Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 395
________________ જ્યારે વાત, પિત્ત અને કફ પ્રકુપિત થઈને શરીરના નીચેના ભાગમાં પહોંચી જાય છે અને વક્ષસ્થળ, ઉરું જંઘા આદિમાં પ્રવેશ કરે છે ત્યારે સમય જતાં પગમાં પહોંચીને ધીમે ધીમે તેમાં સોજો ઉત્પન્ન કરે છે. તે રોગનું નામ શ્લીપદરગ છે. આ રોગનાં બીજા નામે ફિલાગા હાથીપગા આદિ પણ છે. તેનાં બીજાં લક્ષણે પણ કહેલ છે " पुराणोदकभूयिष्ठाः, सर्वर्तुषु च शीतलाः येदेशास्तेषु जायन्ते, श्लीपदानि विशेषतः ॥ १॥ पादयो हस्तयोर्वाऽपि जायते श्लीपदं नृणाम् । कर्णीष्ठ नासास्वपि च क्वचिदिच्छन्ति तद्विदः ॥ १॥ જે દેશમાં પ્રાચીન પાણી વિશેષ પ્રમાણમાં ભરાઈ રહે છે તે દેશમાં આ રોગ વધુ પ્રમાણમાં થાય છે. વળી જે પ્રદેશ બધી ઋતુઓમાં શીતળ રહે છે ત્યાં પણ આ રોગ વધારે પ્રમાણમાં થાય છે. કેટલાક એમ પણ કહે છે કે આ રિંગ હાથ, પણ, કાન, હોઠ અને નાકમાં પણ થાય છે. - પાંગળાપણું અને વામનતા માતાપિતાના શુક તથા રક્તનાદોષથી થાય છે. કહ્યું પણ છે " गर्ने वातप्रकोपेण, दोहदे वाग्यमानिते ।। મારુ ગુણ મન્મથ gવ જ છે ? '' એટલે કે ગર્ભમાં વાયુ પ્રકોપ થવાથી તથા ગર્ભિણીને દેહદમને રથ પૂરે નહી કરવાથી, તેના દેહદની અવગણના કરવાથી કૂબડે. કુણિ-કુટ, લલે, મૂંગે અથવા તેતડે બાળક જન્મે છે. બધિ૪-જન્માંધ, કાણે, એ એ બંને પ્રકારનાં બાળકે જ્યારે ગર્ભમાં હોય ત્યારે જે બંને આંખો તેજ પ્રાપ્ત કરી લેતી નથી તે તે બાળક જન્મથી જ અંધ પેદા થાય છે. જે એક જ આંખ તેજ પ્રાપ્ત કરી લે છે પણ બીજી આંખ તેજ પ્રાપ્ત કરી લેતી નથી તે તે જન્મથી જ કાણે હોય છે. એ જ તેજ જે રક્તાનુગત થઈ જાય તે બાળક રક્તાક્ષ–લાલ નેત્રવાળું થાય છે, પિત્તાનુગત થઈ જાય તે બાળક પિંગાક્ષ પીળી આંખવાળે જમે તે, અને જે શ્લેષ્માનુગત થાય તો તે શુકલાક્ષ પેદા શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર 3७८

Loading...

Page Navigation
1 ... 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411