Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ચતુરિંદ્રિય જીવોં કી હિંસા કરને વાલોં કે પ્રયોજન કા નિરૂપણ
હવે ચતુરિન્દ્રિય આદિ જેની હિંસા કરનારનું શું પ્રયોજન હોય છે, તે સૂત્રકાર પ્રગટ કરે છે-“હિંíતિ ચ મમમદુરારિને ” ઈત્યાદિ.
ટીકાઈ–“હેમુ જિ” જે અબુધ-અજ્ઞાની લેકે મધુ-મધ આદિ રસમાં લાલુપ થાય છે તેઓ તે મધ આદિ રસને પ્રાપ્ત કરવાને માટે “મમમદુરાણે હિત્તિ” ભ્રમરે તથા ભમરીઓના સમૂહની હત્યા કરે છે. ભ્રમરીએ એટલે અહીં મધ એકત્ર કરનારી મધમાખીઓ સમજવી “તદેવ” એજ પ્રમાણે “વિવો” બિચારા “તેરિણ” જૂ, માકડ આદિ તેઈન્દ્રિય જીની હત્યા “ad. રોકાણવા” પિતાના શરીરના ઉપકારને માટે એટલે કે સૂતી વખતે માંકડ આદિ જે જતુઓ કરડે છે અને ઉંઘમાં ખલેલ પહોંચાડે છે તે દુઃખના નિવા. રણ માટે તેઓ તેમની હિંસા કરે છે. એ જ રીતે “gિ” શંખ શુક્તિકા આદિ જે બિચારા દ્વિન્દ્રિય જીવેની પણ “વોટરપરિમંડળ” વસ્ત્ર. ઉપગ્રહ લઘુઘરની શોભાને નિમિત્તે હિંસા કરે છે કૃમિરાગથી વસ્ત્રોને રંગવા તે વસ્ત્રોનું પરિમંડન કહેવાય છે શંખ, શુક્તિકાના ચૂનાથી નાનાં નાનાં ઘરોને લીંપવા તે ઉપગ્રહ પરિમંડન કહેવાય છે. અથવા “અર્થ ' શબ્દનો દરેકની સાથે સંબંધ જોડવાથી આ પદનો એ પણ અર્થ થઈ શકે છે કે વસ્ત્રને માટે, ઉપગ્રહને માટે અને મંડન-હાર આદિ ભૂષણને માટે. પટ્ટસૂત્ર આદિ વસ્ત્ર બનાવવામાં કમ્યાદિ જીવેનો ઉપઘાત થાય છે, ઉપગ્રહોની રચનામાં માટી, જળ આદિમાં રહેલ લટ આદિ કિંઇન્દ્રિય જીને ઘાત થાય છે, તથા હાર આદિ આભૂષણો બનાવવામાં શુક્તિ આદિ જીની હત્યા થાય છે.
ભાવાર્થ–બ્રમર, મધમાખી આદિ જે ચાર ઇન્દ્રિય વાળા જીવે છે, તથા જ, માકડ આદિ જે ત્રણ ઈન્દ્રિયવાળા જીવે છે, અને શંખ છીપ આદિ જે બે ઇન્દ્રિયવાળા જીવે છે, તેમની હિંસા કરવા પાછળ કોને હેતુ હોય છે તે સૂત્રકારે આ સૂત્રદ્વારા પ્રગટ કર્યું છે. જે માણસ રસમાં વૃદ્ધ-લેપ બનેલ છે તેઓ ભ્રમર આદિ રસ એકત્ર કરનારા જે જીવે છે તેમની તથા જે લેક પિતાના શરીર આદિના સુખને જ વિચાર કરનારા છે તેઓ જૂ, માકડ આદિ ની અને જે લોકો વસ્ત્ર, ઉપગ્રહ આદિના નિર્માણની અભિલાષાવાળા છે તેઓ શંખ, છીપ આદિ કન્દ્રિય જીવોની હિંસા કરતાં બિલકુલ વિચાર કરતાં નથી. જે સૂ૧૨ ..
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર