Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જીવાની રક્ષા કરે. કારણ કે આ લેાક એ જ જીવાથી ભરેલ છે, તેથી પાતાની દરેક પ્રવૃત્તિ સંયમિત રાખવાથી કાયના જીવાની રક્ષા થાય છે. મુનિજન
66
આ અહિંસા મહાવ્રતના પાલક હોય છે, તેથી તેમને માટે ભગવાનના આદેશ છે કે તેઓ એવા છ આહાર આદિની ગવેષણા કરે કે જે શુદ્ધ હાય, અકૃત, અકારિત, અનનુમાદિત,, અનાહૂત, અનુષ્ટિ, અક્રીતકૃત, નવકોટિ વિશુદ્ધ શકિત આદિ દોષ રહિત, આધાકર્માદિ દોષોથી રહિત અને જીવજન્તુ રહિત હાય. એવા આહાર જ તેમની સમાચારી અનુસાર તેમને માટે કલ્પે તેવા કહેલ છે. તેનાથી ઉલટા આહાર અહિંસા મહાવ્રતને પ્રતિકૂળ ગણાયા છે. તેથી તેમણે ઉપાશ્રયમાં દાતા દ્વારા અપણુ કરવા માટે લેવાયેલ આહાર કી લેવા જોઈએ નહી. ચિકિત્સા આદિ કરીને જે ભિક્ષાની પ્રાપ્તિ થાય તે પણ તેમને માટે ત્યાજ્ય ગણેલ છે, કારણ કે મુનિજન : સિંહવૃત્તિના ધારક હાય છે તથા અયાચક વૃત્તિ વાળા હાય છે. આ રીતે મેળવેલ આહારમાં સિ’હવૃત્તિ તથા અયાચકવૃત્તિનું સંરક્ષણ થતું નથી ભિક્ષાની ગવેષણામાં દંભનું આચરણ થવુ જોઇએ નહીં, દાતાની વસ્તુના રક્ષણને પ્રશ્ન ઊભા થવા જોઈએ નહી કે કઈ વાત ન ખનવી જોઇએ કે જેથી મુનિના આચારવિચારમાં અન્તર પડે, ‘હું તમારા પુત્રને ભણાવીશ, આપના ગુણેા દિગન્ત સુધી ફેલાયેલ છે, આપ મેાટા દાતા છે, આપની કીર્તિ તે મેં ઘણીવાર સાંભળી છે પણ આપને જોવાના લાભ તે આજ જ મળ્યા ” આ ખષી વાત એવી છે કે જે મુનિના આત્માને હીન બનાવે છે. તેને પેાતાની ફરજ ચૂકાવે છે. આ બધી વાતાથી આત્માનું જે પતન થાય છે તે સૌથી મેટી હિંસા છે, તે કારણે એવા પ્રકારના વ્યવહારની પ્રાપ્ત થતી ભિક્ષા ગ્રહણ કરવાના મુનિને માટે નિષેધ છે તથા મુનિએ દાતા પ્રત્યે એવે વ્યવહાર પણ ન કરવા જોઇએ કે જેથી તેના આત્મામાં કલેશ થાય, દા. ત. તું કૃપણ છે, વનીપ' યાચક છે, તું શું ભિક્ષા આપી શકવાનેા છે, જે નીચ વ્યક્તિ હાય છે તે ભિક્ષા દેતી નથી.” ઈત્યાદિ અપમાન જનક શબ્દોમાં એક તા ભાષા સમિતિનું પાલન થતું નથી, તથા એવી વ્યક્તિઓમાં ગમે તે રીતે ભિક્ષા આપવાના જુસ્સા પેદા થાય છે, જે તે ભિક્ષાની શુદ્ધિમાં ખાધક થાય છે. ભિક્ષા દેતી વખતે દાતાના આત્માને કલેશ થતા હાય તે એવી ભિક્ષા મુનિજનાને માટે અગ્રાહ્ય–(ન સ્વિકારવાને ચેાગ્ય ) દર્શાવેલ છે. જેમ ફૂલને નુકશાન પહેાંચાડચા વિના ભમરા તેમાંથી રસપાન કરે છે તેમ દાતાને કાઇ પણ પ્રકારને કલેશ પહોંચાડયા વિના તેમની
6.
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૨૫૧