Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
માણસ કઈ રૂપવાન મુનિને એવું પૂછે કે “ મહારાજ ! અમે રૂપને વિષે જેની ખ્યાતિ સાંભળી છે તે મુનિ શું આપ જ છે ?” આ પ્રકારની વાત સાંભળીને તે એવું કહે છે કે સાધુજન તો વિશિષ્ટ રૂપયુક્ત હોય જ છે” અથવા કંઈ પણ જવાબ ન આપે તે “મૌનને સંમતિનું લક્ષણ” માનીને બીજાના વિશિષ્ટ રૂપનું પિતાની અંદર આરોપણ કરવાની ભાવનાથી તે રૂપચર કહેવાય છે. આ રીતે જે સાધુ રૂપચાર હોય છે તે આ વ્રતને પાળી શકતું નથી. આ રીતે “બાપા” જે સાધુ સમાચારી આદિ બાબતમાં ચાર હોય છે તે આચાર ચોર કહેવાય છે. જેમ કે કઈ સાધુની આચારની બાબતમાં ઉત્કૃષ્ટ ખ્યાતિ સાંભળીને બીજી કઈ વ્યક્તિ તેને એવું પૂછે કે “હે મુનિ! જે મુનિરાજની આચારમાં ખાસ ખ્યાતિ સંભળાય છે, તે શું આપ પિતે જ છે ? ” આ પ્રમાણે સાંભળીને જે મુનિ એ પ્રત્યુત્તર વાળે કે મહાનુભાવ! સાધુઓ તે ઉત્કૃષ્ટ આચારવાળા જ હોય છે” આમ કહેનાર સાધુને આચારચાર કહેવાય છે કારણ કે આ પ્રકારની પરિસ્થિતિમાં તેણે પોતાનામાં જે અવિદ્યમાન છે તે ઉત્કૃષ્ટ આચારવત્તાનું આરોપણ કર્યું છે. તેથી જે સાધુઓ એવાં આચાર ચાર હોય છે તેમનાથી આ મહાવ્રતની આરાધના થઈ શક્તી નથી. “મા ” જે શ્રતજ્ઞાન આદિ ભાવની ચોરી કરે છે તે ભાવર કહેવાય છે. જેમ કે કેઈન મેઢે કઈ સાધુનું કઈ શાસ્ત્ર સંબંધી અપૂર્વ વ્યાખ્યાન સાંભળીને જે સાધુ એમકહે કે આ વ્યાખ્યાન તો મે જ આપેલું છે.” આ પ્રકારને ભાવર સાધુ પણ આ વ્રતની આરાધના કરી શકતા નથી. એ જ પ્રમાણે “સ ” શબદકરજે સાધુ એક પ્રહર રાત્રિ પ્રસાર થયા પછી ઘણું જોરથી બોલે છે તેને શબ્દકર કહે છે, “શક્ષ?” જે કાર્યથી સમૂહમાં ભેદભાવ થાય તે કાર્ય કરનાર સાધુ ઝંઝાકર કહેવાય છે, “વાઇgવરે આપસમાં જે વાક્કલહ કરી બેસે છે તેને કલહકર કહે છે, “વેરા” આપસમાં જે વેર પેદા કરાવનાર હોય તે વેર કર કહે છે, “વિજો સ્ત્રી આદિ વિકથાઓ કરનાર સાધુને વિકથાકર કહે
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૩૦૧