Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભાવાર્થ—આ સત્ય તીર્થકરોનું સુભાષિત છે. વ્યવહાર દૃષ્ટિએ જનપદ સત્ય આદિના ભેદથી તે દશ પ્રકારનું બતાવ્યું છે, પૂર્વધરેએ આ સત્યને સત્યપ્રવાહ પૂર્વના નામથી ઓળખાવ્યું છે. ઋષિઓએ તેને સિદ્ધાન્તનું રૂપ આપ્યું છે. દેવેન્દ્ર નરેન્દ્ર વગેરેના ભાષણની મહત્તા આ સત્યની મદદથી જ મનાયેલ છે. મંત્ર ઔષધિ આદિ વિદ્યાઓની સાધના આ સત્યના પ્રભાવથી જ સફળ થાય છે. આકાશગામિની વિદ્યા–ચારણઝદ્ધિ અને વિકિપલબ્ધિ એ બધું આ સત્યના પ્રભાવથી જ જીવોને પ્રાપ્ત થાય છે. માનવ, દેવ અને અસુર સૌને માટે તે વંદનીય છે. અનેક ધર્મના અનુયાયીઓએ પણ તેને માન્ય કર્યું છે સમસ્ત વરતુઓમાં તે એક સારભૂત-શ્રેષ્ઠ વસ્તુ છે. તેને પ્રભાવ અવર્ણનીય છે. મહાસાગર આદિનાં કરતાં પણ તે વધારે ગંભીરતા આદિ ગુણોવાળું છે. જગતમાં જેટલા મંત્ર ગ આદિ છે તે બધા આ સત્યને આધારે જ ટકેલાં છે રે
કેવા પ્રકારનું સત્ય બોલવું ન જોઈએ અને કેવા પ્રકારનું બેલિવું જોઈએ? તે વાત સૂત્રકાર બતાવે છે–“સ ” ઈત્યાદિ.
સ વિ ચ સંગમસ ૩વરોરંવાર વિં વિ જ વરવું ” સત્ય હેવા છતાં પણ જે વચન સંયમમાં બાધક હોય તે મુનિજને જરા પણ બોલવું જોઈએ નહીં. સત્ય હોવા છતાં પણ જે વચન સંયમમાં બાધક હોય છે તે આ પ્રમાણે છે-“હિંસા સાવનારૂં” હિંસા અને સાવદ્ય જે વચન છે તે સત્ય હોવા છતાં પણ સંયમનાં બાધક હોવાથી બોલવાં જોઈએ નહીં. હિંસા એટલે આ જગ્યાએ પ્રાણિવધ સમજે અને સાવદ્યને અર્થ પાપયુક્ત સલાપ છે. હિંસા અને સાવદ્યયુક્ત જે વચને છે તે હિંસા સાવદ્ય સંપ્રયુક્ત વચન કહેવાય છે. જે સત્ય વચનથી પ્રાણુંઓનાં પ્રાણોને વધ થતું હોય તથા જે વચનેથી પાપમાં ની પ્રવૃત્તિ થતી હોય એવાં વચન સત્યમહાવતીને માટે કદી પણ બોલવાને યોગ્ય હતાં નથી, “વિવાર એ જ પ્રમાણે જે સત્ય વચન ચારિત્રના ઘાતક હોય, રાજકથા આદિ સાથે સંબંધ રાખતાં હોય, તથા “Wવાચા ” જે સત્ય વચનનું કઈ પ્રયજન સિદ્ધ થતું ન હોય એટલે કે જે નિરર્થક હોય, જે સત્ય વચનથી પરસ્પરમાં વાદવિવાદ અને કલહ વધતે હોય તથા “અ ” જે
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૨૭૪