Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પાડીને દાતા પાસેથી સારા પ્રમાણમાં સારી ભિક્ષાની આશા રાખવી, વગેરે ઉપાયને જે ભિક્ષામાં સહારે લેવું પડે તેવી ભિક્ષા સાધુઓને કપે નહીં. એટલે કે એ પ્રકારના ઉપાયથી સાધુઓએ ભિક્ષા લેવાના પ્રયત્ન કરવા જોઈએ નહીં. તથા (વિમળા) માયાચારીની મદદ લઈને પણ મુનિએ ભિક્ષાવૃત્તિ કરવી જોઈએ નહીં. એટલે કે જે ભિક્ષાની પ્રાપ્તિ માટે માયાનો પ્રયોગ કરવો પડે એવી ભિક્ષા મુનિજનોને કપે નહીં. ( વિરવળ, ન વિનાનrig, ર વિäમ રવા તારણIણ માં જસિચવું) એ જ પ્રમાણે જે ભિક્ષાની પ્રાપ્તિમાં, દાતાની વસ્તુના સંરક્ષણનો ભાર પોતાના પર આવ્યો હોય, એટલે કે દાતા એમ કહે કે “મહારાજ! આપ આ વસ્તુનું ધ્યાન રાખજે હું આપને ભિક્ષા આપુ છું” આ રીતે દાતા પિતાની વસ્તુના સંરક્ષણની જવાબદારી મુનિને સેપે અને પછી આવીને ભિક્ષા અર્પણ કરે તે તે ભિક્ષા મુનિનેકપે નહીં. એ જ પ્રમાણે જે ભિક્ષાની પ્રાપ્તિમાં મુનિના મનમાં એ ભાવ જાગે કે “ હું આ દાતાના પુત્ર, પૌત્ર આદિને ભણાવીશ તે મને તેને ત્યાંથી ભિક્ષા મળ્યા કરશે, એવા વિચારથી જે ભિક્ષા પ્રાપ્ત થાય તે ભિક્ષા પણ સાધુને કપે નહીં વળી જે ભિક્ષાની પ્રાપ્તિમાં યુગપત,દંભ રક્ષણ અને શાસનને પ્રગ કરવો પડે એ પ્રકારની ભિક્ષાની પ્રાપ્તિ મુનિને કપે નહીં. તથા (૨ વિ ચંદ્રणाए, न विमाणणाए, न वि पूयणाए, न वदणमाणणपूणयाणए, न वि हीलणाए न वि निदणाए, न वि गरिहणाए, न वि हिलणा निंदणा गरिहणाए भिक्खं गवेસિચદ) જે ભિક્ષાની પ્રાપ્તિ માટે સાધુને દાતાની “ આપની ગુણરાશિ દિગન્ત સુધી વ્યાપેલ છે, મેં આપની પ્રશંસા પહેલેથી જ સાંભળી હતી પણ આપને સાક્ષાત્કાર તે આજે જ થયો ” એ રીતે વંદણ-પ્રશંસા કરવી પડે એવી ભિક્ષા સાધુને ક૯પે નહીં. અહીં વંદન શબ્દ પ્રશંસાના અર્થમાં વપરાય છે. આસનાદિ આપીને દાતાનું સન્માન કરવું પડે અથવા તે રીતે તેમને પ્રસન્ન કરવા પડે તે પ્રકારની ભિક્ષા પણ સાધુને કપે નહીં વળી દાતાને પોતાની તરફથી
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૨૪૮