથી તેની છાયા આકાર કૃષ્ણ છે, એજ કારણથી એ વનખંડ પણ કૃષ્ણ છે, જ્યારે સર્વ પ્રકારે અવિસંવાદિપણાથી ત્યાં કૃષ્ણ આકાર પ્રાપ્ત થાય છે, તા ત્યાં નિશ્ચયરીતે કૃષ્ણપણું કાળાશ છે જ કે જેની સત્તા ભ્રાન્ત અવભાસથી સ્થાપિત થાય છે. તે સર્વ પ્રકારે અવિસંવાદિ હોઈ શકતી નથી અહીયાં કૃપાની સત્તા સર્વાંવિસંવાદિ પણાથી સ્થાપિત થયેલ છે. તેથી તે પેાતાના સાધ્ય કૃષ્ણપણાના જરૂર જરૂર સાધક થઈ જાય છે. તેથીજ એ વનખંડ કોઈ કોઈ ભાગમાં નીલ વણુંવાળું થાય છે અને એથીજ તેની છાયા આકાર નીલ હાય છે. એ પ્રમાણે આ પ્રતિપાદનમાં પણ સમજી લેવું‘શીતઃ શીતષ્ઠાચ:’ અહીયાં છાયા શબ્દ આકારના અર્થ માં નથી પણ તડકાના પ્રતિપક્ષ રૂપ જે છાયા છે, તે અનેા વાચક છે. તેથી એ વનખંડ શીત એ માટે છે કે ત્યાની છાયા શીત હાય છે. વળત્તિયઘ્ધા’કટિ શબ્દના અર્થે શરીરના મધ્યભાગ માટે ગ્રહણ કરાય છે. તે પણ અન્યના મધ્ય ભાગ પણુ કટિ શબ્દથી ગ્રહણ થઈ જાય છે.
કહેવાનું તાત્પર્યે એ છે કે આ વનખંડના મધ્યભાગમાં જે વૃક્ષાની પંકિત છે, તેની શાખાએ અને પ્રશાખાએ એક બીજા વૃક્ષની શાખાઓ અને પ્રશાખાઓના મધ્યભાગમાં પ્રવેશેલી રહે છે, તેથી આ વનખંડ ઘણું જ સુંદર લાગે છે. ‘મહામેનિકનું ત્રમૂર્ણ-મહામેનિવમૂત:' તથા જોનારાઓને આ વનખંડ એવું જણાય છે કે જાણે પાણીનાભારથી નમી ગયેલા મહા મેઘાના સમૂહ જ છે.
હવે આ વનખંડના વૃક્ષનું વર્ણન કરવામાં આવે છે. ‘તે નં રાચવા’ એ વનખંડના વૃક્ષા એવા છે કે જેના મેટામેટા મૂળિયા ઘણે દૂર સુધી જમીનની અંદરના ભાગમાં ઉંડે સુધી ઉતરી ગયેલા છે, આ વ્રુક્ષા પ્રશસ્ત પત્રાવાળા છે. પ્રશસ્ત પુષ્પાવાળા છે. પ્રશસ્ત કળા વાળા છે. અને પ્રશસ્ત ખીયાઓ વાળા છે. જડનું નામ મૂળ છે. મૂળની ઉપર અને સ્કંધ-થડની પહેલાના ભાગનું નામ કંદ છે. જ્યાંથી ડાળેા ફુટે છે તેનું નામ સ્કંધ થડ છે. પ્રવાલ કૂંપળાને કહે છે. બાકીના ખીજા પત્રા વગેરે શબ્દોના અર્થ સ્પષ્ટ જ છે, ‘આાળુપુત્વ મુનચિવટ્ટમાવળિયા' આ બધા વ્રુક્ષેા સઘળી દિશાઓમાં અને સઘળી વિદિશાઓમાં પાત પેાતાની શાખાઓ દ્વારા અને પ્રશાખાઓ દ્વારા એવી રીતે ફેલાએલા છે, કે જેનાથી એ ગાળ ગાળ પ્રતીત થાય છે. મૂલ વિગેરે પરિપાટિ પ્રમાણેજ એ બધા વ્રુક્ષા સુંદર રીતે ઉત્પન્ન થયેલા છે. તેથી
જીવાભિગમસૂત્ર
૨૪૮