Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એવ પડેલ છે. તે કેવા પ્રકારના હોય છે ? તે પ્રશ્નના ઉત્તર રૂપે તેના ગુણ અને તેની સમાનતા દષ્ટાંત દ્વારા કહે છે. “ના રે” ઈત્યાદિ. ___'जहा से चंदप्पभमणिसिलागवरसिघुपवर वारुणीसुजाय पत्तपुप्फफलचोय વિજ્ઞાનતારવંદુ વઘુત્તિત્તમારાષ્ટ્રસંઘચાલવા' ચંદ્રનામ કપૂર અને ચંદ્રમાનું છે. તેને રસ ચંદ્રપ્રભા અથવા કપૂર અથવા ચંદ્રના જે વર્ણવાળ હોય છે. તથા મણિશલાકા અર્થાત્ મણિ મરક્ત વિગેરે મણિ વિગેરેની શલાક:સળી, જાડી હોવાથી સળી જેવ, મણિના વર્ણ જેવો, રસ હોય છે. તથા વરસિંધુવર શ્રેષ્ઠ સીંધુ અર્થાત્ પકાવેલ સેલડીને રસ તેના જેવો હોય છે. તથા પ્રવર વારૂણી અર્થાત્ શ્રેષ્ઠ ઉત્તમ વારૂણી વારૂણી મંડદુવાને કહે છે, તે સેલડીની એક જાત છે. તેના જે રસ હોય છે. તથા સુજાત અર્થાત્ પરિપાક અવસ્થાને પ્રાપ્ત થયેલ એટલે કે પાકા થયેલ. અહિયાં નિયંસ સાર એ પદ પત્ર, પુષ્ય વિગેરે તમામની સાથે લગાવવામાં આવે છે. તેથી પાકેલા પાનડાઓને, પાકેલા પુષ્પને પાકેલા ફળને અને ગંધ દ્રવ્યોને જે નિર્યા સસાર અર્થાત્ સારભૂત જે રસ હોય છે. આવા પ્રકારના ઉંચા ઉંચા રસ દ્રના સંમિશ્રણની પ્રચુરતાવાળા તથા પિત પિતાના ઉચિત કાળમાં સં
જીત કરીને બનાવેલા જે આસવ સંમિશ્રિત મધુર રસ વિશેષ રસ જે મીઠે અને સુંગધવાળા હોય છે, એવા તે મત્તાંગદ્ગમ ગણે છે. વળી તે કેવા છે? તેનું વર્ણન કરતાં કહે છે કે “મટુમેટ્ટિામટુકા પન્ન સ્ટા સત્તાd aઝૂ સુચિત જાતજાવિરાચાચરણવારા' જેમ મધુ પુષ્પરસ, મૈરેય ગોળ ધાણા અને પાણીમાં મેળવેલા ધાતકી પુપને પકવવાથી જે રસ થાય છે, તે મૈરેય કહેવાય છે. રિટાભ-રિષ્ટ એટલે કે ફીણવાળે પદાર્થ તેને જે શ્વેત વર્ણ હોય છે તેના જેવી આભા-કાંતીવાળો રસ વિશેષ દુગ્ધ જાતી દુધના સ્વાદ જેવા સ્વાદવાળો રસ દુગ્ધજાતીને રસ કહેવાય છે. તે રસ વિશેષ, તથા પ્રસન્ન એટલે કે જે રસ સ્વચ્છ સ્ફટિકના જેવું હોય છે. અને જે મનને પ્રસન્ન કરવાવાળા હોવાથી તેનું નામ પ્રસન્ન એ રીતે રાખવામાં આવેલ છે. એવો રસ વિશેષ મેલક જે બીજા રસના મેળવવાથી બળ કરનારબલ વધારનાર હોય છે, એવા રસ વિશેષનું નામ મેલક છે. શતાયુ, એ એક એ રસ હોય છે કે જેના સેવન કરવાથી સો વર્ષનું આયુષ્ય ભોગવી શકાય છે. અર્થાત્ આયુષ્યને વધારનારા રસનું નામ “શતાયુ છે. તથા ખજૂર મુદ્રિકાસાર અર્થાત્ ખજૂર અને દ્રાક્ષમાંથી બનાવેલ સારભૂતરસ, તથા કાપિશાયન, કાપિશ ધૂંવાડાના જેવા ગોળમાંથી બનાવેલ રસવિશેષ તથા હૈદરસ ક્ષેદ ચૂર્ણ પરિ પકવ મધુર કાષ્ઠ વિગેરે ઔષધિના ચૂર્ણ ને રસ મધ કે જે પહેલી જ વારમાં નીકળે છે. અર્થાત્ પહેલા નંબરના રસને વર સુરા કહે છે. જેમ પૂર્વોક્ત બધા પ્રકારના રસ હોય છે. તે રસો કેવા પ્રકારના હોય છે તે હવે બતાવવામાં આવે છે “રy fધa Razત્તા તે પૂર્વોક્ત રસ પ્રશસ્ત વર્ણ એટલે કે
જીવાભિગમસૂત્ર
૧પ૯