Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દૃષ્ટિએ લાભ એ થાય છે કે તેનુ' નવા કનુ' આગમન અટકી જાય છે, અને સૂચિત કર્મોની નિર્જરા થવા માંડે છે. તે કારણે વીતરાગ પ્રભુએ તેમને ઉપા દેય તરીકે ખતાવ્યાં છે અને મહાવ્રતની કોટિમાં મૂકયાં છે ॥ સૂ૦ ૧ ॥ ત' સર્ચ' મળવ` ' ઇત્યાદિ—
"6
ટીકા-ધત સર્ચ' મળવું તથ્યચક્ષુમાપ્તિય' ” પૂર્વોક્ત મહિમાથી યુક્ત તે સત્ય નામનું ખીનું મહાવ્રત તીર્થંકર પ્રભુદ્વારા જ કહેવાયેલ છે. તે “ નિ દશ પ્રકારનુ છે. તેના તે દશ પ્રકાર સ્થાનાંગનાં દશમાં સ્થાનમાં આ પ્રમાણે કહેલ છે. (૧) જનપદ સત્ય (૨) સંમત સત્ય (૩) સ્થાપના સત્ય (૪) નામસત્ય (૫) રૂપસત્ય (૬) પ્રતીત્ય સત્ય (છ) વ્યવહાર સત્ય (૮) ભાવસત્ય (૯) ચેાગ સત્ય અને (૧૦) ઉપમાસત્ય,
(૧) દેશવાસી મનુષ્યાના વ્યવહારમાં જે શબ્દ રૂઢ થઇ ગયા હોય તે દેશવાસી માટે જનપદ સત્ય છે. જેમકે ગાયને બગાળામાં “ ગાભી ” કહે છે તેથી “ વામી ” શબ્દ જનપદ સત્ય છે. (૨) વધારે માણસાની સ'મતિથી જે શબ્દ સાધારણ રીતે રૂઢ થાય તે સંમતિ સત્ય કહેવાય છે. જેમકે કુમુદ કુવલય, ઉત્પલ, તથા તામરસ તેઓમાં પક સભવતાની સમાનતા હેાવા છતાં પણ અરવિંદને જ પંકજ માનવુ, એટલે કે કુવલય, ઉત્પલ, આદિ બધાં પંકજ છે છતાં પણ પ`કજ શબ્દ અરવિંદમાં જ રૂઢ થયા છે. તે કારણે અરિવંદને જ પંકજ માનવું તે સંમત સત્ય છે. (૩) ભિન્ન વસ્તુમાં ભિન્ન વસ્તુને આરોપ કરનાર વચનને સ્થાપના સત્ય કહે છે. જેમકે એકની સામે એ બિન્દુઓની સ્થા પના કરીને તેને સેા (૧૦૦) કહેવા તથા ત્રણ બિન્દુઓની સ્થાપના કરીને હજાર (૧૦૦૦) કહેવાં. (૪) બીજી કોઇ પણ અપેક્ષા રાખ્યા વિના ફક્ત વ્યવહારને માટે જ કોઇને કોઇ સ’જ્ઞા આપવી તેને નામ સત્ય કહે છે. જેમકે કુળને વધારે નહીં છતાં પણ કોઇનું નામ કુળવધન રાખવું. કુળવનના અર્થ થાય છે કુળને વધારનાર, પણ વ્યવહાર ચલાવવાને માટે જે નામ રાખવામાં આવે છે તેમાં કોઇ અપેક્ષા સાપેક્ષ થતી નથી, તેનું જ નામ નામસત્ય છે. ( ૫ ) પુદ્ગલનાં રૂપાદિક અનેક ગુણામાંથી રૂપની પ્રધાનતાને લીધે જે વચન કહેવાય તેને રૂપસત્ય કહે છે, જેમકે વાળને કાળાં કહેવાં, અથવા રૂપ-સ્વરૂપ ધારણની મુખ્યતાને લઈને જે વચન કહેવામાં આવે છે તે પણ રૂપસત્ય છે. જેમ કે સાધુનાં સ્વરૂપને ધારણ કરનાર વ્યક્તિને સાધુ કહેવાં તે રૂપસત્ય છે. (૬) કોઈ વિવક્ષિત પદાની અપેક્ષાએ બીજા પદાર્થના સ્વરૂપનું કથન કરવું તેને પ્રતીત્ય સત્ય અથવા આપેક્ષિક સત્ય કહે છે. જેમ કે વચલી આંગળીના કરતાં
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૨૭૧