Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
“જલ્લૌષધિ પ્રાપ્ત ” મુનિવર કહેવાય છે. મોઢામાંથી નીકળતા શૂકનાં નાનાં નાનાં બિંદુઓને “fag” કહે છે. તપસ્યાના પ્રભાવથી જેમના મુખના એ બિન્દુએ રેગોને નાશ કરી નાખે છે તેવા મુનિવરેને “વિવુૌષધિ પ્રાપ્ત ” કહે છે. મુનિજનેની વિશિષ્ટ તપસ્યાના આચરણથી, કાન, મુખ, નાક, જીભ અને આંખે એ બધી ઈન્દ્રિયને મેલ ઔષધિ જેવું કામ આપે છે. આ લબ્ધિને વિધિ” કહે છે. આ લબ્ધિ જે મુનિવરોને પ્રાપ્ત થાય છે તેમનું નામ “સર્વોષધિલબ્ધિપ્રાપ્ત” છે. જેમ બીજમાંથી વિશાળકાય વૃક્ષ ઉત્પન્ન થાય છે, એ જ પ્રકારે જે એક પદ વાળી બુદ્ધિથી મુનિજનોને વિવિધ અને બંધ થાય છે, તેનું નામ “વિઝયુદ્ધ છે. તે બુદ્ધિ પણ વિશિષ્ટ તપસ્યાના પ્રભાવથી જ્ઞાનાવરણીય કર્મને વિશિષ્ટ ક્ષપશમથી મુનિજને પ્રાપ્ત કરે છે તેનું તાત્પર્ય એવું છે કે-જેવું એ લબ્ધિના ધારક મુનિવરને “કરવા ચોદવ્યયુકત સંત” “તરવાથસૂત્ર ૨૯ મું સૂત્ર” આ સૂત્રને બંધ થઈ ગયે, એવાં પદને અર્થ કહે છે, બીજભૂત આ એક જ અર્થપદને બોધ થતાં તેઓ પિતાની બુદ્ધિના પ્રભાવથી વળી બીજાં વિશેષ અર્થને પણ બંધ કરી લીધા કરે છે. જેમ કચ્છ-કાઠીમાં નાખેલું અનાજ લાંબા સમય સુધી સુરક્ષિત રહે છે તેમ પ્રાપ્ત થયેલી આ લબ્ધિના પ્રભાવથી અવગતસૂત્ર અને અર્થ તે બને ઘણા સમય સુધી મુનિજનોને ધારણા રૂપે સ્થિર રહે છે–તેમને તે ભૂલતું નથી. આ બુદ્ધિ જે મુનિજનોને પ્રાપ્ત થાય છે તેઓ કોષ્ટબુદ્ધિના ધારક મુનિવરે છે. સૂત્રના અવયવરૂપ એક જ પદ ઉપલબ્ધ થતાં જેઓ સેંકડો પદેનું અનુસરણ કરી લે છે, તેવા મુનિજનોને પદાનુસારીલબ્ધિના ધારક કહેવાય છે. જે લબ્ધિના પ્રભાવથી કઈ એક જ ઈન્દ્રિય વડે મુનિજન સર્વેન્દ્રિયગમ્ય વિષયને જાણી લે છે તે લબ્ધિનું નામ સંમિત્રોત છે. આ લબ્ધિ જે મુનિજનને પ્રાપ્ત થાય છે તે મુનિજન સંમિત્રોના કહેવાય છે, આચારાંગ આદિ સૂત્રોનું પઠન કરનારા જે મુનિજન હોય છે તેમને મૃતપર કહે છે. અનેક પ્રકારના પરીષહ અને ઉપસર્ગો નડવા છતાં પણ જે મુનિજનેનું મન ધર્મમાંથી તલભાર પણ વિચલિત થતું નથી તેમને મનોવસ્ત્ર કહે જે મુનિજને દુર્વાદીઓ દ્વારા પ્રરૂપિત મિથ્યા પ્રરૂપણાઓનું ખંડન કરવાને સમર્થ થાય છે તે મુનિવરોને વયોવૃષ્ટિ કહે છે. જે મુનિજનો આકરામાં આકરા પરીષહ અને ઉપસર્ગોને સહન કરવાને શક્તિમાન હોય છે તેઓ
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૨૩૭