________________
સર્ગ-૨
૨૫
સંપત્તિને પામેલી હોવા છતાં કુલીન સ્ત્રીઓ સદાચારને છોડતી નથી. ૪૫. સાસુઓએ બહુમાનપૂર્વક આશિષ આપી કે સૂર્ય, ચંદ્ર અને તારા સુધી જીવ, પોતાના પતિને પ્રિય થા, સૌભાગ્યવંતી થા અને પુત્રવતીઓને જીતનારી થા. અર્થાત્ ઉત્તમ પુત્રોવાળી થા. ૪૬. હે વત્સ અભય ! હાથીની જેમ તું યૂથનો અધિપતિ થા, રાજ્યને મેળવ અને ચિરકાળ જીવ. અહીં સમૃદ્ધિ થાય તે વૃદ્ધોના આશિષથી થાય છે. કૃપાદશા નો મિપત્યવૃદ્ધિ: કૃપા દૃષ્ટિથી શું સંતાનની વૃદ્ધિ થતી નથી ? અર્થાત્ થાય છે. ૪૭. રાજાએ સુગુણોથી સમૃદ્ધ નંદાને પૂર્વની સુંદરીઓમાં અગ્રેસર કરી. રૂપના સારવાળી તે સુકુલમાં જન્મ પામેલી રાજાની પ્રથમ સ્ત્રી, વીરની માતા થઈ. ૪૮.
આ બાજુ કોઈ વિદ્યાધર રાજા સાથે શ્રેણિક રાજાની પરમ મૈત્રી થઈ. શું ક્યારેય શિયાળની સાથે સિંહની મૈત્રી થાય ? ૪૯. મૈત્રીની સ્થિરતા માટે રાજાએ પોતાની સુસેના બહેનને વિદ્યાધરની સાથે પરણાવી. વૃક્ષોની ઘેઘુરતા પણ તેની માવજત કર્યા વિના લાંબો કાળ ટકતી નથી. ૫૦. શ્રેણિકે બહેનના પતિ વિદ્યાધરને આ પ્રમાણે કહ્યું: હે મિત્ર ! તું મારા બહેન પ્રત્યે ભદ્ર આચરણ કરજે, સ્વપ્નમાં પણ તું આનું વિપ્રિય ન કરીશ. હું તારી ઉપર મૂર્તિમંત મૈત્રી રાખું છું. ૫૧. વિધાધરે તેનું વચન સ્વીકાર્યું કારણ કે સ્વજનોની મૈત્રી ઉભયપક્ષથી શોભે છે. આશ્ચર્યચકિત વિનયના એક ધામ એવો વિધાધર તેને વિમાનમાં બેસાડીને નગરીમાં ગયો. પર. સૌભાગ્ય, માધુર્ય, સુરૂપ વગેરે ગુણોને ધરનારી સુસેના વિદ્યાધરને પ્રિય થઈ. પુત્રી માટે જમાઈને ઘણી ભલામણ કરાય પરંતુ ખરેખર (વાસ્તવમાં તો) પુત્રીના ગુણોથી ભલામણ કરાય છે અર્થાત્ પુત્રીમાં ગુણો ન હોય તો જમાઈને કરેલી સર્વ ભલામણ નિષ્ફળ છે. ૫૩. તેના અસાધારણ ગુણોથી હર્ષ પામેલ વિદ્યાધરે તેને પટ્ટરાણીપદ આપ્યું. વિશેષને જાણનારા કૃતજ્ઞો હંમેશા જ ગુણને અનુરૂપ પદવી આપે છે. ૫૪. પતિની સાથે ધર્મ-અર્થના સરવાળા વિષય સુખોને અનુભવતા કેટલોક કાળ ગયા પછી સરોવરમાં જેમ કમલિની ઉત્પન્ન થાય તેમ આને પુત્રી થઈ. ૫૫. જેમ સીતાની શોક્ય સ્ત્રીઓએ સીતા ઉપર પ્રકોપ કર્યો હતો તેમ સુસેના ઉપર પતિનો સૌથી વધારે સ્નેહ છે એવું જાણીને બાકીની અંતઃપુરની સ્ત્રીઓએ ઈર્ષ્યા કરી. ૫૬. આ ભૂચરપુત્રી સુસેનાએ વિધાધર પતિને એવી રીતે અનુકૂળ કર્યો જેથી બીજી કોઈપણ તેની સાથે વાત કરવા સમર્થ ન થઈ. તેથી આપણે કેવી રીતે જીવવું એમ વિમાસણમાં પડી. ૫૭. અહાહા ! આ ભૂચર સ્ત્રીએ વિધાધર પુત્રી અમારો અતિશય પરાભવ કર્યો ખરેખર વરાકડી એવી બગલીએ રાજહંસોની માથે પગ મૂક્યો છે. ૫૮. ઉગ્ર વિષધરને પકડવાની ઈચ્છા સારી, હંમેશા પણ પારકા ઘરે ભિક્ષા માગવી સારી, પોતાથી હીનકક્ષાના પુરુષના વચનો સહન કરવા સારા, તરસની સાથે ભૂખને સહન કરવી સારી, મહાંતક કષ્ટમાં પડવું સારું, વિભૂષાથી રહિત શરીર સારું, ભયંકર અટવીમાં વાસ કરવો સારો પણ શોક્ય પરાભવ પામેલ આપણે વિલાસ કરવા સારા નથી. ૬૦. તેથી શોક્યનો વ્યાધિ જયાં સુધી નાનો છે ત્યાં સુધીમાં છેદી નાખવો સારો પુત્રના જન્મરૂપ વૃક્ષ થશે તો છેદવો દુષ્કર થશે. પછી ઘણી યુક્તિઓથી અપશબ્દ દૂર નહીં કરી શકાય તેમ આ વ્યાધિ દૂર નહીં કરી શકાય. ૬૧. ઊંડા મૂળ નાખી ગયેલ વૃક્ષને મૂળથી ઉખેડી નાખવું શકય નથી. સ્થિતિના ભારેપણામાં અર્થાત્ ભારે સ્થિતિ હોય ત્યારે ભવ્ય જીવો પણ મોહનીય કર્મની ગાંઠને ભેદી શકતા નથી. ૬૨. નિર્દય બનેલી શોક્યોએ આને વિષ આપીને મારી નાખી. સર્વ વૈરોને ટપી જાય એવા શોક્યના વૈરને શું કંઈ અકરણીય નથી ? ૬૩. તેઓના અણછાજતા ચરિત્રને જોઈને ખેચરેન્દ્રે વિચાર્યુ કે કામાતુર જીવો પરલોકના અપાયને વિચાર્યા વિના જ પાપને આચરે છે. ૬૪. મહામોહને વશ થયેલી આ સ્ત્રીઓએ ચાંડાલણીની જેમ નિષ્ઠુર કર્મ