Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સત્યના પ્રભાવથી આકાશમાં અદ્ધર બેઠેલા છે. કેમકે તે વસુરાજા લોકોમાં સત્યવાદી તરીકે પ્રસિદ્ધ હતો. લેકે તેને એમજ સમજતા હતા કે પ્રાણ જવા છતાં પણ આ વસુરાજા જૂઠું બોલતા નથી. તેણે પિતાના સત્યના પ્રતાપથી દેવને પણ જીતી લીધા હતા. તેથી તેઓ આ વસુરાજાના સિંહાસન ને આકાશમાં અદ્ધરજ રાખતા હતા. એક વખતે પર્વત અને નારદ એ બંનેને અજ' શબ્દની બાબતમાં વિવાદ ઝઘડે ઉત્પન્ન થયે, પર્વત અજ શબ્દને અર્થ બકરે એ પ્રમાણે કરતો હતો, અને નારદ “અજ' શબ્દનો અર્થ ત્રણ વર્ષનું જુનું ધાન્ય નામ અનાજ એ પ્રમાણે કરતા હતા જયારે આ બન્ને અજ' શબ્દના અર્થનો નિર્ણય કરાવવા માટે વસુરાજા પાસે આવ્યા ત્યારે વસુરાજાએ પણ “અજ' શબ્દનો અર્થ બકરા રૂપ પર્વતના પક્ષનું જ સમર્થન કર્યું અને સમ્યગ્દષ્ટિ એવા નારદના કથનને તિરસ્કાર કર્યો. પર્વતના અસત્યક્ષ ગ્રહણ કરવાના કારણે દેવોએ તેને અસત્યવાદી સમજીને થપ્પડ મારી અને સિંહાસનની નીચે ફેંકી દીધે તેથી તે રૌદ્રધ્યાનથી મરીને સાતમી પૃથ્વીના અપ્રતિષ્ઠાન નામના નરકમાં નારકીના પર્યાયથી ઉત્પન્ન થયે. આ બધા નારક જીવે ત્યાં કાળા વર્ણવાળા ઉત્પન્ન થયા. “ જાન્ટોમાણે પરમuિr aum Tumત્તા અહિંયા યાવત્પદથી “મીસ્ત્રોમ રિસરના મના વત્તાળિયા” આ પદેને સંગ્રહ થયેલ છે. અર્થાત્ તેઓ વર્ણથી કાળા હોય છે. તેઓ ફક્ત કાળા જ હોય છે, તેમ નહીં પણ તેઓની કાંતી પણ કાળી જ હોય છે. તેઓ ભીષણ હોવાથી તેને જોતાંજ શરીરમાં રોમાંચ ઉભા થઈ જાય છે. કેમકે તેઓ એકદમ ભયંકર ભય ઉત્પન્ન થાય તેવા હોય છે. તેઓ વર્ણથી પરમ કહેતાં અત્યંત કાળા વર્ણવાળા હોવાનું કહ્યું છે. “તદ્યથા” તે આ પ્રમાણે ત્યાંની વેદના આવા પ્રકારની હોય છે. તે પરશુરામ વિગેરે એ ઉજજવલ વિગેરે વક્યમાણ વિશેષણોવાળી વેદનાને અનુભવ કરે છે. અર્થાત્ ભોગવે છે. આ ઉજજવલ, વિપુલ, પ્રગાઢ વિગેરે વેદનાના વિશેષણને અર્થ પહેલા આજ પ્રકરણમાં સ્પષ્ટ કરવામાં આવેલ છે. જેમકે ઉજજવલ દુઃખ રૂપે જાજવલ્યમાન, વિપુલ, સકળ શરીરમાં વ્યાપ્ત રહેવાવાળું, એટલે જ વિરતીર્ણ પ્રગાઢ, મર્મ દેશમાં વ્યાપ્ત થયેલ હોવાથી અત્યંત સમયગાઢ, કર્કશ જેમ કર્કશ એવા પથરના સંઘર્ષણથી શરીરના ટુકડા થઈ જાય છે, એજ પ્રમાણે આત્મપ્રદેશને તેડવા જેવી, કટક, પિત્તના પ્રકેપ વાળાના શરીરને રોહિણી નામની વનસ્પતિ કે જે અત્યંત કડવી હોય છે. અને તેથી તે જેમ અપ્રિય લાગે છે, તેવી જ રીતે અપ્રતિકારક અને પુરૂષના મનમાં રૂક્ષતા ઉત્પન્ન કરવાવાળી, નિષ્ફર તેને પ્રતીકા૨ સામનો થાય તેવી ન હોવાથી દુર્ભેદ્ય, ચન્ડ રૌદ્ર અધ્યવસાય ઉત્પન્ન કરાવવાવાળી, તીવ્ર અતિશય દુઃખ રૂપ, દુર્ગ દુર્લ ધ્ય, દુરધિસહય સહન કરવામાં અત્યંત કઠણ આવા પ્રકારની વેદનાને પરશુરામ વિગેરે અપ્રતિષ્ઠાન નામના નરકમાં અનુભવ કરે છે.
હવે સૂત્રકાર નરકમાં ઉષ્ણવેદનાનું સ્વરૂપ બતાવવા માટે કથન કરે છે. આમાં ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે “સિળવેગિનેસ મં?! જીવાભિગમસૂત્ર
૯૧