Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આરામવિદ્યુમેળ લંબાઈ પહોળાઈ પાંચસે જનની છે. “સમુદાળ છતા આદર્શમુખ વિગેરે દ્વીપોનું અવગાહન લવણ સમુદ્રમાં છ સો જનનું છે.
આ કથનનું તાત્પર્ય એવું છે કે હયકર્ણ, ગજકર્ણ, ગોકર્ણ અને શ. કુલકર્ણ આ ચારે દ્વીપની પછી જે ઉત્તર પૌરત્યાદિ વિદિશાઓના ચરમાન્તથી પાંચ પાંચસે ચેાજન લવણ સમુદ્રમાં અવગાહન કરવાથી આદર્શમુખ મેદ્રમુખ અમુખ અને ગેમુખ નામના દ્વીપ છે. તે બધા પાંચસો પાંચસે લેજનની લંબાઈ પહોળાઈ વાળા છે. તે બધાની પરિધિનું પ્રમાણ પંદરસો એકયાસી
જનનું છે. આ બધા દ્વીપ પાવર વેદિકાઓ તથા વનષોથી મંડિત બાહ્ય પ્રદેશ વાળા છે. તથા જમ્બુદ્વીપની વેદિકાના અંતથી પાંચસે લેજનના અંતરમાં વ્યવસ્થિત છે. આ રીતે હયકર્ણ દ્વીપની આગળ આદર્શમુખ દ્વીપ છે. ગજકર્ણ દ્વીપની આગળ મેદ્રમુખ દ્વીપ છે. ગોકર્ણદ્વીપની આગળ અમુખ દ્વીપ છે, અને શકુલકર્ણની આગળ ગોમુખ દ્વીપ છે. એ જ પ્રમાણે આ આદર્શમુખ વિગેરે દ્વીપની આગળ કમાનુસાર ઉત્તર પૌત્યાદિ વિદિશાઓના ચરમાન્તથી લવણ સમુદ્રમાં છ ઇસ યોજન પર અશ્વમુખ, હસ્તિમુખ, સિંહમુખ અને વ્યાઘમુખ નામના દ્વીપ છે. તે દરેક છ છ જનની લંબાઈ પહોળાઈ વાળા છે. તે બધાની એટલે કે દરેકની પરિધિ અઢારસે સત્તાણુ યોજનની છે.
જમ્બુદ્વીપની વેદિકાના અંતથી તેમના અંતરનું પ્રમાણ છ જનનું બતાવેલ છે. આ રીતે કમથી આદર્શમુખ દ્વીપની આગળ અશ્વમુખ દ્વીપ છે. મઢમખ દ્વીપની આગળ હસ્તિમુખદ્વીપ છે. અમુખદ્વીપની આગળ સિંહમુખ દ્વીપ છે. અને ગોમુખદ્વીપની આગળ વ્યાઘ્રમુખ દ્વીપ છે. આ દ્વીપથી પણ આગળ બીજા પણ ચાર દ્વિીપ છે. જે ઉત્તર પૌરત્યાદિ ચરમાન્તથી લવણ સમુદ્રમાં સાત સાતસો એજન દૂર જવાથી આવે છે. તેમની લંબાઈ પહોળાઈ સાતસો સાત જન છે. અને દરેકની પરિધિનું પ્રમાણ બાવીસસો તેર
જનનું છે. જમ્બુદ્વીપની વેદિકાના અંતથી તેમનું સાતસો એજનનું અંતર છે. આ રીતે અશ્વમુખદ્વીપની આગળ અશ્વકર્ણદ્વીપ છે. હસ્તિમુખની આગળ સિંહકર્ણદ્વીપ છે. સિંહમુખદ્વીપની આગળ અકર્ણદ્વીપ છે. અને વ્યાવ્રમુખની આગળ કર્ણ પ્રાવરણ દ્વીપ છે. એજ વાત “ગાનuri સત્ત' આ સૂત્રપાઠ દ્વારા સ્પષ્ટ કરેલ છે. આ અશ્વકર્ણાદિ ચારે દ્વીપ પદ્મવર વેદિકાઓ અને વનષડથી શોભાયમાન બહાપ્રદેશવાળા છે.
“ મુદ્દા મ” ઉલકામુખ, મેઘમુખ, વિદ્યુમ્મુખ અને ઉત્તર પરિરત્યના
જીવાભિગમસૂત્ર
૨૦૯