Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હોય છે. એટલે કે જે છત્રે બળદેવ અને વાસુદેવ ઉપર ધરવામાં આવે છે. તે છત્રોના સળિયાએ ઘણું જ પાસે પાસે હોય છે, જાડાઈ અને લંબાઈમાં સરખા હોય છે, તથા બે સળિયાઓ વચ્ચેનું અંતર પણ સરખું હોય છે. તથા તે સળિયા લાંબા ટૂંકા નહીં હોવાને કારણે, એક સરખા હોવાને કારણે પરસ્પર જોડાયેલ હોય છે, તેથી તે છત્ર અવિરલ, સમ અને સંહિત હોય છે. અને તે સઘળાં છત્રને પરીઘ ગેળ હોવાને કારણે તે પૂર્ણચન્દ્ર જેવાં લાગે છે. તથા તે છ પર અનેક તેજસ્વી મણીઓ અને રને જડેલાં હોય છે તેથી તેમાંથી જે કિરણ જાળ નિકળે છે તે સૂર્યની કિરણુજાળ જેવી લાગે છે. કારણ કે તે આસપાસમાં મંડલાકારે પથરાયા કરે છે. તે છત્રો ઘણાં વિશાળ હોવાથી તેને આધાર આપવાને અનેક દંડા રાખ્યા હોય છે. એક જ દંડાને આધારે તે રહી શકતાં નથી, કારણ કે તે છે. એટલાં વિશાળ હોય છે કે એક જ દંડા વડે તેને સંભાળવા અશક્ય થઈ પડે છે. એવા પ્રકારનાં છત્રથી શેભતા બળદેવ અને વાસુદેવ પણ કામગોથી અતૃપ્ત રહે છે એ સ્થિતિમાં મરણ પામે છે. I સૂ–૭ |
હજી તેઓ કેવા હોય છે તેનું વધુ વર્ણન કરે છે–“તાહિ” ત્યાદિ.
ટીકાર્થ–“તાબ્દિ ૨ uિg માળાર્દૂિ રામરહું સુચઢવાચવી ચં” આ પ્રમાણેના વિશેષણવાળા, ચામરેવડે ઢળવામાં આવતાં આનંદદાયક શીતળવાયુ વડે જેમના અંગે વાયુનું સેવન કરી રહેલાં છે એવા તે બળદેવ અને વાસુદેવ પણ કામગથી અતૃપ્ત રહીને જ મૃત્યુને પંથે પળે છે. એ સંબંધ અહીં પણ સમજી લેવો. હવે સૂત્રકાર ચામરોનાં વિશેષણોની સ્પષ્ટકા કરે છે. “વારિકાવાસમુદ્ધિચર્દિ” જ્યારે ચમરી ગાય ઉત્તમ પર્વતની
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૧૭૯