Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 278
________________ જેવા મીઠા અવાજથી જે ગીત ગાવામાં આવે તે ગીત મધુર નામના ગુણ વાળ કહેવાય છે. 6 જેમાં તાલ વંશ અને સ્વર એક શિ૯પમાં જઈ રહ્યા હોય એવું જે ગીત છે તે ગીત સમગુણ નામના ગુણવાળું કહેવાય છે જે ગાન સ્વરેને ધળવાના પ્રકારથી કંઠમાં તરતું રહે છે, તે ગાન સુલલિત ગુણ વાળું કહેવાય છે. સૂત્રકારે આજ ગુણેમાંથી કેટલાક ગુણેને “નંતિભાઇ વાળા વિગેરે પ્રકારના પાઠ દ્વારા પ્રગટ કરેલ છે. ઉર, કંઠ અને શિર એ ત્રણે રથાન છે. જે ગાન ઉર શુદ્ધ, કંઠેશુદ્ધ અને શિરઃશુદ્ધ હોય છે તે ગીત ત્રિસ્થાન કરણ શુદ્ધ કહેવાય છે. છાતીથી ઉપડેલ સ્વર પોતાની ભૂમિકા પ્રમાણે જયારે વિશાળ બની જાય ત્યારે તે ઉરેવિશુદ્ધ થાય છે. એજ સ્વર વગાડવામાં આવે ત્યારે તેમાંથી જે સ્વર નીકળે છે, એ સ્વરનું નામ લય છે. આ લય પ્રમાણે જે ગીત ગાવામાં આવે છે, તે લય સુસંપ્રયુકત ગીત છે. જે ગીત પહેલાં વંશ તંત્રી વિગેરેથી ગ્રહણ થઈને તે અનુસાર ગાવામાં આવે તે ગેય સુસંપ્રયુકત ગીત છે. જે ગીતમાં તાલ વંશ તંત્રી વિગેરેને સ્વર ગીતની સાથે સાથે ચાલતું હોય એ ગીત સલલિત કહેવાય છે. જે ગીત મસ્વરથી ગાવામાં આવે એ ગીતનું નામ મૃદુ કહેવાય છે. બેલના સ્વર વિશેષોથી સંચાર કરતા થકા જ્યારે બાબર રાગમાં આવે ત્યારે તે ગીતનું નામ પદ સંચારરિલિત કહેવાય છે. રચનાની અપેક્ષાથી જે ગીતની અંતમાં નનતિ થાય છે તેનું નામ સુનતિ છે. આ પહેલાના કથનમાં સામાન્ય રીતે કહેવામાં આવેલ પદના અર્થનું સ્પષ્ટીકરણ છે. પ૩ છે જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રીઘાસલાલજી મહારાજકૃત જીવાભિગમસૂત્રની પ્રમેયોતિકા નામની વ્યાખ્યામાં ત્રીજી પ્રતિપત્તિમાં વનપંડાદિ વર્ણન સુધીને ભાગ સમાપ્ત છે જીવાભિગમસૂત્ર 268

Loading...

Page Navigation
1 ... 276 277 278