Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પિતાની અનંત તૃષ્ણાઓ પૂરી કરવામાં જ મંડ્યા રહે છે. તેની કોઈ પણ તૃષ્ણ શાંત પડતી નથી. જે કઈ તૃષ્ણ શાંત પડી તે તેની જગ્યાએ બીજી તૃષ્ણા મોઢું ફાડીને તૈયાર થઈ જાય છે, અને તે સંતોષવાને તે જીવ પ્રવૃત્ત થાય છે. આમ કરતાં કરતાં તેની પૂર્તિ કરવામાં આસક્તિથી બંધાઈ જાય છે અને પિતાની વિવેક બુદ્ધિ ગુમાવી દે છે. વિવેકને ઈ નાખવે તે પરિગ્રહ છે. અહીં સૂત્રકાર પરિગ્રહ નામના પાંચમા આસવ પ્રકારનું વર્ણન પરિગ્રહને વૃક્ષનું રૂપક દઈને કર્યું છે. પરિગ્રહી જીવ, નાની, મેટી, જડ, ચેતન, બાહ્ય કે આંતરિક ગમે તે પ્રકારની ચીજમાં આસક્ત બની જાય છે. વિવિધ પ્રકારના મણિ આદિ પદાર્થોને તથા ભરતખંડની સંપૂર્ણ સંમૃદ્ધિને ઉપભેગ કરીને પણ પરિગ્રહી જીવની તૃષ્ણ સતત અશાંત જ રહે છે આ પરિગ્રહરૂપ વૃક્ષનાં મૂળ, થડ, વિશાળ શાખાઓ, અગ્રવિટપ છાલ, પાન, પલ્લવ, પુષ્પ, ફળ વગેરે શું શું છે, તે બધાનું વિવેચન આ સૂત્રમાં કરવામાં આવ્યું છે. આ પ્રમાણેના કથન વડે સૂત્રકાર પરિગ્રહના યાદશ (કેવા પ્રકારનું) નામના પહેલાં અંતર્ધારનું વર્ણન કર્યું છે, કારણ કે આ દ્વારમાં સ્વરૂપનું કથન થાય છે. તે સ્વરૂપનું વર્ણન અહીં સુંદર રીતે કરવામાં આવ્યું છે. તે સૂ–૧ /
પરિગ્રહ કે તીસ નામોં કા નિરૂપણ
હવે “થન્નામ” એ બીજા અન્તરનું સૂત્રકાર વર્ણન કરે છે–
“તરં નામાજિ” ઈત્યાદિ.
ટીકાથ–“તહર”” આ પરિગ્રહનાં “નાનિ નામાનિ તીરં દ્રુતિ” ગુણાનુસાર ત્રીસ નામે છે. “તેં જ તે ત્રીસ નામ આ પ્રમાણે છે-“પર. ग्गहो १ संचयो २ चयो ३ उवचयो ४ निहाणं ५ संभारो ६संकरो ७ एवंआयारो ८
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૨૦૪