Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એક પ્રકારને આકાર પ્રકારના ભેદ જે હોય છે. તેનું નામ પણ છે. જે ચાર પાયાવાળી લાકડાની ચોકી પર રાખીને વગાડવામાં આવે છે, અને જે ઘે વિગેરે પ્રાણિના ચામડાથી મઢેલ હોય છે, તેનું નામ દર્દક કહેવાય છે. કરટિ પણ લોકપ્રસિદ્ધ એક જાતનું વાઘવિશેષ છે. પહેલી પ્રસ્તાવનાનું સૂચક જે “પણવિશેષ છે, તેનું નામ ડિડિમ છે. ભંભા અને ઢકકા એ પણ એક પ્રકારનું ઢલ નામનું વાદ્ય વિશેષ છે. તેમાંથી જે અવાજ નીકળે છે, તે ભર ભર જે નીકળે છે. હોરંભા નામનું વાદ્ય વિશેષપણ ઢકકાના જેવું જ હોય છે. પરંતુ તે ઢકા કરતાં મોટું હોય છે. કવણિત એ એક પ્રકારની વિશેષ વીણા હોય છે. ખરમુખી પણ એક પ્રકારનું વાદ્ય વિશેષ છે. જેને મોઢાથી ફંકમારીને વગાડવામાં આવે છે, તેને બુંદેલખંડની ભાષામાં “રમતુલા કહે છે. તેને આકાર ગઘેડાના મુખ જે હોય છે. મુકુંદ પણ એક પ્રકારનું વાજીંત્ર હોય છે. તે તબલાના આકારનું હોય છે. પરંતુ તેનાથી કંઈક લાંબુ હોય છે. અને બને બાજુથી વગાડી શકાય છે. “શંખિકા એ ખરશંખિકા અને ઈષીણ શંખિકાના ભેદથી બે પ્રકારની હોય છે. જેને વિશેષ જોર દઈને મેઢાથી વગાડવામાં આવે છે, તેને ખરશંખિકા કહે છે. અને જેને થોડું જોર દઈને મોઢાથી વગાડવામાં આવે છે. તેને “ઈષત્તીણ શંખિકા કહેવામાં આવે છે. આ શંખિકા શંખના જેવા અત્યંત ગંભીર સ્વર વાળી હોતી નથી “પરિલી’ અને ‘વચ્ચકા' આ પણ બે વાજીંત્ર છે. તે ઘાસના તણખલાઓને ગુંથીને બનાવવામાં આવે છે. “પરિવાદિની વીણાનું નામ છે. તેને સાત તાર હોય છે. વાંસળીને વંશ પણ કહે છે. વીણા, સુઘોષા, વિપંચી, મહતી, કછપી, આ બધા વીણાનાજ ભેદે છે મહર્ષિ નારદ જે વીણાને સદા પિતાની પાસે રાખે છે. એ વીણાનું નામ મહતી છે. જે વીણાને સરસ્વતી પિતાના હાથથી વગાડે છે. તે વીણાનું નામ કછપી છે. ઘણ્વમાન જે વાઘ વિશેષ હોય છે, તેનું નામ રિગેસિકાછે હતપુટ તાલનુ નામ તલતાલ છે. કાંસાનું જે વાજુ હોય છે, કે જે તાલ દઈને વગાડવામાં આવે છે. તેનું નામ કાંસ્યતા છે. આ બધા વાજીંત્રોથી આ ત્રુટિતાંગ જાતના ક૯પવૃક્ષે યુક્ત હોય છે. તેથી
જીવાભિગમસૂત્ર
૧૬૨