________________
અભયકુમાર ચરિત્ર
૨૬ કર્યું. અથવા હું અહીં શું કરી શકું? જે કામદેવથી હણાયેલો છે તે આ હણાયેલો જ છે. અર્થાત્ કામદેવથી પરાભવ પામેલો જીવ સર્વથી પરાભવ પામેલો છે. ૬૫. તો પણ સુસેનાની પુત્રીના રક્ષણ માટે શ્રેણિકને સોપું કેમકે કેટલાક વિવેક વગરના જીવો શત્રુના સંતાન ઉપર પણ વૈરભાવને રાખે છે. દ૬. વિદ્યાધરે થાપણની જેમ શ્રેણિકને કન્યા સોંપી દીધી. હે રાજનું! તું આનું સર્વ રીતે યોગક્ષેમ કરજે આ તારી બહેનની પુત્રી છે. ૬૭. પછી શ્રેણિકના ઘરે રહેતી તે મેરુપર્વત ઉપર રહેલી કલ્પલતા વૃદ્ધિ પામે તેમ મોટી થઈ. તે વખતે શ્રેણિક રાજાએ આ પ્રમાણે વિચાર્યું કે મારી પુત્રી અભયને પરણાવવી કહ્યું નહીં. ૬૮. તેથી અસીમ લાવણ્ય અને સૌંદર્યના ભંડાર સુસેના પુત્રી અભયને આપું. અનુરૂપ અને સુરૂપ દંપતિનો વિવાહ કરતા મને કીર્તિ પ્રાપ્ત થશે. (૬૯)
પછી શ્રેણિક રાજાએ નિરંતર શાસ્ત્રના અભ્યાસમાં લીન જ્યોતિર્વિદને વિવાહનું લગ્ન પૂછ્યું. ૭૦. ક્ષણમાત્ર સમ્ય વિચારણા કરીને રાજાને જણાવ્યું: હે રાજન! અત્યારે ઉત્તમ વૃષભ લગ્ન પ્રવર્તે છે. તેમાં લગ્નભાવમાં ગુરુ છે, બીજા ભાવમાં ચંદ્ર છે. ત્રીજા ભાવમાં શનિ અને રાહુ છે. ચોથા ભાવમાં શુક્ર છે. મંગળ છઠ્ઠા ભાવમાં છે. બુધ દશમાં ભાવમાં છે. અગિયારમાં ભાવમાં સૂર્ય છે. આથી પ્રમોદ સંપત્તિ આરોગ્ય અને સંતાનની વૃદ્ધિ કરનારું લગ્ન છે. ૭ર. રાજાએ તેની વસ્ત્રાદિથી પૂજા કરી કારણ કે સર્વજીવો વિદ્યાનું બહુમાન કરે જ છે. પછી રાજાના આદેશથી પ્રધાનોએ લગ્નની સામગ્રી એકઠી કરાવવાનો આરંભ કર્યો. ૭૩. ધવલ ગૃહોને લીંપાવી દરવાજા ઉપર તોરણો બંધાવ્યા અને લીલા પાંદડાઓની માળાઓ તથા ભાતભાતના ચંદરવાઓ બંધાવ્યા. ૭૪. સારી હસ્તકળાના જાણકાર ચિત્રકારોએ ત્રણ જગતને આશ્ચર્ય કરે એવા ચિત્રોનું આલેખન કર્યું. અનેક સુવસ્ત્રોની રાશિઓ, નાગરવેલના પાન સહિત સોપારીના ઢેર ખરીદવામાં આવ્યા. ૭૫. સુવર્ણકારોએ મણિમય આભૂષણો બનાવ્યા. માળીઓએ સુંદર માળાઓ ગૂંથી. લોકોએ ઉદાર વેશને ધારણ કર્યા. ૭૬. નગરના લોકોને નિમંત્રણ કરીને મંડપની અંદર ઉત્તમ ગાદલાના આસનો ઉપર બેસાડીને વિશાળ ભાજનોમાં ઈચ્છા મુજબનું ભોજન ક્રમથી પીરસે છે. તે આ પ્રમાણે– ૭૭.
- સૌ પ્રથમ અખરોટ, ખજૂર, નાળિયેર, દ્રાક્ષ, કેરી, રાયણ, દાડમ વગેરે અને જંબીર કેળા નારંગી ખજૂરિકા વગેરે મુખ્ય ફળો પીરસે છે. પછી કાકડી, તુંબડી, કોળું, સૂંઠ, હરડે વગેરે અને બીજા ઘણાં ચાટણો, અનેક પ્રકારના શાક, વડા, નવી કેરી (કાચી કેરી) પાકેલી આંબલીથી સહિત કરંબદા વગેરે પીરસે છે. પછી સુંગધિ ભાત, મગનું પાણી, સારા વર્ણવાળું તાજું ઘી, આનંદ અને સુખકારક લાડુ સહિત સુગંધી ખંડખાધ, ખાંડ અને સુચૂર્ણથી ભરપૂર સારા ખાખડા, કપૂર મિશ્રિત ઘેબર, સન્માંડા, ખીર, કઢેલું દૂધ અને અતિશય નરમ લાપસી, તથા સ્વાદિષ્ટ મજેદાર દહીં, સારી રીતે સંસ્કાર કરેલ ઘટ ઘોળ પીરસે છે. આ પ્રમાણે ભોજન કરાવી, સુચંદનનું વિલેપન કરીને લોકોને તાંબૂલથી સત્કાર કર્યો. ૮૨. નગરના લોકો તેવી રીતે બહુમાન કરાયા જેથી તેઓ આ પ્રમાણે વિચારવા લાગ્યા. આ રાજાના મહેલમાં શું પર્વો નિત્ય નહીં ઉજવાતા હોય? ૮૩. તે વખત અક્ષત પાત્રો આવે છે, સારા પોશાક પહેરેલી સેંકડો સ્ત્રીઓ નૃત્ય કરે છે, સારા કંઠવાળી સ્ત્રીઓ મધુર ગીત ગાય છે. હર્ષિત થયેલ ભટ, ચટ્ટ અને વંઠો કૂદે છે. ૮૪.
બીજું બધું કામ પડતું મૂકીને નિયુક્ત પુરુષોએ સારા મંડપને તૈયાર કર્યો. આકાશમાં વાદળની જેમ તે મંડપમાં વિવિધ વર્ણવાળા ચંદરવા શોભ્યા. ૮૫. શું રાજાની કીર્તિ ઊર્ધ્વગામી ન બની હોય તેમ સૂચવતી ઊંચે લટકતી મોતીની માળાઓ શોભી. સ્થાને સ્થાને મણિઓના સમૂહથી ભરેલા તોરણો તે મંડપમાં ચારે