Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શીસંગ્રહ છે. (૪૧) કર્મના આગમન રૂપ કારણોને તે નિરોધ કરી નાખે છે. તેથી તેનું નામ “સંત” સંવર છે. (૨) તેને આચરવાથી જીવોની અશુભ પ્રવૃત્તિ અટકી જાય છે તેથી તેનું નામ “ગુત્તિ” ગુપ્તિ છે. (૪૩) તે આત્માનું વિશિષ્ટ પ્રકારનું એક પરિણામ છે, તેથી તેનું નામ “વવસામો” વ્યવસાયવિ. અવસાય-અધ્યવસાય છે. (૪૪) તે દ્રવ્ય અને ભાવ, એ બન્નેની ઉન્નતિ કરનારી છે તેથી તેનું નામ “ગુણોય” તરછૂચ છે. (૪૫) તેના સેવનથી જીવોને સ્વર્ગ આદિ સદ્દગતિની પ્રાપ્તિ થાય છે, તેથી તેનું નામ “sum” યજ્ઞ છે. (૪૬) સઘળા સદ્ગુણોનું તેજ એક આશ્રયસ્થાન છે, તેથી તેનું નામ “કાચતi ” આયતન છે (૪૭) તે નિરવદ્ય અનુષ્ઠાનરૂપ છે. તેથી તેનું નામ “ના” યત્ન છે. (૪૮) તેમાં પ્રમાદ–અસાવધાનતાનો પરિત્યાગ થઈ જાય છે, તેથી તેનું નામ “qમાગો” અપ્રમાદ છે. (૪૯) પર પ્રાણીઓને તે તૃતિના કારણરૂપ હોય છે, તેથી તેનું નામ “સાગ” આશ્વાસ છે. (૫૦) પ્રાણીઓમાં તે પ્રતીતિ ઉત્પન્ન કરે છે તેથી તેનું નામ “પા” વિશ્વાસ છે. અથવા પ્રાણીઓનાં પ્રાણેનાં વિરૂદ્ધનું આચરણ તેમાં થતું નથી, તેથી પણ તેનું નામ વિશ્વાસ છે. (૫૧) પ્રાણીઓને તે ભય રહિત કરે તેથી નિર્ભર યતાને માટે કારણભૂત હોવાથી તેનું નામ “મા” છે. (૫૨) બીજા જીવની મા-ધન-લક્ષ્મી અને પ્રાણરૂપ લક્ષમીને તેમાં ઘાત થતું નથી, તેથી તેનું નામ “અજાઘા” ૩૪HIધાર છે. “મા” શબ્દને અર્થ લક્ષ્મી થાય છે- ધનરૂપ લક્ષ્મી અને પ્રાણરૂપ લક્ષ્મી, એ રીતે તેના બે પ્રકાર પડે છે. અહિંસાને એ બંનેનું સરક્ષણ થાય છે તે વાત પ્રત્યક્ષ છે. (૫૩) તે અહિંસા પવિત્ર વસ્તુઓ કરતાં પણ વધારે પવિત્ર છે, તેથી તેનું નામ “રોવવા” વોક્ષા છે. (૫૪) તેનાથી આત્મા ઉપર જામેલો અનાદિકાળને મેલ-વિભાવ પરિણતિ દૂર થઈ જાય છે, તેથી આત્મા પિતાનાં નિર્મળ સ્વરૂપમાં મગ્ન થઈ જાય છે. તે કારણે
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૨૩૦