Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
થાય છે તે પ્રવૃત્તક છે. છ મધ્યમામાં જે સકલ મૂછે ના વિગેરે ગુણોથી યુકત થતા થતા ધીરે ધીરે સંચાર કરે છે. તે ગેય મંદ કહેવાય છે. ૮ આ આઠ ભેદ ગેયના છે. હવે ગેયના વિશેષણો બતાવવામાં આવે છે. જે ગેયનું અવસાન રમ્યક પ્રકારથી ભાવિત થાય છે તે રેચિતાવસાન ગેય છે. જે ગેય છ દોષોથી રહિત હોય એ છ દોષો આ પ્રમાણે છે. જે ગીત ગભરાયેલા મનથી ગાવામાં આવે છે, તે ગીત ભીત દોષથી દૂષિત કહેવામાં આવે છે. જે ગાન જદિ જદિ ગાવામાં આવે છે. તે ગાનને કુત નામને દેષ છે. જે ગાનને ગાતી વખતે શ્વાસ ચડી જાય અને તેનાથી ગાવાવાળાને આકુળતા થઈ જાય તે ગીત પિચ્છ દેષવાળું કહેવાય છે. તેજ કહેવામાં આવેલ છે. “ifeqદ શ્વાસગુર” જે ગાન અત્યં ત તાલ વાળું હોય અથવા અસ્થાને તાલવાળું હોય તે ગાનને ઉત્તરાલ દેષવાળું કહેવામાં આવે છે. જે ગાન શિથિલ કઠોર સ્વરથી ગાવામાં આવે તે ગાન કાકQર દષથી દૂષિત કહેવાય છે. જે ગાન નાકના સ્વરથી ગણગણતા ગાવામાં આવે તે ગાન અનુનાસિક દેલવાળું કહેવાય છે. ૬ અગીયાર ૧૧ ગુણનું સ્વરૂપ પૂર્વેમાં સ્વર પ્રાભૂતમાં વિશેષ પ્રકારથી કહેલ છે. તેમાંથી ઉદ્દધૃત કરેલ “હું વેશ્મિ માતર્વિજ્ઞાવિષ્ટ વિગેરે દ્વારા વિરચિત ગ્રંથમાં મળે છે, તે તેમાંથી સમજી લેવા.
ગાનના આઠ ગુણે આ પ્રકારના છે. જે ગીત સ્વર અને કળાએથી પૂર્ણ રીતે ગાવામાં આવે તે ગાનનો પૂર્ણ નામને ગુણ છે. ગેયને જે રાગ હોય એ રાગથી જે ગીત ગાવામાં આવે તે રકત ગુણ વાળું ગીત કહેવાય છે. બીજા બીજા સ્વર વિશેષોથી અલંકૃત કરીને જે ગીત ગાવામાં આવે તે ગીત જ્યારે કંઠમાં વર્તિત થઈને અસ્કુટ થાય છે. ત્યારે તે કંઠ વિશુદ્ધ કહેવાય છે. એજ સ્વર જ્યારે શિરે ભાગમાં થઈને અનુનાસિક થાય છે, ત્યારે તે શિરાવિશુદ્ધ કહેવાય છે. અથવા શ્લેષ્માથી વ્યાકુલ થયાંવિના ઉર, કંઠ, અને શિર, એ ત્રણ સ્થાનેથી વિશુદ્ધ કહેલ છે. અંગુલીકેશ શૃંગ-સીંગ અથવા લાકડીના કે વાંસના બનાવેલ હોય છે તેને આંગળીમાં પહેરીને જ્યારે તંત્રી અલંકૃત ગુણવાળું કહેવાય છે. જે ગામમાં અક્ષર તેનો સ્વર એ તદન સ્પષ્ટ હોય તે ગીતને વ્યકત નામનો ગુણ છે, કે જે ચિડાવા જેવી વિસ્વર દેવનીથી ગાવામાં ન આવે તે ગીતને અવિપુષ્ટ નામને ગુણ છે. ૫ કોયલના અવાજ
જીવાભિગમસૂત્ર
૨૬૭