Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ચેના હાથમાં જાય છે, તેથી તેનું નામ રૂપ છે. (૨૧) ચોર તે દ્રવ્યને ચેરી જઈને અસુરક્ષિત હાલતમાં ગમે ત્યાં મૂકી દે છે. તેથી તેનું નામ વિક્ષેપ છે. (૨૨) ચોર ચોરી કર્યા પછી જ્યારે તેના ભાગ પાડે છે ત્યારે ત્રાજવા આદિથી વધારે કે ઓછું તોલે છે–એક સરખા ભાગ પાડતા નથી, તેથી તેનું નામ કૂટતા છે (૨૩) આ કૃત્ય કરનારનાં કુળને કલંક લાગે છે, તેથી તેનું નામ કુમષ છે. (૨૪) અદત્તાદાન ગ્રહણ કરવામાં બીજાનું દ્રવ્ય હરી લેવાની તૃષ્ણા રહે છે, તેથી તેનું નામ ક્રાંક્ષા છે. (૨૫) ચેર ગહિત જ૫ના કરે છે.
એટલે કે ચોરી કર્યા પછી પણ પિતે ચોરી કરી છે, તે વાતને સ્વીકાર કરતો નથી, પણ તેને છૂપાવવાનો પ્રયત્ન કરે છે, તથા જ્યારે તેઓ ચોરી કરવા ઉપડે છે ત્યારે પિતાના કેઈ ઈષ્ટ દેવની પ્રાર્થના કરીને જ જાય છે તેથી તેનું નામ ઢાઢવન અને પ્રાર્થના છે. (૨૬) તે કૃત્ય વિનાશનું કારણ હોવાથી વિના શનુંરૂપ અને સઘળી આપત્તિનું કારણ હેવાથી વ્યસનરૂપ છે, તેથી તેનું નામ માસના અને ચાર છે. (૨૭) તે કૃત્ય કરનારને પરધનનું હરણ કરવાની અભિલાષા રહે છે, તેથી તેનું નામ રૂછો તથા પારકાનું ધન ગ્રહણ કરવાની તેમાં અત્યંત આસક્તિ રહે છે, તેથી તેનું નામ મૂર છે. અપ્રાપ્ત દ્રવ્ય મેળવવાની ઈચ્છા તથા પ્રાપ્ત થયેલ દ્રવ્યને વિનાશ ન થાય તેવી ઈચ્છા તે અદનાદાનના હેતુ હોવાથી તેનું નામ તૃણાદ્ધિ છે. (૨૯) ચેરી એક પ્રકારનું કપટ ચુકત કૃત્ય હોવાથી તેનું નામ નિતિ છે. (૩૦) ચેરી કરતી વખતે ચાર કોઈની નજરે પડતું નથી તેથી તેનું નામ મોક્ષ છે સૂ-રા
પશ્ચમ અન્તરગત તસ્કરોં (ચોરો) કા વર્ણન
ચન્નાન” નામનું બીજું અંતર વર્ણવીને હવે સૂત્રકાર “વિ જ કુર્વત્તિ TIT” એ પાંચમાં અન્તર્ધારગત ચેરનું વર્ણન કરે છે.
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૧૧૯