Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 273
________________ ગાંધાર સ્વરની અંતર્ગત મૂછનાઓમાં ઉત્તરમંદા નામની મૂચ્છના જ્યારે અત્યંત પ્રકર્ષને પ્રાપ્ત થઈ જાય છે ત્યારે તે સાંભળનારાઓને મૂછિત જેવા બનાવી દે છે. એટલું જ નહીં પણ સ્વર વિશેષને પ્રગટ કરતા ગાયકપણું મછિત જેવું બની જાય છે. અહિં વીણા અને વીણા વગાડનારાઓમાં અભેદપચાર ને લઈને વીણાને પણ મૂછિના કહેવામાં આવે છે. તે વીણા જે અંક કહેતાં ખેળામાં સારી રીતે રાખવામાં ન આવે તે તે ઉત્કટ પણાથી મૂચ્છના કરતી નથી. તેથી વીણાને વગાડનાર પુરૂષ કે સ્ત્રીએ તેને ખેાળામાં સુચારૂ ઢંગથી અવશ્ય રાખવી જોઈએ. ત્યારે જ તેમાંથી સુંદર રીતે મચ્છના પ્રકર્ષને પ્રાપ્ત થઈ શકે છે. વીણાને વગાડનાર વીણાને ચંદનના સારથી બનાવેલ વાદન દંડથી વગાડે છે, તાર પર તેને બચાવવા માટે ઢંગથી ઘસી ઘસીને ચલાવે છે. વગાડનાર પુરૂષ અથવા સ્ત્રી વગાડવાની ક્રિયામાં વિશેષ પ્રવીણ હોવી જોઈએ જેવી તેવી વ્યકિત વીણાને ઢંગપૂર્વક વગાડી શકતી નથી તેમ તે વીણાને પિતાના ખોળામાં સુવ્યવસ્થિત રીતે રાખી પણ શકતા નથી. આ બાબત સમજાવવા માટે ‘ગંજ સુપફક્રિયાઇ ચંખારોઇપરિદૃાર કુરાનરનારિ કુસંપ गाहियाए पदोसपच्चूसकालसमयंसि मंदं २ एइयाए वेइयाए खोभियाए चलियाए फंदियाए घट्टियाए उदीरियाए ओराला मणुण्णा कण्णमणणिव्वुतिकरा सव्वओ રમંતા સદા સમિસિવંતિ આ પ્રમાણેનો પાઠ કહેવામાં આવેલ છે. વીણાનું વાદન કાંતા પ્રાત:કાળ સવારના સમયમાં અથવાતે સાયંકાળ સાંજના સમયમાં થાય છે. તે વીણાને જ્યારે ચંદનસારથી બનાવેલા દંડાના ખૂણાથી ધીરે ધીરે વગાડવામાં આવે અથવા વિશેષ પ્રકારથી જોર જોરથી વગાડવામાં આવે ત્યારે તેમાંથી કાન અને મનને મોહિત કરવાવાળો શબ્દ નીકળે છે. તેથી એ શબ્દથી અન્તરાત્માને અતિશય વિલક્ષણ પ્રકારનું સુખ ઉપજે છે. આ પ્રમાણે કહીને શ્રી ગૌતમસ્વામી પ્રભુશ્રીને પૂછે છે કે “મારે શિવા છે ભગવદ્ તો શું એ મધુર શબદ એ તૃણા અને મણિયામાંથી પણ નીકળે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “ફુળ હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી. કેમકે એ શબ્દથી પણ વધારે ઈષ્ટ, પ્રિય કાંત, મનોજ્ઞતર, તથા મનોમતર શબ્દ પવનના સંપર્કથી એ તૃણો અને મણિમાંથી નીકળે છે. આ રીતે પૂર્વોકત વિશેષણોવાળી વીણાના શબ્દને ભગવાને અસ્વીકૃત કરવાથી શ્રી ગૌતમસ્વામી કિન્નર વિગેરાના શબ્દના સંબંધમાં પ્રભુશ્રીને પૂછે છે. “જે કહાનામg વિજાપવા જંપુરસા વા માગવા જીવાભિગમસૂત્ર ૨૬૩

Loading...

Page Navigation
1 ... 271 272 273 274 275 276 277 278