Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જાયવસ્ટિવ કહેવાય છે મત્યાદિ જ્ઞાનથી જેનું આત્મબળ વૃદ્ધિ પામ્યું હોય છે તેમને સારવત્તિ કહે છે, નિઃશંતિ આદિ અંગે વડે યુક્ત જેમનું તત્ત્વશ્રદ્ધાનરૂપ દર્શન હોય છે અને એ દર્શનથી જેમને આત્મા બળવાન બનેલા હોય છે તેવા મુનિવરોને નવજા કહે છે. છકાયના છાનું રક્ષણ કરવું તે સંયમ કહેવાય છે તે સંયમરૂપ ચારિત્રના બળથી જેમને આત્મા બળવાન હેય છે તેમને ચારિત્ર કહે છે જેમના મુખમાંથી નીકળેલ વચન સાંભળતાં જ મન અને શરીરને સુખ થાય છે તેમને ક્ષીરાસંવરિષ ધારી મુનિ કહેવાય છે. સાકર વગેરે મિષ્ટ દ્રવ્ય કરતાં પણ વધારે મિષ્ટ મધ હોય છે મધ જેવાં મીઠાં વચન જે બોલે છે તેવા મુનિજનેને મદવાસવધિ ધારક કહેવાય છે. સપિરાસ્ત્રવલબ્ધિના પ્રભાવથી મુનિજનેનાં વચન અત્યંત સુરભિવાળા તથા સ્નિગ્ધ ઘીના જેવાં શ્રોતાજનેને લાગે છે મારા શબ્દનો અર્થ ભેજન બનાવવાનું સ્થાન છે, તેનું આશ્રિત હોવાથી ભજનને પણ મહાનસ કહે છે. જે મુનિજનેને આ ક્ષણમાનસ નામની લબ્ધિ ઉત્પન્ન થાય છે તેમના અસાધારણ અન્તરાયના ક્ષયોપશમથી સહેજ પણ પાત્રમાં પડેલું અન્ન ગીતમાદિ ઋષિયોની જેમ એક લાખ વ્યક્તિઓને આપી દેવાં છતાં પણ જ્યાં સુધી તેઓ પિતે ખાઈ લેતાં નથી ત્યાં સુધી પૂરું થતું નથી. તેને ભાવાર્થ
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૨૩૮