Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ખૂબ નાણાં કમાય છે, અને પછી બેઠાં બેઠાં ખાય છે. આપણે જ એવા છીએ કે જે રાત દિનપરિશ્રમ કરવા જતાં પણ ભરણપોષણને લાયક વસ્તુ પ્રાપ્ત કરી શકતા નથી, તે તે બધા જ્યારે નૌકાઓમાં સફર કરતા હોય ત્યારે તેમનો નાશ કરવામાં આવે તે ઘણું સારું થાય પક્ષિગણ પણ ખેતીના પાકને ઘણું જ નુકશાન કરે છે, તે તેમને પણ મારી નાખે. અત્યારે અમુક જગ્યાએ ભારે તોફાન ચાલે છે, ત્યાં લશ્કર જાય અને તેફાનીઓની કતલ કરીને ત્યાંથી વિજય પ્રાપ્ત કરીને પાછું આવે તે બહુ જ ઈચ્છનીય છે. આમ કરવાથી તોફાની માણસે ભવિષ્યમાં કદી પણ રાજ્ય સામે માથું ઊંચકશે નહીં. જે તમારી પાસે વ્યાપાર આદિ આવકનું કંઈ પણ સાધન ન હોય તે ગાડી, વાહન આદિને ભાડે કેમ ચલાવતા નથી? તે સાધને ભાડે ચલાવશે તે તમને લાભ થશે. ઉપનયન, ચલક-મોવાળા ઉતરાવવાની ક્રિયા, વિવાહ, યજ્ઞ આદિ જે શુભ કર્યો છે તે એમને એમ શેડાં થાય છે ! એ શુભકૃત્ય તે અમુક શુભ દિવસોએ અમુક શુભ તિથિએ, બવાદિ અગ્યાર કરણેમાંથી અમુક શુભ કરણમાં. અને અમુક શુભ મુહુર્ત આદિમાં કરવા જોઈએ. તે ભાઈ ! તમારે ત્યાં પણ એવો અવસર આવે ત્યારે તમે પણ તે કૃત્ય શુભ દિવસ આદિમાં કરે, જ! ઘરમાં નવવધૂ આવી છે, તેને જ્યારે સૌથી પહેલી વખત સ્નાન કરવાનું આવે ત્યારે તે શુભ ઘડિ આદિમાં કરાવવું જોઈએ. તેમ કરવાથી તેનું સૌભાગ્ય સંતતિ અને સમૃદ્ધિ વધશે–એ જ પ્રમાણે પ્રસૂતિકોને પણ જ્યારે સ્નાન કરાવવાનું હોય ત્યારે પણ આ બધી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. શુભકૃત્ય કરતી વખતે તે વાતની પણ પૂરે પૂરી કાળજી રાખવી કે ત્યારે ચિત્તમાં કોઈ પણ પ્રકારની ગ્લાનિને ભાવ ન જાગે, હર્ષવિભેર થઈને જ સઘળાં કામ કર્યા કરો. ખૂબ ઠાઠ માઠથી માંસ મદિરા આદિને ઉપયોગ કરો. જ્યારે જ્યારે સૂર્ય ચન્દ્ર પર રાહનું આક્રમણ થાય—ચન્દ્ર કે સૂર્ય ગ્રહણ થાય ત્યારે પિતાના જીવન આદિની રક્ષાને માટે કૌતુક, વિજ્ઞાપન, શાંતિકર્મ આદિ સલ્ફ અવશ્ય કરે. કાલીકા આદિ દેવીને પ્રસન્ન કરવા માટે ઘણું આનંદ પૂર્વક લેટથી પિતાના મસ્તક જેવો આકાર બનાવીને તેમને બલિ આપ્યા કરે, તથા પશુઓનું બલિદાન પણ આપે, અને આ બલિ અર્પતી વખતે ખૂબ ઉત્સવ મનાવો. તેમની આરતી ઉતારો, તે ઉત્સવમાં ઈચ્છાનુસાર વિવિધ ઔષધિયોને, વાજીક. રણ આદિ દવાઓને, ભસ્યાન્નપાન, ફૂલની માળાઓને અને અનલેપનોનો ખૂબ ઉપયોગ કરો. માનવ જીવનને આ સમય વારંવાર થડે જ મલે છે? જ્યારે અશુભસૂચક ધૂમકેતુ આદિ ગ્રહ દેખાય ખરાબ સ્વપ્નાં આવે, ખરાબ
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૧૦૬