Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
**
""
તે
એ છે કે આ લબ્ધિધારી મુનિવરોનાં પાત્રમાં પડેલ અન્ન, તેમાંથી લાખા મુનિજને આહાર લે તે પણ જ્યાં સુધી તે લબ્ધિધારી મુનિ પોતે જ તે ખાઇ જતા નથી ત્યાં સુધી તે સમાપ્ત થતું નથી. આ પ્રમાણે તેના દાતાને વિષે પણ સમજી લેવું આ લબ્ધિ ગૌતમાદ્વિ ઋષિજનાને પ્રાપ્ત થયેલ હતી. “ ચરણધિ” એવા પ્રકારની લબ્ધિ છે કે જેના પ્રભાવથી મુનિજના આકાશમાં અવર જવર કરી શકે છે, જળ-ગમન-તે ગમન– તે જેમનું હાય છે તેમને ચારળ કહે છે. આ લબ્ધિધારી બે પ્રકારના મુનિજન છે (૧) વિચારરળ (૨) નવાપરા જેમને વિદ્યાના પ્રભાવથી આકાશમાં ગમનાગમતરૂપ લબ્ધિ પ્રાપ્ત થાય છે તેએ “વિદ્યાચારણુ ” મુનિજન કહેવાય છે. આ લબ્ધિ નિર'તર છડે, છઠ્ઠની તપસ્યા કરનાર મુનિજનાને પ્રાપ્ત થાય છે. તથા જે મુનિયા ચારિત્રરૂપ તપ વિશેષના પ્રભાવથી એવી લબ્ધિયુક્ત થઈ જાય છે કે જંઘા પર હાથ મૂકતા જ આકાશમાં ઉડી જાય છે, એ લબ્ધિનું નામ ગંધાગાળ છે. નિરન્તર આઝમ. અક્રમની તપસ્યા કરનાર મુનિજનેને આ લબ્ધિ પ્રાપ્ત થાય છે તેઓમાં જેઓ વિદ્યાચારણ મુનિજન છે તેએ તેના પ્રભાવથી જ બુદ્ધીપની અપેક્ષાએ આઠમે જે નંદીશ્વર નામના દ્વીપ છે ત્યાં સુધી જઇ આવી શકે છે, તથા જે જઘાચરણ મુનિજને છે તેઓ તેરમા રુચકવર નામના દ્વીપ છે ત્યાં સુધી જઇ આવે શકે છે. વિદ્યાચારણ પહેલાં ઉડ્ડયનમાં માનુષાત્તર પવ ત સુધી ચાલ્યા જાય છે, બીજા ઉડ્ડનમાં નંદીશ્વર દ્વીપ સુધી જાય છે પછી જ્યારે તેઓ ત્યાંથી પાછા ફરે છે ત્યારે એક જ ઉડ્ડયનમાં પેાતાના સ્થાને આવી જાય કરે તથા મેરુ જતાં તે પહેલા ઉડ્ડયનમાં નંદનવન સુધી જાય છે. અને બીજા ઉડ્ડયને પંડક વન સુધી જાય છે. પછી જ્યારે તેઓ ત્યાંથી પાછા આવે છે. ત્યારે એક જ ઉડ્ડયનમાં પોતાના સ્થાને આવી જાય છે. જ ધા ચરણ મુનિજન જમૂદ્રીપની અપેક્ષાએ એક જ ઉડ્ડયનમાં દ્વીપમાં પહોંચી જાય છે, અને ત્યાંથી પાછા ફરતા એક જ ઉડ્ડયને તે નદીશ્વર દ્વીપમાં આવી જાય છે. અને બીજા ઉડ્ડયને પેાતાને સ્થાને પહેાંચી જાય છે. જો તેએ સુમેરુ પર્વત પર જવાની ઈચ્છા કરે તે પહેલાં ઉત્પાતથી પડક વનમાં જાય છે, પછી પાછાં ફરતી વખતે એક જ ઊત્પાતે નંદન વનમાં અને બીજે ઉત્પાતે પેાતાનાં સ્થાનમાં આવી જાય છે. રાહિણી પ્રપ્તિ આદિ વિદ્યાએ ધારણ કરનારને વિદ્યાપાર કહે છે. એક ઉપવાસને ચતુ ભક્ત, એ ઉપવાસને ષભક્ત, ત્રણ ઉપવાસને અષ્ટમભક્ત, ચાર ઉપવાસને દશમભક્ત,
તેરમાં રુચકવર
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૨૩૯