Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સેળ પુષ્કરણિયેનાં મધ્ય ભાગમાં જે સેળ સોળ શ્વેત પર્વત છે તેમાં, અવ• પાત પર્વતમાં–જ્યાં ઉતરીને વૈમાનિક દે મનુષ્ય ક્ષેત્રમાં આવે છે એ સ્થા. નોમાં, ઉત્પાત પર્વતમાં-જ્યાં ઉતરીને ભવનપતિ મનુષ્યક્ષેત્રમાં આવે છે તે સ્થાનેમાં તે સ્થાને તિગિચ્છકૂટ આદિ નામના પર્વતે કહેવાય છે) કાંચનક પર્વતેમાં–તે પર્વત ઉત્તરકુરુ તથા દેવકુરુની વચમાં દરેક પાંચ મહા હદમાંના પ્રત્યેકના બંને ખૂણું પર દશ દશ છે, અને એ રીતે તે બંને બસની સંખ્યામાં છે, તે પર્વતમાં, ચિત્રવિચિત્રકૂટ નામના પર્વમાં-એ બંને પર્વતે નિષધ નામના વર્ષધરની પાસે છે, તથા શીતદા નામની મોટી નદીના બંને કિનારા પર આવેલા છે, નીલ વર્ષધરની પાસે આવેલ તથા શીતા મહાનદીના કિનારા પર આવેલ મકવર નામના પર્વમાં શિખરી–સમુદ્રની વચ્ચેના ગેસ્તંભ આદિ પર્વતેમાં ચન્દનવનકૂટ આદિમાં વસવાને જેમને સ્વભાવ છે એ ચારે પ્રકારન દેવે પણ પરિગ્રહથી તૃપ્ત થતાં નથી.
ભાવાર્થભવનવાસી, વ્યન્તર, તિષી અને કપાસી, એ રીતે દેના મૂળ ચાર ભેદ છે. તેમાં ભવનપતિ દેના અસુરકુમાર આદિ દશ ભેદ , વ્યન્તર દેવેના પિશાચ, ભૂત આદિ સોળ ભેદ, જ્યોતિષી દેવાના સૂર્ય, ચન્દ્ર આદિ પાંચ ભેદ, તથા કલ્પવાસીઓના ક૯પપન્ન, અને કલ્પાતીત એવા બે ભેદ. સૌધર્મ, ઇશાન આદિ બાર કલપમાં રહેનાર કલ્પપપન્ન, અને નવગ્રેવેયક તથા પાંચ અનુત્તર વિમાનમાં રહેનાર કપાતીત દે છે. મનુષ્ય ક્ષેત્રમાં રહેનારા તિષીદેવે બ્રમણશીલ છે તથા મનુષ્ય ક્ષેત્રની બહારના તિષી દે સ્થિર છે. એ બધા દેવોનો ભવન, વાહન આદિ વિશિષ્ટ પ્રકારને પરિગ્રહ રહે છે. તે બધી વસ્તુઓ હોવા છતાં પણ તેમની વૃત્તિ અધિક પરિગ્રહને માટે સંગ્રહશીલ રહ્યા કરે છે, તે બધા દેવનું નિવાસસ્થાન હિમવાન આદિ પર્વત છે. તેમને બધા પ્રકારની સુખસામગ્રીઓ મળે છે છતાં પણ પરિગ્રહ માટેની તેમની વાસના તૃપ્ત થતી નથી. તેમના ચિત્તમાં સંતોષ વૃત્તિ જાગતી નથી સૂ. ૩
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૨૧૨