Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સંતા ઋ અનેક કષ્ટ સહન કરતા
“બચંનિકજીવુવનચસંહિત્તા ’
ઘણાંજ વધારે આકરામાં આકરાં સેંકડા દુઃખાથી દુઃખી બનેલા તે લેાકેા સેવસુહૈં ” કદી પણ સુખ પ્રાપ્ત કરતાં નથી “ નૈવ નિવુર્ં ” કે કદી પણ નિવૃત્તિ મનની શાન્તિ “ ૩વરુતિ ” અનુભવતા નથી. એટલે કે દિનરાત દુઃખ ભાગવ્યા કરે છે, આ પ્રકારનું મૃષાવાદનું ફળ કહેલ છે.
ભાવા-મૃષાવાદનું ફળ બતાવતા સૂત્રકાર કહે છે કે-મૃષાવાદી વ્યક્તિ પેાતાના જીવનમાં કદી પણ સાચાં સુખ શાંતિ પામી શકતા નથી. તેઓ મૃષાવાદથી ઉપાર્જિત પાપકર્મના ઉદ્મયથી મરીને તિયચ અને નરકગતિનાં અત્યંત કઠિન દુઃખા ભાગવ્યાં કરે છે. તિય ચ ચેનિમાં જન્મ પામતા જીવાનું આયુષ્ય ઉત્કૃષ્ટ ત્રણ પલ્યનું અને વનસ્પતિની અપેક્ષાએ અનંતકાળનું અને નરકની અપેક્ષાએ ઉત્કૃષ્ટ તેત્રીસ સાગર પ્રમાણનું હાય છે. એટલેા સમય ત્યાં રહીને તેઓ કષ્ટ પર પરાઓને સહન કરે છે, ત્યાર પછી પણ જે પાપકમે ભાગવવાનાં ખાકી રહ્યાં હોય તેમને ત્યાંથી નીકળીને કાઈ પણ રીતે પ્રાપ્ત થયેલ મનુષ્ય ચેાનિમાં તે ભાગવે છે. તેને જે માનવ પર્યાય પ્રાપ્ત થાય છે તે બિલકુલ જઘન્ય સ્થિતિની હાય છે. તે તદ્ન જઘન્ય સ્થિતિની મનુષ્ય પર્યાયમાં ઉત્પન્ન થઈને તેઓ કદી પણ થાડે! સરખાએ આનંદ પ્રાપ્ત કરી શકતા નથી. તેમને જીવન વ્યવહાર સત્તા પરાધીનતાની ખેડીમાં જકડાઈને ચાલે છે તેમનાં શરીરના દેખાવ એડાળ અને ઉદ્વેગજનક હાય છે. તેમના પ્રત્યે કોઈ પણ મેહ અથવા મમતા રાખતું નથી, દરેક વ્યક્તિ તેને તિરસ્કાર કર્યો કરે છે. તેમની ચેતના શક્તિ અવિકસિત રહે છે. લક્ષ્મી નહીં રહેવાથી તે સદા દુઃખી રહે છે. માગી કરીને તે જે કઇ લાવે છે તે વરસ હાય છે તેને ધરાઈ ને ખાવા પણ મળતું નથી. ખીજાના ચિત્તને પેાતાની તરફ આકર્ષી શકે તેવી મીઠી વાણી પણ તેની હોતી નથી, તેને સ્વર કાગડા જેવા કશ હોય છે. ગભ જેવી તેની માલી હાય છે, કોઈ કોઈ તા જન્માય હાય છે. કાઇ બહેરા અને મૂગ હોય છે. દુઃખમાં પણ તેને મદદ કરનાર કાઇ હાતું નથી તેને પેાતાના જેવા અધમ લેાકા સાથે જ મિત્રતા થાય છે તેમની પાસે જ તે ઉંઠે બેસે છે. તેમને ગંદાં સ્થાનામાં જ રહેવું પડે છે. સૌ તેમની નિંદા કરે છે. ખીજા લોકો હૃદયવિદારક શબ્દો સાંભળીને તેએ પોતાના મનમાં જ દુઃખ અનુભવીને શાંત રહે છે, તાત્પર્યં
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૧૧૧