Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
"सच्चं हि यं सयामिह, संतो मुणउ गुणा पयत्था वा" સંતનું હિત જેનાથી થાય છે તે સત્ય છે, મુનિ અથવા ગુણ અથવા પદાર્થ એ પ્રકારનાં સત્ય છે. સત્યની બીજી વ્યુત્પત્તિ આ પ્રમાણે પણ છે-“ સસ રિઝનીતિ સત્ય, સત્ય ૨ ત૨ જ ચર ” સજજન પુરુષોમાં જે વચન રહે છે તે સત્યવચન છે. તે સત્યવચન અન્યનાં પ્રાણનું રક્ષણ કરવાને સમર્થ હોય છે, બધાને માટે હિતકારી હોય છે, સુખદાયક હોય છે, ઉદ્વેગજનક હેતું નથી, અમૃત જેવું અતિશય મીઠું હોય છે. “સુદ્ધ” સત્યવચનમાં કઈ પણ પ્રકારનો દોષ હોતો નથી, તેથી નિર્દોષ હોવાથી તે શુદ્ધ છે. “HE » તેમાં કોઈપણ પ્રકારની અપવિત્રતા હોતી નથી તેથી તે પવિત્ર હોવાથી શચિક છે. શિવ તે વચનથી જેને મોક્ષની પ્રાપ્તિ થાય છે, તેથી મોક્ષજનક હોવાથી તે શિવરૂપ છે. “સુઝાય ” હાદિક શુભ ભાવનાથી પ્રેરાઈને જ એવું વચન બોલાય છે. તેથી શુભ ભાવનામાંથી ઉદ્ધવેલ હોવાથી તે સુજાત છે
સુમણિશં” તે પ્રમોદ ઉત્પન્ન કરનારું હોવાથી સુભાષિત છે. “સુર” વીતરાગ આત્માઓએ તેનું પ્રતિપાદન કર્યું છે, તેથી તે સુકથિત છે. “સુવ” સર્વે તેમાં તે મુખ્ય મનાયું છે તેથી તે સુવ્રત છે. “સુવિ” અતીન્દ્રિય અર્થોને જાણનારા સર્વજ્ઞ પ્રભુએાએ તે અપવર્ગ આદિના હેતુરૂપથી જોયું છે, તેથી તે સુદૂષ્ટ છે. “સુરદ્દિવ ” સમસ્ત પ્રમાણે દ્વારા તેનું પ્રતિ પાદન થયેલું હોવાથી તે પ્રમાણભૂત-સુપ્રતિષ્ઠિત છે. “સુરક્રિયામાં ત્રણે લેકમાં આ વચનને યશ સુપ્રસિદ્ધ છે તેથી તે સુપ્રતિષ્ઠિત યશવાળું છે.
સુસંગચિવચનggયં” આ સત્ય વચન એ જ માણસ બેલી શકે છે કે જેમનાં વચન સુસંયમિત હોય છે-સારી રીતે નિયંત્રિત હોય છે. “સુર નવસમવવાવાઝવાણુવિદિશાવકુમળે” આ વચન ઈન્દ્ર આદિ ઉત્તમ દેવોને
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર