Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સુધી પંદર હજાર યેાજનનું અંતર થાય છે. ‘ટ્ટિસ્ફે પરિમ’તે સોસનોયબસસારૂં” અને રત્નકાંડના ઉપરના ચરમાંતથી ષ્ટિ કાંડના જ અધસ્તન નીચેને ચરમાંત છે, ત્યાં સુધીમાં સેાળ હજાર ચેાજનનુ અંતર થઈ જાય છે.
કહેવાનુ તાત્પર્ય એ છે કે રત્નપ્રભા પૃથ્વીમાં ત્રણ કાંડે1 આવેલા છે. ખરકાંડ (૧) પ"કબહુલકાંડ (૨) અબ્બહુલકાંડ (૩) પહેલા ખરકાંડમાં ખીજા સાળ અવાંતર કાંડા આવેલા છે. તેના નામે આ નીચે પ્રમાણે છે રત્નકાંડ (૧) વજ્રકાંડ (૨) વૈડૂ`કાંડ (૩) લેાહિતાક્ષકાંડ (૪) મસારગલ્લકાંડ (૫) હંસ ગલકાંડ (૬) પુલકકાંડ (૭) સૌગધિકકાંડ (૮) જ્યાતીરસકાંડ (૯) અ ંજનકાંડ (૧૦) પુલકકાંડ (૧૧) રજતકાંડ (૧૨)જાતરૂપકાંડ (૧૩) અંકકાંડ (૧૪) ટિક કાંડ (૧૫) અને સેાળમેા ષ્ટિકાંડ (૧૬) આમાં રત્નપ્રભા પૃથ્વીના ખરકાંડના ઉપરિતન અર્થાત્ ઉપરના ચર્માન્તથી રત્નકાંડના અધસ્તન ચર્માન્તમાં અને વજ્રકાંડના ઉપરના ચરમાંતમાં એક હજાર ચાજનનુ અંતર છે. રત્નપ્રભા પૃથ્વીના ઉપરિતન નામ ઉપરના ચરમાંતથી વૈડૂય નામના ત્રીજા કાંડના અધરતન ચરમાંતમાં ત્રણ હજાર ચેાજનનું અંતર કહ્યુ` છે. આ રીતે નીચે નીચે રહેલા દરેક કાંડમાં એક એક હજાર ાજનની વૃદ્ધી કરવી જોઇએ. ત્રીજા કાંડનાં અધસ્તન ચરમાંતમાં રત્નપ્રભાના ઉપરિતન ચરમાંતથી ત્રણ હજાર ચૈાજનનું અંતર છે. ચાથા લેાહિતાક્ષકાંડના અધસ્તન ચરમતમાં ચાર હજાર ાજનનુ અંતર છે. આ ક્રમથી એક એકને વધારતા વધારતા છેલ્લા રિષ્ટકાંડના ઉપરના નીચેના ચરમાંતમાં પ ંદર હજાર ચૈાજનનુ અંતર આવી જાય છે અને તેની નીચેના ચરમાંતમાં સેાળ હજારનુ અંતર આવી જાય છે. કેમકે આ ખરકાંડના વિભાગરૂપ રત્નકાંડથી ષ્ટિ કાંડ પન્ત સેાળે કાંડામાં દરેક કાંડા એક એક હજાર ૨ાજનના છે.
આ રીતે રત્નપ્રભા પૃથ્વીના જે ખરકાંડ છે, કે જેના રત્નકાંડ વિગેરે ભેદથી સેાળ અવાન્તર ભેદ્યા છે. તેએાનુ' પરસ્પરમાં આ અંતર પ્રગટ કરીને હવે રત્નપ્રભા પૃથ્વીને જે ‘પ‘કખહુલ' નામનેા બીજો કાંડ છે, તેનું અંતર પ્રગટ કરે છે. આ સંધમાં ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછ્યું છે કે 'इमीसे णं भंते ! स्यणप्पभाए पुढवीए उवरिल्लाओ चरिमताओ पंकबहुलस्स પ્રવૃત્નેિ મિતે લ ળ વ અવાહાપ્અંતરે વનત્તે' હે ભગવન્ મા રત્નપ્રભા પૃથ્વીના ઉપરિતન નામ ઉપરના ચરમાંતથી પંક બહુલકાંડની ઉપરના જે ચરમાંત છે, તેમાં કેટલુ' અંતર કહ્યું છે? આ બેઉની વચમા કેટલુ 'તર આવેલું છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે
જીવાભિગમસૂત્ર
39