Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
कासतलमडव एगसाल विसालगतिसालगचउरंसचउसालगभघरमोहणघर वलभिघर चित्तसाल मालय भत्तिधर वट्ट तस चउरस गंदियावत्तसठिया વરાતમું માઢાગ્નિવં' જે પ્રમાણે જગતમાં પ્રાકાર, અટ્ટાલક, ચરિકા, દ્વાર, ગપુર, પ્રાસાદ, આકાશતલ, મંડપ, એક શાલ, દ્વિશાલ, ત્રિશાલ, ચતુરસ, ચતુઃશાલ, ગર્ભગૃહ, મોહનગૃહ, વલભીગૃહ, ચિત્રશાલ માલક, ભક્તિગૃહ, વૃત્તિ, વસ્ત્ર, ચતુરસ્ત્ર, નંદિકાવર્તા, સંસ્થિતાયત, પાંડુરતલ, મુંડમાલહસ્ય, તેમાં કોટનું નામ પ્રાસાદ છે. કે જે નગર અથવા રાજમહેલની ચારે તરફ હોય છે. પ્રાસાદની ઉપર જે આશ્રય વિશેષ હોય છે. તેનું નામ અટાલક છે. તેને હાલની ભાષામાં અટારી કહેવામાં આવે છે. નગર અને પ્રકારની વચમાં આઠ હાથ પ્રમાણને જે રસ્તે રાખવામાં આવે છે, તેનું નામ ચરિકા છે. દરવાજાનું નામ દ્વાર છે. નગરના મુખ્ય દરવાજાનું નામ ગોપુર છે. રાજમહેલનું નામ પ્રાસાદ છે. એકદમ સાફ અગાશીના તળીયાનું નામ આકાશતલ છે. આ નિરાવૃત્તપ્રદેશ હોય છે. છાયા વિગેરેને માટે જે તંબૂતાણવામાં આવે છે. તેનું નામ મંડપ છે. એક શાલ દ્વિશાલ, આ ભવન વિશેષ હોય છે. ત્રણ શાલાવાળા અને ચાર શાળા વાળા પણ ભવન જ કહેવાય છે. અને વિશેષ ભવન રૂપે બનાવવામાં આવે છે. શાલા શબ્દને અર્થ ખંડ છે. જે ભવન બે ખંડવાળા હોય છે. તેને દ્વિશાલ ભવન કહેવાય છે. એ જ પ્રમાણે આગળ પણ સમજી લેવું. જે મકાન ચખૂણિયું હોય છે તે ચતુરસગૃહ કહે વાય છે. શયનભવનને મેહનગૃહ કહે છે. છાજાવાળું જે ઘર હોય છે, તેનું નામ વલભીગૃહ કહેવાય છે. ચિત્રશાલાલય જે અનેક પ્રકારના ચિત્રોથી સુસજજીત સ્વતંત્ર ગ્રહ હોય છે તેવા ગૃહનું નામ ચિત્રશાલાલય કહે છે. વૃત્ત એટલેકે જે ઘર ગોળ આકારનું બનાવવામાં આવે છે, તે વૃત્તઘર કહેવાય છે. જે ઘર ત્રિકોણાકાર બનાવવામાં આવે છે. તેને વ્યસઘર કહે છે. ચખૂણિયા આકારનું બનાવવામાં આવેલ ભવનને ચતુરન્સ ઘર કહેવાય છે. નંદિકાવર્ત
જીવાભિગમસૂત્ર
૧૭૧