Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વિષે કહ્યું છે અને “”દેવો, મનુષ્ય અને અસુરોથી યુક્ત પરિષદમાં તેનો ઉપદેશ દીધું છે “ ઉત્તરાર્થ” સર્વે પ્રાણીઓનું હિતકરનાર હોવાથી તે મંગલમય છે, ““તફાં સંવરરાજસમ” આ તૃતીય સંવરદ્વાર સમાપ્ત થયું, ત્તિમ” એવું હું કહું છું. એટલે કે હે જન્! આ તૃતીયસંવરદ્વારનું કથન જે પ્રમાણે સાક્ષાત ભગવાન મહાવીરના મુખે સાંભળ્યું હતું તે જ પ્રમાણે તમને કહું છું-મારા તરફથી તેમાં કંઈ પણ ઉમેરવામાઆવ્યું નથી.
ભાવાર્થ – આ ત્રીજા સંવરદ્વારને ઉપસંહાર કરતા સૂત્રકાર સમજાવે છે. કે આ ત્રીજા સંવરદ્વારનું જે મુનિજન ત્રણ કરણ ત્રણ વેગથી સુરક્ષિત કરવામાં આવેલ પાંચ ભાવનાઓ સહિત પાલન કરે છે–તે પ્રમાણે પોતાની દરેક પ્રવૃત્તિ પર અંકુશ મૂકે છે, તેમના અશુભ અવસાય અટકી જાય છે, તેમને નવાં કર્મોને બંધ બંધાતું નથી, અને સચિત્ત કર્મોની નિર્જરા થતી રહે છે. તેના પ્રભાવથી પપિને ઓત બંધ પડી જાય છે તે અપરિસ્ત્રાવી આદિ
વિશેષણોથી યુક્ત છે. ત્રિકાલવત સમસ્ત અરિહતેએ તેનું પાલન કરેલ છે. તેમના પ્રમાણે જ ભગવાન મહાવીરે તેનું તેમની માન્યતા અનુસાર સ્વરૂપાદિ પ્રદર્શન દ્વારા કથન કર્યું છે. પિતાની પરિષદામાં આવેલ સમસ્ત જીવો સમીપ એ જ પ્રકારે તેનું વિવેચન કર્યું છે, તેથી તે મંગલમય છે. તેને ધારણ કરીને પ્રત્યેક જીવે–સમસ્ત પંચેન્દ્રિય પ્રર્યાપ્ત મનુષ્યોએ–પિતાનો જન્મ સફળ કરવો જોઈએ. આ પ્રમાણે સુધર્મા સ્વામીએ જંબુસ્વામીને આ ત્રીજા સંવરદ્વાર વિષે સમજાવ્યું છે. તે સૂ. ૧૧ /
R તૃતીય સંવરદ્વાર સમાપ્ત
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૩૨૧