Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છે કેમકે એ નિયમ છે કે વાકયમાં આવેલ બે નગ્ન “ની પ્રકૃતિ ચાલું અર્થને પ્રગટ કરે છે તેથી આ કથન પ્રમાણે આ રત્નપ્રભા પૃથ્વી સર્વદા હતી એવું સમર્થન થાય છે. તેથી ભૂતકાળમાં આ રત્નપ્રભા પૃથ્વીની સત્તાનું સમર્થન થઈ જાય છે તેમને આ રત્નપ્રભા પૃથ્વી અનાદિ કાળથી વિદ્યમાન છે. જે ભૂતકાળમાં તેનું અસત્ય માનવામાં આવે, તે પછી તેમાં અનાદિપણું આવી શકતું નથી જેનું આદિ કારણ હોતું નથી તેને અનાદિ કહેવાય છે. “ જયારૂ રિવ” તથા આ રત્નપ્રભા પૃથ્વી વર્તમાન કાળમાં નથી. તેમ નથી પરંતુ આ વર્તમાન કાળમાં પણ છે. “ જાવિ ળ અવિરતરૂ તથા આ રત્નપ્રભા પૃથ્વી ભવિષ્ય કાળમાં નહીં હોય તેમ પણ નથી. પરંતુ ભવિષ્ય કાળમાં પણ તે રહેશે. કેમકે આ અનંત અંત વિનાની છે, જેને અંત વિનાશ ન હોય તે જ અનંત કહેવાય છે આ રીતે આ રત્નપ્રભા પૃથ્વી ત્રણે કાળમાં રહેવાવાળી છે. તેથી તેમાં શાશ્વતપણું છે આ પ્રકારના નિષેધ મુખથી રત્નપ્રભા પૃથ્વીમાં ત્રિકાલવત્તિ સત્વ બતાવીને શાશ્વતતા બતાવવામાં આવેલ છે.
હવે વિધિમુખથી તેઓ આમાં અસ્તિત્વનું કથન કરે છે. “સુવિંગ, મારુ , અવિરત વ’ આ રત્નપ્રભા પૃથ્વી પહેલાં હતી, વર્તમાનમાં છે, અને ભવિષ્યકાળમાં રહેશે. આ રીતે આ ભૂત, વર્તમાન, અને ભવિષ્યકાળમાં અસ્તિત્વવાળી હોવાથી “પુa' ધ્રુવ છે. અને ધ્રુવ હોવાથી તે “' ધર્માસ્તિકાય વિગેરે દ્રવ્યની જેમ કોઈ પણ વખતે તે પોતાના સ્થાનથી ચલાયમાન થતી નથી. અને નિશ્ચિત હોવાથી તે “સારા” શાશ્વત છે કેમકે તેને પ્રલય થતો નથી. શાશ્વત હોવાથી જ તે અક્ષય અવિનાશી છે. જેમ પઇ કમળ સરેવર અને કુંડરીક સરવર ગંગા અને સિંધુ નદીના પ્રવાહમાં પ્રવૃત્તિ વાળા છે, તો પણ અક્ષય છે. કેમકે તેમાંથી અવતર પુદ્ગલે ના વિઘટન થવા છતા પણ અન્યતર પુદ્ગલ દ્વારા તેને ઉપચય થત રહે છે. એ જ પ્રમાણે રત્નપ્રભા પૃથ્વીમાંથી અન્યતર પુદ્ગલેનું વિઘટન થતું રહે છે. અને અનેક પુદ્ગલ દ્વારા તેને ઉપચય થતું રહે છે. અક્ષય હોવાથી આ “વચા’ માનુષેત્તરથી બહારના સમુદ્રોની જેમ અવ્યય છે. અર્થાત વિનાશ રહિત છે. અને અવ્યય હોવાથી જ આ “અવઢિયા' અવસ્થિત છે. સૂર્ય મંડલ વિગેરેની જેમ તે પિતાના પ્રમાણમાં સદા સ્થિત રહેવાથી જ આ “નિરવા” જીવ સ્વરૂપની જેમ અપ્રચુત, અનુત્પન્ન સ્થિર એક રૂપ છે. અથવા યુવાદિક આ બધા શબ્દ ઈન્દ્ર, શક, પુરંદર વિગેરે શબ્દોની માફક પર્યાય શબ્દ છે. તેને જે આ ઉપન્યાસ-કથન કરવામાં આવ્યું છે તે આ અનેક દેશના અર્થાત્ જુદા જુદા દેશોના વિને નામ શિષ્યોને સમજાવવા માટે જ કરવામાં આવ્યું છે. તેથી તેઓના કથનમાં પુનરૂક્તિદેષ
જીવાભિગમસૂત્ર
૩૩