________________
૧૪.
અધ્યયન ૧, ૩. ૩
मूलम्- सुध्धे अपावए आया, इह मेगेसिमाहियं ।
पुणो किड्डापटोसेणं, सो तत्थ अवरज्झई ॥११॥ અર્થ : ઐરાશિકવાદ-ગોશલક મત કહે છે કે આ આત્મા શુદ્ધ અને પાપરહિત છે. તે પણ
રાગદ્વેષના કારણે તેમાં જ બધાઈ જાય છે. मूलम्- इह संवुडे मुणीजाए, पच्छाहोइ अपावए ।
वियंडबु जहा भुज्जो. नीरयं सरयं तहा ॥१२॥ અર્થ : આ મનુષ્યભવમાં જે જીવ સંયમ વિગેરેમાં પ્રવૃત્તિ કરનારા મુનિ બને છે પછી પાપરહિત
(કમરહિત) થાય છે જેવી રીતે નિર્મળ પાણી ફરીથી ગંદુ થઈ જાય છે. તેવી રીતે આત્મા ફરી મલિન બને છે. ટિપ્પણ: નિર્મળ જળ વાવાઝોડાના કારણે મલીન બની જાય છેતેમ નિર્મળ આત્મા પણ
રાગદ્વેષના કારણે મલિન થાય છે. આ માન્યતા અન્યદર્શનીની છે વીતરાગના માર્ગમાં કમરહિત થઈ જતાં ફરી સસારમાં આવતાં નથી સંસાર પરિભ્રમણ
ટળી જાય છે. मूलम्- एयाणुवीइ मेहावी, वंभचरे ण ते वसे ।
पुढो पावाउया सव्वे, अक्खायारो सयं सयं ।।१३।। અર્થ : બુદ્ધિવાન મનુષ્ય પૂર્વોક્ત વિષયોમાં વિચાર કરીને આ પ્રકારે નિશ્ચય કરે કે તેઓ અન્ય
તીથીઓ બ્રહ્મચર્યમાં સ્થિત નથી. તેઓ સે અલગ અલગ પિતાના સિદ્ધાંતને શુભ કહેનારા છે (પરંતુ આચારેનું પાલન કરતા નથી.) તેથી તત્ત્વજ્ઞ પુરૂષોએ તેના કથનપર આસ્થા
રાખવી ન જોઈએ मूलम्- सए सए उवट्ठाण, सिध्धि मेव न अन्नहा ।
अहो इहेव वसवत्ती सव्वकामसमप्पिए ॥१४॥ અર્થ : (કૃતવાદીવ) પિતતાનાં અનુષ્ઠાનમાં જ સિદ્ધિને પ્રાપ્ત કરે છે. પરંતુ અન્ય પ્રકારમાં
સિદ્ધિ પ્રાપ્ત થતી નથી એક્ષપ્રાપ્તિની પૂર્વે આ જન્મમાં જ જીતેન્દ્રિય થવું જોઈએ.
તેની સર્વકામના સિદ્ધ થાય છે. मूलम्- सिध्धा य ते अरोगा य, इहमेगेसिमाहियं ।
सिध्धि मेव पुरोकाउं, सासए गढिया नरा ॥१५॥ અર્થ : કોઈ એક મતવાળાનું કથન છે કે અમારા દર્શનથી જ જેઓ સિદ્ધિને પ્રાપ્ત કરે છે તેઓ
નિરોગી હોય છે આ પ્રકારે કહેવાવાળા મનુષ્ય સિદ્ધને સામે રાખી પિતાના દર્શનમાં
આસકત બને છે. मूलम्- असंवुडा अणादीयं, भििहति पुणो पुणो ।
कप्पकालमुवज्जति, आसुरकिदिवसिया ॥१६॥ त्ति बेमि ॥ અર્થ : ઈદ્રિયવશ બનેલા લોકે આ અનંત સંસારમાં વાર વાર પ્રરિભ્રમણ કરશે અથવા ઘણું સમય સુધી અસુર સ્થાનમાં કિવીષિક દેવપણે ઉત્પન્ન થશે એમ હું કહું છું.
इति प्रथमाध्ययने तृतीय उद्देशकः