Book Title: Nijanandno Nishkarsh
Author(s): Muktidarshanvijay
Publisher: Muktidarshanvijay
Catalog link: https://jainqq.org/explore/036061/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નિજાનંદનો નિષ્કર્ષ પં. મુક્તિદર્શન વિજય Page #2 -------------------------------------------------------------------------- ________________ માલ ભરતી વખતે જ વિચાર કરવો ! વિયારો જે હિતકારી તે ભરવા... આર્થિક સૌમદાન પાલનપુરનિવાસી ૧) શ્રીમતી શકુન્તલાબેન રજનીકાન્ત મહેતા તથા પાલનપુરનિવાસી શ્રીમતી સ્નેહાબેન કૌશિકભાઈ મહેતા ૨) હેમંતીબેન પુંડરીકભાઈ ઝવેરી હસ્તે દેવાંગ અને દેવીના ૩) એક સગૃહસ્થ ૪) એક ભાઈ તરફથી - માટુંગા Page #3 -------------------------------------------------------------------------- ________________ દર્શન 61 શાસ્ત્ર આત્મવિકાસ ત્મધર્મ & 2||||| SloA ઉપાસના ભાત વિજાણંદનો નિષ્કર્ષ પં. મુક્તિદર્શન વિજય માયા વ્યવહાર સખ Page #4 -------------------------------------------------------------------------- ________________ અમારો આરઝૂ અધ્યાત્મયોગી પંન્યાસ પ્રવરશ્રી મુક્તિદર્શનવિજયજીએ છેલ્લાં ચારેક વર્ષથી મુંબઈની આમજનતાના કલ્યાણાર્થે એમની જ્ઞાનગંગાને વહેતી મૂકી છે. કેટલાંક જ્ઞાનપિપાસુ પ્રબુદ્ધ શ્રોતાઓએ, એ જ્ઞાનગંગાને પોતાની શબ્દપોથીમાં ઝીલી લીધી છે. એ જ્ઞાનગંગાના ગંગાજલનું આચમન “પરમપદદાયી આનંદઘનપદ રેહ' પુસ્તકમાં કરાવવામાં આવ્યું જ છે. એજ પ્રમાણે તેઓશ્રીનું આગામી પ્રકાશન “હૃદયનયન નિહાળે જગધણી'' જે યોગીરાજ આનંદઘનજી મહારાજાની સ્તવન ચોવીસીનું હૃદયસ્પર્શી વિષદ્ વિવરણ છે; એમાં પણ પુસ્તકના પ્રત્યેક પાનાની સજાવટ વિચારણીય વિચારોથી કરવાની ભાવના રાખી છે. એ માટે થઈને બીજાં કેટલાંક સદ્વિકલ્પો કે પ્રવચનપરાગ છે; જે જિનવાણીનું ઝવેરાત છે, જે આત્માને ચમકાવનારા, વીજળીના ઝબકારા જેવાં છે તે હૃદયભેદક Page #5 -------------------------------------------------------------------------- ________________ હૃદયોદ્ગારની એક યાદી બનાવવામાં આવી છે. આ યાદી કેટલાંક જિજ્ઞાસુના હાથે ચડી જતાં એમને ખૂબ ગમી ગઈ. એમને થયું કે...આપણે જે માણ્યું છે તે સહુ માણે!' ચાલો ત્યારે એને સહુના ભાણે પીરસિયે! ગમતાનો કરીએ ગુલાલ ! કવિશ્રી કલાપી પણ કહે છે... “જે માણ્યું એનું સ્મરણ કરવું એય છે એક લ્હાણું.” એ સદ્ભાવના પરિપાક રૂપે જે નિર્માણ થયેલ છે, તે આ ‘નિજાનંદનો નિષ્કર્ષ''; આપના કરકમલમાં અર્પિત કરવામાં આવે છે. આપ એ પ્રસાદના પ્રભાવને જીવનમાં અનુભવો .! માણેલાનું સ્મરણ કરો ! એને વિચારો ! વાગોળો! હૃદયમાં ટંકોત્કીર્ણ કરી હૃદયને ઉજમાળો ! આશા છે આપ આ પીરસાયેલ વાનગીને આરોગશો અને હૃદયની તૃપ્તિને અનુભવશો ! આપ એને જરૂર માણશો, માનશો, સ્મરશો અને આદરશો ! બધું જ કાંઈ બધાંને સમજાઈ જાય એવું નથી હોતું કારણકે આ સિંધુની બિંદુરૂપ ઝલક છે. આ હૃદયસ્પર્શી હૃદયવાણી છે, વેધક વીતરાગવાણી છે, શબ્દવેધી શબ્દ બાણ છે, તેથી જે ન સમજાય, તે ગુરૂગમથી સમજી લેવા પ્રયત્નશીલ રહેશો. સમજશો તો સદ્દહશો ! સહશો તો પરિણમાવશો અને પરિણમાવશો તો શાશ્વત સુખના સદાને માટે ભોક્તા બનશો. એજ અમારી આરઝૂ !!! સુભાષિતોનું વિષયવાર વર્ગીકરણ કરવાના કારણે જે પુનરોક્તિ થઈ છે, તેને ઔષધિને અપાયેલા પૂટરૂપ ગણી ક્ષેતવ્ય લેખશો. સૂર્યવદનભાઈ ઝવેરી • ઉમશેભાઈ સંઘવી પીયુષભાઈ શાહ જય જિનેન્દ્ર સહ સાદર પ્રણામ ! Page #6 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પન્નાલાલ ચુનીલાલ શાહ ઋણ રમણ જેમના અસીમ ઉપકારથી આ સંસાસમાં સંસ્કારયુક્ત માનવપણું પામ્યો અને ગુરુભાતા ભાઈશ્રી કિરીટભાઈએ પરિવારની જવાબદારી સંભાળી લેતાં દેવોને પણ દુર્લભ એવું સંયમ પામ્યો. એ ઉપકારી માતા-પિતાના ઉપકારની સહેજાસહેજ યાદ આવતાં ઋણ રસ્મરણાર્થે “નિજાનંદનો નિષ્કર્ષ' સાદર અર્પણ. પં. મુક્તિદર્શન વિજય સ્વ. શાન્તાબેન પન્નાલાલ શાહ Page #7 -------------------------------------------------------------------------- ________________ ક્રમ વિષય અનુક્રમણિકા પાન ક્રમાંક ૧. દર્શન-જ્ઞાન-ચારિત્ર ૧ થી ૩૪ ૨. આત્મા ૩૫ થી ૪૪ ૩. આત્મવિકાસ અને આત્મઘર્મ ૪૫ થી ૫૦ ૪. સાધના ૫૧ થી ૧૩૨ ૫. ઉપાસના-મક્તિ ૧૩૩ થી ૧૩૬ ૬. નિશ્ચય-વ્યવહાર ૧૩૭ થી ૧૫૮ ૭. સુખ-દુઃખ ૧૫૯ થી ૧૬૩ Page #8 -------------------------------------------------------------------------- ________________ દર્શન જ્ઞાન ચા Page #9 -------------------------------------------------------------------------- ________________ દર્શન-જ્ઞાન-ચારિત્ર • જ્ઞાન અલ્પ ચાલે પણ શ્રદ્ધા તો પૂર્ણ જ જોઈએ. • જ્ઞાની તો મુક્ત રહીને, મુક્ત રાખીને, મુક્તપણે મુક્તિની જ વાતો કરે. • - જ્યાં ગુણની સહજતા-સરળતા-સાતત્ય ત્યાં ગુણકાર્યની વ્યાપકતા. ગુણનું પ્રવર્તન સતત-સરળ-સહજ થવું તેજ કેવળજ્ઞાનનું પ્રગટીકરણ. • અજ્ઞાન પરપદાર્થમાં સુખ બતાડે-સમજાવે, જ્યારે અવિરતિ પરપદાર્થમાં સુખ લગાડે-ગમાડે. નિજાનંદનો નિષ્કર્ષ ૨ Page #10 -------------------------------------------------------------------------- ________________ • અજ્ઞાન વસ્તુસ્વરૂપને ઊંધું બતાડે-ઊંધું સમજાવે-ઊંધી દિશા પકડાવે ભ્રમિત કરે. - જણાવું એ જ્ઞાનક્રિયા છે પણ જણાયા છતાં કશું ન થવું તે વીતરાગતા છે. • જ્ઞાન અધુરું-અપૂર્ણ ચાલે પણ જ્ઞાન અવળું-ઊંધું-ખોટું-મલિન હોય તે ન ચાલે. • જ્ઞાનમાં મલિનતા દર્શન મોહનીય કર્મના ઉદયને સૂચવે છે. • જ્ઞાનનો સમ્યગ્ ઉઘાડ એ જ ધર્મ. પુણ્યનો બંધ એ ધર્મ નથી પણ શુભક્રિયાનું ફળ છે. • સંસાર ખોટી-અવળી માન્યતાથી ઊભો થાય છે કેમકે જીવની માન્યતા એક પ્રકારનો પર્યાય છે. માટે સંસાર પર્યાયમાં છે. ♦ માન્યતા-શ્રદ્ધા-દર્શન વગરનો જીવ કોઇ કાળે હોય નહિ. . ઉપયોગથી ઉપયોગને પકડીને ઉપયોગમાં રહીએ તો ઉપયોગવંત થઇએ. ૩ દર્શન-જ્ઞાન-ચારિત્ર Page #11 -------------------------------------------------------------------------- ________________ . પોતાના જ્ઞાનને જ પોતાનું શેય બનાવી, શાતા પોતે પોતાના જ્ઞાનમાં સમાઈ જાય તે મોક્ષ છે. • જ્ઞાનમાંથી શાયકનું છૂટી જવું એ જ્ઞાતાનો મોટામાં મોટો અપરાધ છે. • આકાશ જો લોકાલોક વ્યાપક છે તો જ્ઞાન લોકાલોક પ્રકાશક છે. • . આકાશ જો ક્ષેત્રથી વ્યાપક છે, તો આત્મા સર્વ પ્રકાશક હોવાના નાતે જ્ઞાનથી સર્વ વ્યાપક છે. જ્ઞાનત્વનો અભાવ એ અજ્ઞાન નહિ પણ જ્ઞાનની વિકૃતિ તે અજ્ઞાન છે. • પ્રકૃતિને એટલેકે સ્વભાવને સમજે તો વિકૃતિ-વિભાવ સમજાય જાય. પરક્ષેત્રે જ્ઞાન જાણે અને સ્વ ક્ષેત્રે વેદે. જ્ઞાન જાણે તે પણ પાછું અપ્રયાસ-સહજપણે જાણે, સ્વાધીનપણે જાણે, વીતરાગ-અવિકારી ભાવે જાણે, અક્રમથી પૂર્ણપણે જાણે. નિજાનંદનો નિષ્કર્ષ ૪ Page #12 -------------------------------------------------------------------------- ________________ . બોધ મળે પણ બોધિ નહિ મળે ત્યાં સુધી પ્રગતિ નહિ થાય. • સાચા ખોટામાં વિવેક હોય જ્યારે નિંદા-પ્રસંશા, પ્રતિકૂળતા-અનુકૂળતા, સારા-નરસામાં સમભાવ હોય. • સ્વપ્ન બુદ્ધિ એ ભ્રમિત સાંશયિક બુદ્ધિ છે. જાગૃત બુદ્ધિ એ નિઃશંક બુદ્ધિ છે. વિજ્ઞાનીનું જગતદર્શન બૌદ્ધિક સ્તરે, અનુભૂતિસંપન્ન વ્યક્તિના દર્શન જેવું હોવા છતાં વિજ્ઞાનીને એનો અનુભવ નથી હોતો. • જ્ઞાનના પ્રમાણની નહિ પણ જ્ઞાનની અસરની કિંમત મોટી છે. • ફળ પરથી ઝાડ ઓળખાય છે, એમ કાર્યથી કારણનું મુલ્યાંકન થાય અને કારણમાં કાર્યનો ઉપચાર થાય. • જે જે થતો પ્રાપ્ત ઉપાધિયોગ, બની રહો તે જ સમાધિયોગ. . દીવો પોતાના પ્રકાશથી વસ્તુને દેખાડે પણ વસ્તુરૂપ ન ૫ દર્શન-જ્ઞાન-ચારિત્ર Page #13 -------------------------------------------------------------------------- ________________ • થાય. એ જ રીતે કેવળજ્ઞાન જ્ઞેયને જાણે પણ શેયરૂપ નહિ થાય. પૂર્વગ્રહ આધારિત દર્શનથી જીવ વીતરાગતાથી દૂર જાય છે. • જ્ઞાનને જ્ઞાનમાં સમાવવાનું છે. G વિષયોનું આલંબન છોડી સ્વરૂપ પકડાય ત્યારે જ્ઞાન, જ્ઞાનમાં શમાય. વિકલ્પો અને વિકારો પેદા થવા તે જ્ઞાનની મલિનતા છે. નિર્વિકલ્પ સ્વરૂપ ઉપાદેય લાગવું જોઇએ. • જ્ઞાનપ્રધાન શૈલિમાં પદાર્થના સ્વરૂપનું મહત્વ છે. ટષ્ટિપ્રધાન શૈલિમાં પદાર્થને જોવાની દૃષ્ટિની મહત્તા છે. 19. • જ્ઞાન ઉપર દૃષ્ટિ જાય તો ઉપયોગમાં શાંતિ અનુભવાય. . અધ્યાત્મમાર્ગ દૃષ્ટિ પરિવર્તનના પાયા ઉપર સ્થિત છે. વિવેક એ સમ્યક્ત્વનો વિષય છે. સામર્થ્ય એ ચારિત્રનો વિષય છે. અધ્યાત્મ એટલે જાત તપાસ સ્વશોધન ! SELF - INTROSPECTION. નિજાનંદનો નિષ્કર્ષ ૬ Page #14 -------------------------------------------------------------------------- ________________ . મેં જાણ્યું છે કે હું મને જાણતો નથી ત્યાં સુધી કશું જાણતો નથી. • મારા અજ્ઞાનને ઓળખવા જેટલું જ્ઞાન પણ મને નથી. • ઉપયોગનો અંતરાભિમુખ અભિગમ તે જ્ઞાનધારા. • જ્ઞાનધારા અને યોગધારા અથવા જ્ઞાનધારા અને કર્મધારા બંને જ્યારે છૂટા પડી જાય છે ત્યારે જ્ઞાન તૈલવન્ધારાએ પ્રવહે છે. અને તે જ સમ્યગ્દર્શન છે. અવિનાશીમાં આત્મિક બુદ્ધિ કે શ્રદ્ધા થવા નહિ દે અને વિનાશીમાં જ અવિનાશી બુદ્ધિએ પ્રવર્તાવે તેજ નૈશ્ચયિક મિથ્યાત્વ છે. વાસ્તવિક અજ્ઞાન છે. સંસારના સુખને સારું માનવામાં સમસ્ત સંસારની અનુમોદના થાય છે; તે મિથ્યાત્વ જ છે. જ્ઞાનને મુલાયમ રાખો ! દૃષ્ટિને સ્વચ્છ રાખો ! દૃષ્ટિ સ્યાદ્વાદમય હશે તો જ્ઞાન મુલાયમ રહેશે. આગ્રહ- હઠાગ્રહ-દુરાગ્રહ-કદાગ્રહથી મુક્ત નિરાગ્રહી બનાશે તો પછી વાણીમાં વ્યક્તતા-વિધ્યર્થતા હશે પણ ઉપદેશકતા-આદેશકતા-આજ્ઞાર્થતા નહિ રહે. ૭ દર્શન-જ્ઞાન-ચારિત્ર Page #15 -------------------------------------------------------------------------- ________________ . • સાધનાકાળમાં જ્ઞાનનો પર પ્રકાશ બંધ થઈ જવો જોઈએ અને સ્વપ્રકાશતા ઝળહળવી જોઇએ. સ્વ અસ્તિત્વની ખ્યાતિમાં જ પર અસ્તિત્વ પ્રકાશિત થઇ જાય છે કે જેવી રીતે દીપ પ્રકાશિત થતાં દીપપ્રકાશમાં દીપ સહિત અન્ય પર વસ્તુ પણ પ્રકાશિત થઇ જાય છે. જ્ઞાનસિદ્ધ થવું તે મોક્ષમાર્ગ છે અને જ્ઞાન જ્ઞાનમાં સમાય અર્થાત્ મતિજ્ઞાન કેવળજ્ઞાનમાં લય પામે તે મોક્ષ છે. જ્ઞાનનું જ્ઞાન કર ! જ્ઞાન સ્વરૂપને પકડીને જ્ઞાનને જાણે, તેણે જ્ઞાન જાણ્યું કહેવાય. • જે જાણનારું જ્ઞાન છે તે જાણનારને જાણે તે જ જ્ઞાન છે. નયો વસ્તુતત્ત્વનો આંશિક બોધ કરાવી ચરિતાર્થ થાય છે. પ્રમાણ વસ્તુતત્ત્વનો પૂર્ણ બોધ કરાવી ચરિતાર્થ થાય છે. • દર્શન મોહનીયનો ઉદય બહારમાં સુખ મનાવે છે અને ચારિત્ર મોહનીયનો ઉદય બહારના સુખને સારું લગાડે છે. નિજાનંદનો નિષ્કર્ષ ૮ Page #16 -------------------------------------------------------------------------- ________________ • મોહનીયના ઉદયથી મતિજ્ઞાનના ઉપયોગમાં આકુળતા- વ્યાકુળતા પેદા થાય છે. અશાતાવેદનીયના ઉદયથી શરીરમાં વિષમતા પેદા થાય છે. શરીરની વ્યાકુળતા અશાતાવેદનીય છે તો મનનો ખળભળાટ–વ્યાકુળતા મોહનીયકર્મ છે. • જ્ઞાન શક્તિ રૂપે ઓળખાય છે પણ જ્ઞાન રસરૂપ છે અને એમાંથી જ્ઞાનાનંદરસ નિષ્પન્ન થાય છે, તેની જાણ નથી. સ્વરૂપ તરફ ઢળેલું જ્ઞાન જ રસરૂપ બને છે. • સમ્યક્ત્વ એ દૃષ્ટિનો વિષય છે. આચરણનો વિષય નથી. • શ્રદ્ધા થાય ત્યાં પુરુષાર્થ થાય. શ્રદ્ધાનું બળ પુરુષાર્થને વેગ આપે છે. • સમ્યગ્દર્શનની પૂર્વમાં અને પશ્ચાતમાં સમતા હોય છે. સમ્યગ્દર્શનની પૂર્વેની સમતા સમ્યગ્દર્શન લાવનારી હોય છે અને સમ્યગ્દર્શન પશ્ચાતની સમતા સમરૂપતા- વીતરાગતા-કેવળદર્શન લાવનારી હોય છે. તેથી જ “ધા સમત્વ યોગ ઉચ્યતે।।” કહેલ છે. ૯ દર્શન-જ્ઞાન-ચારિત્ર Page #17 -------------------------------------------------------------------------- ________________ એજ પ્રમાણે સમ્યગ્દર્શનની પૂર્વમાં અને પશ્ચાતમાં જ્ઞાન હોય છે. સમ્યગ્દર્શન પૂર્વેનું જ્ઞાન સમ્યગ્નાન લાવનાર હોય છે અને સમ્યગ્દર્શનની પશ્ચાતનું જ્ઞાન કેવળજ્ઞાન લાવનાર હોય છે. કષાયોની હાનિ થતાં સમતા અનુભવાય છે પરંતુ નૈૠયિક સમ્યગ્દર્શન પ્રધાનપણે જ્ઞાનીનો વિષય હોવાથી અને વ્યવહારમાં તે દેખાવું-જણાવું મુશ્કેલ હોવાથી નૈશ્ચયિક સમ્યગ્દર્શન પામવા માટે જ્ઞાની સમતા ઉપર વધુ ભાર આપે છે. • શ્રદ્ધા વગરની બુદ્ધિ વેશ્યા છે અને બુદ્ધિ વગરની શ્રદ્ધા વધ્યા છે. બુદ્ધિ એ ચમાર કન્યા છે, શ્રદ્ધા એ રાજરાણી છે. • જ્ઞાન વસ્તુસ્વરૂપનો નિર્ણય કરી આપે. પછી તો શ્રદ્ધા થવી જોઇએ-નિશ્ચય થવો જોઈએ કે વસ્તુસ્વરૂપ આ જ છે. બીજું નથી. સત્તાએ ‘‘હું પરમાત્મ સ્વરૂપ જ છું !'' એવી દૃઢ શ્રદ્ધા થશે તો જ એ શ્રદ્ધાના બળે અંતર્ગત પ્રરછન્નપણે રહેલ પરમાત્મસ્વરૂપનો પર્યાયમાં પ્રગટીકરણનો પુરુષાર્થ કરી શકાશે. નિજાનંદનો નિષ્કર્ષ ૧૦ Page #18 -------------------------------------------------------------------------- ________________ . • માત્ર જાણકારી એ કાંઇ અધ્યાત્મ નથી. અધ્યાત્મનો વિષય તો અનુભૂતિ છે અને તે અંતિમ પ્રમાણ છે. • દર્શન મોહનીયના ક્ષયોપશમથી નમ્રતા, સરળતા પ્રગટે છે. ચારિત્ર મોહનીયના ક્ષયોપશમથી સંકલ્પબળ પ્રગટે છે. યોગ્ય આત્માની ઉપેક્ષા કરાય નહિ અને અયોગ્યને ધર્મ પમાડવાની ઉતાવળ કરાય નહિ; એવો વિવેક મહાત્માઓએ રાખવો જોઈએ. અને ત્રણેય યોગની સ્થિરતા ચારિત્રની શ્રેષ્ઠતા છે. • સમજ્યા તે સમાયા. સમજણ આવવાથી જણવાનું શમી ગયું. આત્મામાંથી નીકળેલું આત્મજ્ઞાન આત્મામાં સમાઈ જવું જોઈએ. વેદન ત્યાં વિકલ્પ નહિ અને વિકલ્પ ત્યાં વેદન નહિ. જીભને આસ્વાદન અનુભવન સમયે ઉચ્ચરણ નથી હોતું. નિરપેક્ષ તત્ત્વને પકડવા નિરપેક્ષ ભાવ તરફ ઉપયોગ જવો જોઈએ. ૧૧ દર્શન-જ્ઞાન-ચારિત્ર Page #19 -------------------------------------------------------------------------- ________________ ૭ છે . . • ઉપયોગને સઘન બનાવ્યા વિના અને જે બનવું છે ત્યાં ઉપયોગબળને વાળ્યા વિના કાર્ય પ્રતિ ગતિ નહિ થાય. સ્વરૂપબોધ નય સાપેક્ષ છે પણ સ્વરૂપપ્રાપ્તિ નય નિરપેક્ષ છે. વસ્તુનો યથાર્થ બોધ અને વસ્તુનો યથાર્થ ઉપયોગ એ ધર્મ છે. બુદ્ધિમાં સ્યાદ્વાદ ન આવે ત્યાં સુધી ધર્મ સમજાય નહિ અને ધર્મ થાય નહિ. ધર્મની ઓળખ ભેદથી થાય પણ ધર્મની પ્રાપ્તિ અભેદથી થાય. પરપદાર્થ સાથેનું એકત્વ એ મિથ્યાત્વ છે અને મમત્વ એ ચારિત્ર મોહનીયનો ઉદય છે. દૃષ્ટિ અને જ્ઞાન કારણ છે કે જે કારણ, ચારિત્રરૂપ કાર્યમાં પરિણમે છે. દર્શન દષ્ટિપાત સાપેક્ષ છે તો સમજણ જ્ઞાન સાપેક્ષ છે. • આખા જગતને બુદ્ધિની વૃદ્ધિમાં રસ છે પણ બુદ્ધિની શુદ્ધિમાં રસ નથી. નિજાનંદનો નિષ્કર્ષ ૧૨ Page #20 -------------------------------------------------------------------------- ________________ . જ્ઞાનીને સારા કે ખરાબ બધા જ નિમિત્તો ઉપકારી લાગે છે કારણકે એના દ્વારા અંદરનો માલ ખાલી થતાં હળવો થાય છે. • ‘‘કર વિચાર તો પામ !’' આ સૂત્રનો મર્મ એ છે કે એક માત્ર આત્મા જ પામવા જેવો છે, તેથી એક માત્ર આત્માના જ વિચાર કરવા જેવાં છે અને તે વિચાર જ્ઞાનીપુરુષની આજ્ઞાનુસારના હોવા જોઈએ. સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન એ જાગરણના અંશો છે અને સભ્યશ્ચારિત્ર એ આચરણનો અંશ છે. જાગરણ આચરણમાં આવતાં અધ્યાત્મ બને છે. અધ્યાત્મની માંગ જ જાગરણપૂર્વકના આચરણની છે. • અઢારમું મિથ્યાત્વનું પાપ પુદ્દગલમાં આસક્તિ અને અભેદ કરાવે છે. પુદ્ગલને પોતાનું મનાવે છે એ મિથ્યાત્વ જો સમ્યકત્વમાં પરિવર્તન પામે તો બધાંય બાકીના સત્તરે પાપો ઉપર નિયંત્રણ આવે અને તેનો નિકાલ થતાં નિષ્પાપ થવાય. અજ્ઞાની નાટક કરે છે તેથી તેના સંસારનો અંત નથી આવતો. ૧૩ દર્શન-જ્ઞાન-ચારિત્ર Page #21 -------------------------------------------------------------------------- ________________ • જ્ઞાની નાટક જુએ છે તેથી તેના સંસારનો અંત 'THE END' આવે છે. પૂર્ણજ્ઞાનમાંથી પૂર્ણ આનંદ આવે. અપૂર્ણજ્ઞાનમાંથી અપૂર્ણ આનંદ આવે. • અજ્ઞાનીને રાગમાં સુખ દેખાય છે. જ્ઞાનીને રાગમાં દુઃખ દેખાય છે. • ગુરુગમ વિના દ્રવ્યદૃષ્ટિ સમજાય નહિ અને દ્રવ્યદૃષ્ટિ વિના સમ્યગ્દર્શન આવે નહિ. . બુધ્ધિ એ જ્ઞાનનો ક્ષયોપશમ છે. વૈરાગ્ય એ મોહનીયનો ક્ષયોપશમ છે. • જ્ઞાન જ્ઞાનમાં ઠરે તે જ્ઞાનનો સાર જે જ્ઞાનાનંદ છે. • જ્યાં સુધી દષ્ટિ નિમિત્ત તરફ રહેશે ત્યાં સુધી ઉપાદાન તૈયાર થાય નહિ. • જ્ઞાન સંપૂર્ણ પણે જ્ઞાનમાં સમાઈ જાય અને બહાર નીકળે નહિ તે કેવળજ્ઞાન છે. • માત્ર જાણકારી એ અધ્યાત્મનો વિષય નથી, પણ જે અનુભવ છે, તે અંતિમ પ્રમાણ છે. નિજાનંદનો નિષ્કર્ષ ૧૪ Page #22 -------------------------------------------------------------------------- ________________ . • વિવેકની ચરમસીમાએ પહોંચેલા આત્માનો અનુભવ પરમ પ્રામાણિક છે, જે અંતિમ છે. . બોધની સૂક્ષ્મતા એટલે બોધની અસરકારકતા ! દરેક વાતમાં આત્માનો પક્ષપાતી તે આત્મજ્ઞાની. જીવને દુઃખ આવે છે કર્મના ઉદયથી પણ દુઃખી થાય અજ્ઞાનથી. દુઃખમાં દુઃખી ન થવું તે જ્ઞાનદશા છે. • જ્ઞાનીને નિર્જરા હોય છે જ્યારે અજ્ઞાનીને બંધ હોય છે. • અજ્ઞાની સંયોગોનો સ્વીકાર ન કરતા સંયોગો ફેરવવાના ઉધામા કરે છે તેથી બંધાય છે. • જ્ઞાનની ખંડિતતાથી જ વિકલ્પો ઊભાં થાય. જ્ઞાનની ખંડિતતાનું કારણ જ્ઞાનની વિકારીતા છે. • જ્ઞાન અને રાગને પ્રજ્ઞા છીણી વડે છૂટા પાડી શકાય છે. • જ્ઞાનમાં શાંતરસ શીતળતા છે, તો રાગમાં અશાંતરસ તાપ, ઉકળાટ છે. ૧૫ દર્શન-જ્ઞાન-ચારિત્ર Page #23 -------------------------------------------------------------------------- ________________ • જ્ઞાન આત્માને શાંત બનાવે છે, તો રાગ આત્માને આકુળ-વ્યાકુળ કરે છે. • જ્ઞાનને અનંતા ગુણોની સહાય છે, તો રાગને અનંતા દોષોની સહાય છે. • જ્ઞાનમાં ડૂબવાથી નિશ્ચિંત, નિર્ભય બનાય છે, તો રાગમાં ડૂબવાથી ચિંતા-ભય આવે. . O શ્રેષ્ઠ સ્વાધ્યાય અનુપ્રેક્ષા છે. પરમાત્માએ પ્રરૂપેલ તત્ત્વનું સ્વરૂપ પકડાય તે અનુપ્રેક્ષા છે. • મન સહિત ઈન્દ્રિયો દ્વારા થતા જ્ઞાનના જ્ઞાતા બનવાનું છે. • બોધની નિર્વિકલ્પતા જ બોધની સૂક્ષ્મતા છે. • બુદ્ધિ એટલે જાણકારી અને સમજ એટલે સ્પર્શના. અજ્ઞાનને હટાવવું, જ્ઞાની થવું એજ એકમાત્ર આત્માને સુખી કરવાનો ઉપાય છે. • અજ્ઞાનાવસ્થામાં વિકૃત ચેતનનાનો ભોગવટો હોય છે જ્યારે જ્ઞાનાવસ્થામાં અવિકૃત ચેતનાનો ભોગવટો હોય છે. નિજાનંદનો નિષ્કર્ષ ૧૬ Page #24 -------------------------------------------------------------------------- ________________ . પરપદાર્થમાં પોતે જ જાતે દુઃખની અનુભૂતિ કરીશું તો જ જ્ઞાન સમ્યગ્ થશે અને પરથી છૂટી સ્વમાં ઠરાશે. ઉપયોગ જો ઉપયોગને જોતાં શીખે તો બાહ્ય અત્યંતર પર બધું ય અલોપ થઈ જાય એમ છે. • જ્ઞાન વિષયાકારે એટલે કે શેયાકારે પરિણમે છે તે જ સંસાર છે. • શ્રવણ, મનન અને ચિંતનના મંથનમાંથી નિદિધ્યાસનનું માખણ મળે. • જ્ઞાન અને આનંદ એક સિક્કાની બે બાજુ છે. • વાંચન કરતાં વેદનનો અનુભવ સારો, સાચો અને સ્થાયી હોય છે. • વિકલ્પો ઊભા થાય એ જ્ઞાનદશાની ખામી સૂચવે છે. • જ્ઞાન એ જ્ઞાનરસથી મહાન છે અને નહિ કે જ્ઞાનશક્તિથી! • શેયને જાણવા જતું જ્ઞાન જ્ઞાયકથી છૂટું પડે છે. વિવેક એ દર્શનનો વિષય છે જ્યારે આચરણ એ ચારિત્રનો વિષય છે. ૧૭ દર્શન-જ્ઞાન-ચારિત્ર Page #25 -------------------------------------------------------------------------- ________________ • અજ્ઞાની બધું કર્યા કરે જ્યારે જ્ઞાનીને બધું થયા કરે ! પુદ્ગલભાવોમાંથી જેનું કર્તૃત્વ નીકળી ગયું છે તેનું માનસ જ્ઞાનસિદ્ધિનું છે. • • કેવળજ્ઞાનીને સ્વક્ષેત્રે વેદન છે તો પરક્ષેત્રે પ્રકાશન છે. 0 . વર્ણન અને વેદન એકસાથે યુગપદ્ નહિ હોય. શેયો અનંત છે માટે જ્ઞાન અનંત છે. દશ્યો અનંત છે માટે દર્શન અનંત છે. અ) મનની આક્રમકતા એ રૌદ્રધ્યાન છે જ્યારે મનની અસ્થિરતા એ આર્તધ્યાન છે. બ) મનની સ્થિરતા એ ધર્મધ્યાન છે જ્યારે મનની અમનતા એ શુકલધ્યાન છે. જ્ઞાની તત્ત્વનું યથાર્થ પ્રતિપાદન કરે પણ એ માટે આગ્રહી ન બને. અસીમ તત્ત્વને સમજવા બુદ્ધિ સીમિત છે. • ભાવપ્રાણથી જીવે તે આત્મા જ્યારે દ્રવ્યપ્રાણથી જીવે તે જીવ. નિજાનંદનો નિષ્કર્ષ ૧૮ Page #26 -------------------------------------------------------------------------- ________________ G • વેદનાવેળાએ જ્ઞાનીને દેહ પાડોશી બની જાય છે અને ઉપયોગ જ્ઞાનમય થઈ જાય છે. જોનારો અને વેદનારો બે એક થાય, તે જ અનુભવ છે. ઉપયોગનું મુખ વૃત્તિ કે પ્રવૃત્તિ તરફ નહિ પણ સ્વરૂપ તરફ હોવું જોઈએ. પ્રવૃત્તિ બદલવા પૂર્વે સમજ બદલવી અત્યંત જરૂરી છે. સમજ બદલાતા સમજ અનુસારી પ્રવૃત્તિ આપોઆપ થવા માંડશે. • ભવિતવ્યતા સમજાય તો કરવાપણું જાય અને ઠરવાપણું થાય. હું જ જ્ઞાન ! હું જ શેય ! હું જ જ્ઞાતા ! એ ત્રણનું અભેદ પરિણમન તે જ સમ્યક્ત્વ ! • જ્ઞાનના વિસ્તારથી નહિ પણ જ્ઞાયકના જ્ઞાનમાં ઠરવાપણાથી સમકિત છે ! • અધ્યાત્મ ક્ષેત્રે જગતષ્ટિ કરતાં જ્ઞાયકષ્ટિનું મહાત્મ્ય છે. • જ્ઞાનીની હાજરી માત્રથી એનો પૂટ ચડતો જાય અને ૧૯ દર્શન-જ્ઞાન-ચારિત્ર Page #27 -------------------------------------------------------------------------- ________________ છે . ઉપાદાન શુદ્ધ થતું જાય ! • અજ્ઞાન ખેંચાઈ જાય તો સંસાર કડડભૂસ થઈ જાય. અજ્ઞાને કરીને બંધાયા છીએ તેથી જ્ઞાને કરીને જ છૂટાશે. જ્ઞાનીઓને મન પુણ્ય એ ધર્મ નથી પરંતુ સંવરપૂર્વકની નિર્જરા એ ધર્મ છે. • વિજ્ઞાનથી મોક્ષ છે. વિજ્ઞાન એટલે જ્ઞાનનો જ્ઞાનમાં લય અર્થાત્ જ્ઞાનનું જ્ઞાનમાં જ રહેવાપણું. અ) ચારિત્રમોહના ઉદયથી નિપજતા દોષો ક્રોધ-માન- માયા-લોભાદિ કષાયો છે. બ) દર્શન મોહનીયના ઉદયથી નિપજતા દોષો અવિનય, આશાતના, વેર, ઈર્ષા, આગ્રહાદિ છે. • જ્ઞાન-ચારિત્રમાં યથામતિ યથાશક્તિ ચાલી જાય પણ દર્શનમાં તો પરિપૂર્ણતા જ જોઈએ. જ્ઞાનને જ્ઞાનમાં રાખે તે વિજ્ઞાન અને જ્ઞાનને આવરે તે અજ્ઞાન ! અ) જ્ઞાન જ્ઞાતામાં સમાય તે સમ્યગ્નાન ! નિજાનંદનો નિષ્કર્ષ ૨૦ Page #28 -------------------------------------------------------------------------- ________________ • બ) જ્ઞાન જ્ઞાતામાં સ્થિર થાય તે સમ્યગ્ ચારિત્ર ! ક) જ્ઞાન જ્ઞાતામાં લય પામી જાય તો તે કેવળજ્ઞાન ! સંસાર ત્યાગ એટલે પરભાવથી વિરમવું અને સ્વભાવમાં રમવું. બદલવાનું નથી, બદલાવાનું નથી પણ છે એને છતું કરવાનું છે. • જ્ઞાન ભણવાનું નથી પણ સંસ્કારરૂપે આત્મામાં વાવવાનું છે. • અ) અજ્ઞાની જીવો ઉપયોગનો દુરુપયોગ કરી સંસારમાં રખડે છે. બ) જ્ઞાની ઉપયોગનો સદુપયોગ કરી મોક્ષ પામે છે. ક) ઉપયોગને ઉપયોગમાં ઢાળવો તે ઉપયોગનો સદુપયોગ છે. અ) વિકલ્પ એટલે જ્ઞાનની ક્રમિક અવસ્થા. બ) જ્ઞાન તેના મૌલિક સ્વરૂપમાં નિર્વિકલ્પ અક્રમિક છે. ૨૧ દર્શન-જ્ઞાન-ચારિત્ર Page #29 -------------------------------------------------------------------------- ________________ સંસારીજીવ ચારિત્રમોહના ઉદયથી નિર્બળ છે અને મિથ્યાત્વમોહનીયના ઉદયથી આંધળો છે. • જ્ઞાન આત્મ આધારીત છે જ્યારે ક્રિયા પુદ્ગલના માધ્યમથી થતી ક્રમિક છે. . સ્વરૂપમાં રહેવું એ આત્માની સાચી જ્ઞાનક્રિયા છે. • સમજવાળો એટલે દેખતો, દેખતો એટલે જાગતો અને જાગતો એટલે કર્મને કાપતો. . • ધ્યાનને જ્ઞાનના દ્રઢ પાયાની જરૂર છે. અહંકારમાંથી નીકળતો જ્ઞાનપ્રકાશ એ બુદ્ધિ છે. • જ્ઞાન અને આનંદ એ એક જ સિક્કાની બે બાજુ છે. • સ્વરૂપમાં રહેવું એ આત્માની સાચી જ્ઞાનક્રિયા છે. • બુદ્ધિનું કાર્ય અભિપ્રાય આપવાનું છે. • આત્માના જ્ઞાન-દર્શન-ચારિત્રમાં રમમાણ રહેવું એ ઉત્કૃષ્ટ ધર્મ છે. • જ્ઞાનીનો મોક્ષ છે. પંડિતો - સાક્ષરોનો નહિ. • જેની અંદર પૂર્ણ જાગૃતિ છે તે સ્વરૂપે સર્વજ્ઞ અને સ્વભાવે વીતરાગ છે. નિજાનંદનો નિષ્કર્ષ ૨૨ Page #30 -------------------------------------------------------------------------- ________________ ઈ બુદ્ધિ અને ઈન્દ્રિયો જો બહીર્લક્ષી બને તો અજ્ઞા કહેવાય. બુદ્ધિ જ્યારે અંતરલક્ષી બને તો પ્રજ્ઞા કહેવાય. કેવલજ્ઞાન ઉપેય છે. • જ્ઞાની મોક્ષદાતા છે. • પ્રજ્ઞા વિભાગ ચાલુ થતાં વિજ્ઞાનધન આત્મા ખૂલવા માંડે છે. • શુદ્ધ જ્ઞાન એ જ આત્માનો આધાર છે. • માત્ર બુદ્ધિથી જીવાતું જીવન એટલે ધવલશેઠ અને મમ્મણશેઠ જેવું જીવન. • માત્ર બુદ્ધિથી જીવનારો સંસારગામી છે. હૃદયથી જીવનારો મોક્ષગામી છે. • ચારિત્ર એટલે ચૈતન્ય ઉપયોગમાં સ્થિરતા. અરૂપી દ્રવ્યનું ગુણકાર્ય સતત, સરળ અને સહજાસહજ હોય છે. • જૈનત્વ એ ભીતરમાંથી ઉભરનારું તત્ત્વ છે. ૨૩ દર્શન-જ્ઞાન-ચારિત્ર Page #31 -------------------------------------------------------------------------- ________________ . . • • રાગદ્વેષ ઘટતાં જાય અને ઉપશમ પરિણતિ વર્ધમાન થતી જાય એ જૈનત્વ છે. છોડવાનું મિથ્યાત્વ, મેળવવાનું સમ્યક્ત્વ અને પામવાનો મોક્ષ. પરમાત્માની શ્રદ્ધા થવી અને પરમાણુની શ્રદ્ધા થવી અત્યંત કઠીન છે. જીવને નથી સાચી શ્રદ્ધા પરમાત્માની કે નથી સાચી શ્રદ્ધા પરમાણુની. ક્રૂરગડ્ડ મુનિ અશનની આસક્તિથી નહિ પણ અનશનની અશક્તિથી ખાતા હતાં. • જ્ઞાન અને આનંદ અવિનાભાવિ હોવાથી જ્ઞાનને પ્રધાનતા અપાય છે. . સાધકનું પ્રયોજન માત્ર જ્ઞાન નથી. જ્ઞાન સાથે આનંદ પણ પ્રયોજન છે. અનંતાનંત ગુણોનું એક સંમિલિત પરિણમન એ વીતરાગતા છે. ઉપયોગ એટલે ચૈતન્ય વ્યાપાર અર્થાત્ જ્ઞાનનો વપરાશ. નિજાનંદનો નિષ્કર્ષ ૨૪ Page #32 -------------------------------------------------------------------------- ________________ • શાસ્ત્રજ્ઞાની શાસ્ત્રજ્ઞનો મોક્ષ નથી પણ આત્મજ્ઞાની . આત્મજ્ઞનો મોક્ષ છે. માનવભવની પ્રાપ્તિ પુણ્યથી છે પણ સફળતા સમ્યગ્દર્શનથી છે. • જીવ પળે પળે પોતાના ભગવાન આત્માની વિરાધના મિથ્યાત્વના કારણે કરી રહ્યો છે. • જ્ઞાન એ અંદરમાં વાવવાની ચીજ છે. • . કેવળજ્ઞાન એટલે આત્મા જ જ્ઞાન, આત્મા જ શેય અને આત્મા જ જ્ઞાતા. • વિવેક અર્થાત્ પ્રજ્ઞાની હાજરીથી અહંનું આત્મામાં વિલીનીકરણ થાય છે. • પુદ્ગલ અનુયાયી વીર્ય પરિણમન એ અશુદ્ધ પરિણમન છે. • જેમ જેમ વિવેક જાગે છે તેમ તેમ રુચિ સ્વરૂપાનુયાયી બને છે. • સ્વરૂપાનુયાયી–સ્વભાવાનુયાયી વીર્ય પરિણમન એ શુદ્ધ પરિણમન છે. ૨૫ દર્શન-જ્ઞાન-ચારિત્ર 心 Page #33 -------------------------------------------------------------------------- ________________ . . ૭ . ગુણોના સમ્યગ્ પરિણમનથી જ્ઞાનકળા આત્મકળા બને છે. ગુણોના વિપરીત પરિણમનથી કોઈપણ કળા અજ્ઞાનકળા બને છે. દૃષ્ટિ દૃષ્ટામાં સમાય તો કેવળજ્ઞાન. દૃષ્ટિ દૃશ્યમાં સમાય તો સંસાર. જેમાં શ્રદ્ધા હશે અને જેવી શ્રદ્ધા હશે તેમાં તેવું પરિણમન થશે. • પરિણમન શ્રદ્ધાનુસારી છે. મૂળમાં હું નિષ્કલંક છું પણ કર્મના ઉદયથી કલંકિત છું. તેલધારાવત્ ધારાબદ્ધ જ્ઞાનપ્રવાહ વહે તો શાયક જ્ઞાનમાં ઝળકે. અંતઃકરણની સાથે જ્ઞેય જ્ઞાતા સંબંધ સ્થપાય તો આત્મા જ્ઞાની બની જાય. • આત્મા અંતઃકરણ સ્વરૂપ નથી. એ તો અંતઃકરણનો માત્ર જ્ઞાતાદૃષ્ટા છે. • અજ્ઞાન એટલે જૂનું નીકળે તો ખરું પણ સાથે નવું ભરાતું પણ રહે. નિજાનંદનો નિષ્કર્ષ ૨૬ Page #34 -------------------------------------------------------------------------- ________________ છ ૦ • જ્ઞાન એટલે જૂનું નીકળે પણ નવું ભરાય નહિ. • ક્રિયા કરતાં ભાવ અને ભાવ કરતાં સમજ અને આશય ચઢે. જ્ઞાનમાં જ્ઞાયક જણાવો જોઈએ અને જગત વિસરાવું જોઈએ. સમ્યગ્દષ્ટિ ત્રણે કાળમાં દુર્જન નહિ બને. પોતાની જ ભૂલ દેખાય અને સામો નિર્દોષ દેખાય ત્યારે સમ્યક્ત્વ આવ્યું જાણવું. • જ્ઞાની ઉપયોગનો સદુપયોગ કરી સંસારમાંથી છૂટે છે. - ચેતન ભાવ કે અભાવ સ્વરૂપ નથી પણ સ્વભાવ સ્વરૂપ છે. . • ચેતન એના સ્વાતંત્ર્યને ઝંખતો નથી કારણકે પારતંત્ર્ય એને ખટકતું નથી. • અહંકાર એ જ્ઞાનનું અજીર્ણ છે. નમ્રતા એ જ્ઞાનનું પાચન છે. જ્ઞાનને જ્ઞેય સાથે સંબંધ નથી પણ જ્ઞાતા સાથે સંબંધ છે. ૨૭ દર્શન-જ્ઞાન-ચારિત્ર Page #35 -------------------------------------------------------------------------- ________________ d મતિજ્ઞાન જે વિકારી છે, તેને અવિકારી બનાવીએ તો તે જ્ઞાન કેવળજ્ઞાન રૂપે પરિણમે. • જ્ઞાનમાં જાણનારો જણાય એ મોક્ષમાર્ગ છે, જ્યારે જગત જણાય એ સંસાર છે. • સ્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની વિચારણા એ નિરાલંબન ધ્યાન છે. ક્ષાયિક ભાવ જેટલો વિશેષ સમજાય તેટલો વિશેષ ક્ષયોપશમ ભાવ તૈયાર થાય. • વસ્તુસ્વરૂપ જો વિધેયથી ન સમજાતું હોય, તો નિષેધથી તરત સમજાઈ જશે. નિષેધ જ્ઞાત છે. વિધેય અજ્ઞાત છે. જ્ઞાતમાંથી અજ્ઞાતમાં જવાનું છે. • અધર્મ સમજાઈ જશે, તો ધર્મ સમજાવવો નહિ પડે, અધર્મને કાઢવો એ જ ધર્મ. • વિચારતૃપ્તિ એ કેવળજ્ઞાન છે અને ઈચ્છાતૃપ્તિ એ પરમાનંદ છે. બાળક અન્ન નિર્દોષ છે. જ્ઞાની પ્રાજ્ઞ નિર્દોષ છે. • જ્ઞાનક્રિયા એ જ્ઞાનનું દશ્ય સ્વરૂપ છે. નિજાનંદનો નિષ્કર્ષ ૨૮ Page #36 -------------------------------------------------------------------------- ________________ • શેયને વળગવા જતું જ્ઞાન અજ્ઞાન છે. જ્ઞાનમાં રહેતું જ્ઞાન એ વિજ્ઞાન છે. • જેમાં કિંચિત્ માત્ર અહંકાર ન હોય, તે સહજ વાણી છે. . છ પુદ્ગલની નહિ પરંતુ સ્વભાવની રક્ષા કરે તે જ્ઞાની. મતિનું હોવાપણું ગતિ સૂચક છે કે જેવી મતિ તેવી ગતિ. આશ્રિતતા છે તેથી આશ્રમની વ્યવસ્થા છે. જ્ઞાનીઓને આશ્રમનો પણ શ્રમ હોતો નથી. • ગતિ છે તેથી ગત્યાનુસારી મતિ ઊભી થાય છે. દીવો ઉજાસ પાથરે. દીવો કાંઈ વસ્તુ લે મૂક કરે નહિ. જ્ઞાનનું પણું એવું જ છે. પ્રકાશ પાથરે પણ કાંઈ કરે નહિ. અ) અજ્ઞાનદશામાં કર્મોને વિપાકોદયથી ભોગવવા પડે તે સંસારમાર્ગ છે. . બ) જ્ઞાનદશામાં રહીને કર્મો પ્રદેશોદયથી ભોગવાઈ જઈ સુરસુરિયાં થઈ ખરી પડે તે મોક્ષમાર્ગ છે. પરિણમન સમજણ અને શ્રદ્ધાને આધારે છે. ૨૯ દર્શન-જ્ઞાન-ચારિત્ર Page #37 -------------------------------------------------------------------------- ________________ • અ) જ્યાં સુધી ભેદજ્ઞાન નથી ત્યાં સુધી જીવ રાગાદિભાવનો કર્તા છે. બ) ભેદજ્ઞાન થયા પછી જ્ઞાનવાન આત્મા કર્તાભાવ રહિત જ્ઞાની બની રહે છે. આત્મા વીતરાગ બન્યા પછી જ્ઞાનસામાન્ય હોય છે ત્યારે આત્મા પોતાના આત્મસ્વરૂપમાં લીન થાય છે અને પછી તેને વિશેષભાવ એટલે મત કે અભિપ્રાય હોતો નથી તેથી મનથી બંધાતો નથી. પછી તો જ્ઞાન જ્ઞાનમાં જ રહે છે અને પદાર્થ પદાર્થરૂપે જ રહે છે. બે ભેળાં થતાં નથી. અ) માધ્યસ્થ એવું જ્ઞાન જ્ઞેયમાં ભળી પર્યાયષ્ટિ થાય છે તો તે જ્ઞેયાનંદી બને છે. બ) માધ્યસ્થ એવું જ્ઞાન જ્ઞાતામાં-જ્ઞાનમાં ભળી દ્રવ્યદૃષ્ટિ થાય છે તો તે જ્ઞાનાનંદી બને છે. • જ્ઞાનીનું બધુંય પ્રવર્તન નિમિત્ત-નૈમિત્તિક ભાવે હોવાથી તે મોક્ષમાર્ગ છે. . અ) આત્મજ્ઞાન પૂર્વેની આત્મસમાધિની સ્થિતપ્રજ્ઞતા એ મનઃસ્થિતિ છે. નિજાનંદનો નિષ્કર્ષ ૩૦ Page #38 -------------------------------------------------------------------------- ________________ G d બ) આત્મજ્ઞાન પશ્ચાતની આત્મસમાધિની સ્થિતપ્રજ્ઞતા એ સાધનાકાળની સમસ્થિતિ છે. જ્યારે વીતરાગતાકાલીન સમસ્થિતિ એ સમરૂપતા છે, જે સાધ્યકાલીન સમસ્થિતિ છે. ♦ દશ્ય પદાર્થની સાથે ઉપયોગનું બંધાવાપણું, ચોંટવાપણું તે જ વિકલ્પ. સ્વરૂપથી અચ્યુત એવું સ્વરૂપજ્ઞાન પોતાના સ્વરૂપથી ચૂત થઈ છદ્મસ્થજ્ઞાન થઈ ગયું છે. • જ્ઞાન, શેયના જ્ઞાનથી મહાન નથી પણ જ્ઞાતાના જ્ઞાનથી મહાન છે. • જ્ઞાન ગુણ છે તેથી ઈષ્ટ-અનિષ્ટના ભાવ થાય છે એવું નથી પણ જ્ઞાનની વિકૃતિ ઈષ્ટાનિષ્ટના ભાવ કરાવે છે. હું જ શેય, હું જ જ્ઞાન અને હું જ જ્ઞાતા આવું અભેદ પરિણમન સમકિત લાવશે. આત્માનું જ્ઞાન છે પણ આત્મજ્ઞાન નથી. શાસ્ત્રજ્ઞાન છે પણ સ્વાનુભૂતિ નથી. કેવળજ્ઞાનમાં સર્વ વસ્તુ જણાય જતી હોય છે અને મતિજ્ઞાનમાં સર્વ વસ્તુને જાણવા જવું પડતું હોય છે. ૩૧ દર્શન-જ્ઞાન-ચારિત્ર Page #39 -------------------------------------------------------------------------- ________________ . . જગતને જાણવાથી કેવળજ્ઞાન નથી થતું. બધું જાણવાથી શ્રુતકેવળી બની શકાય પણ કેવળજ્ઞાની ન બનાય. જગતને જાણવાથી જ્ઞાતા નથી બનાતું પરંતુ ભીતરી તત્ત્વ જે આત્મા છે, જે જ્ઞાયક છે તેને જાણવાથી જ્ઞાતા થવાય છે. • જ્ઞાન સામાન્ય બનતાં જ્ઞાન શેયાકારે નહિ પરિણમતા જ્ઞાયકરૂપ પરિણમે છે તે નિર્વિશેષ પરિણમન છે. પરપદાર્થવિષયક સ્ફુરણ એ વિકલ્પ છે અને એમાં તન્મયતા તે વિચાર છે. • સ્વની ઓળખ એ જ્ઞાન છે અને સ્વનું અવિસ્મરણ એ ધ્યાન છે. ધ્યાનનું કરવાપણું એ ધ્યાનની પ્રાથમિક ભૂમિકા છે. ધ્યાનનું હોવાપણું એ ધ્યાનની ઉપલી ભૂમિકા છે. પુદ્ગલમાં રાગાદિ ભાવે પ્રવૃત્તિ ન કરવી તે જ્ઞાનીનું મૌન છે. • જ્ઞાની નિશ્ચય-વ્યવહાર ઉભયને જાણે છે, માને છે અને આદરે છે. અજ્ઞાની એકેયને જાણતો નથી અને નિજાનંદનો નિષ્કર્ષ ૩૨ Page #40 -------------------------------------------------------------------------- ________________ . . માનતો નથી. કદાચ આદરતો દેખાતો હોય તો તે ગતાનુગતિક હોય છે. પૂર્ણજ્ઞાનમાંથી પૂર્ણાનંદ ઝરે છે. જ્યારે અપૂર્ણજ્ઞાનમાંથી સુખ-દુઃખ વહે છે. શુદ્ધ ઉપયોગમાં વાસના, વૃત્તિ, વિચાર નથી. યોગ વિનાનો ઉપયોગ હોઈ શકે છે પણ ઉપયોગ વિનાનો યોગ હોઈ શકે નહિ. • પરમાત્મા દીપક છે પણ કારક નથી. જાણનાર છે પણ કરનાર નથી. . અ) બુદ્ધિમાં ઉતરી બુદ્ધિગમ્ય બને તે જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ છે. બ) હૃદય સોંસરવું ઉતરી જઇ હૃદયંગમ બને તે મોહનીયનો ક્ષયોપશમ છે. • જ્ઞાનક્રિયા એટલે સ્વરૂપક્રિયા અર્થાત્ ઉપયોગક્રિયા, જે અત્યંતર છે. • સ્વની ઓળખાણ એ (આત્મ) જ્ઞાન અને સ્વથી સંધાણ તે (આત્મ) ધ્યાન. • જ્ઞાનીએ શું નથી મેળવ્યું ! અજ્ઞાનીએ શું નથી ખોયું! ૩૩ દર્શન-જ્ઞાન-ચારિત્ર Page #41 -------------------------------------------------------------------------- ________________ . • આંખમાં અવિકારીતા, વચનમાં સ્યાદ્વાદતા, વર્તનમાં નિર્લેપતા અને ભાવમાં સમતા એ આત્મજ્ઞાનીના લક્ષણ છે; જે મુમુક્ષુ સહેજે ઓળખી લે છે. • ક્રિયા એ વાહન છે અને જ્ઞાન-સમજણ એ દિશા છે. આપણે જે જાણીએ છીએ તે કશું જ નથી, આપણે જે જાણતા નથી તે અસીમ છે. શરીર આવ્યું ય નથી અને જવાનું ય નથી. આવ્યો છે, આત્મા અને જવાનું છે આત્માએ.. رس નિજાનંદનો નિષ્કર્ષ ૩૪ Page #42 --------------------------------------------------------------------------  Page #43 -------------------------------------------------------------------------- ________________ આત્મા • જે દેખાય છે એ ખરેખર નથી જ, કારણકે તે વિનાશી છે. જે નથી દેખાતું એ છે, કારણકે તે અવિનાશી છે. છ ચિંતા કોની કરવાની ? સાથેને સાથે રહેનાર આત્માની કે છૂટા પડી જનાર શરીરની ? શરીર એ દૂધનો લોટો છે. આત્મા એ ઘીનો લોટો છે. કોને બચાવશો ? કોને સાચવશો ? • આત્મવિસ્મૃતિ – પરમાત્મ વિસ્મૃતિ એટલે ભાવ મરણ. 1 • આકાશ ઉપર કોઇ ચિત્ર દોરી શકાતુ નથી. અરૂપી ઉપર કોઈ ચિત્રામણ કરી શકાતું નથી. નિજાનંદનો નિષ્કર્ષ ૩૬ Page #44 -------------------------------------------------------------------------- ________________ d સંસારનું ઘર કષાયભાવ. આત્માનું ઘર ઉપશમભાવ. આત્માનું માહત્મ્ય સમજાય તો જ પુરુષાર્થનો ખ્યાલ આવે અને પુરુષાર્થ થાય. અધિષ્ઠિત આત્માનું પર્યાયમાં પ્રતિષ્ઠિત થવું તે અધ્યાત્મ છે. • નિગોદની ગતિ અને મોક્ષની ગતિ સામસામી છે. એક નિકૃષ્ટ ચૈતન્યાવસ્થા છે તો બીજી સામે પારની ઉત્કૃષ્ટ ચૈતન્યાવસ્થા છે. • આત્મા આત્માને ઓળખે, ત્યારે આત્મા આત્માના ઘરમાં રહે. • આત્મા સ્વગુણને પરણવાને બદલે પુદ્ગલને પરણ્યો, એ રાજકુંવરી ઢેડને પરણ્યા જેવું થયું છે. જે સદા ચેતતો રહે. ચૈતન્ય (આત્મ) ભાવમાં રહે અને જડ (અનાત્મ) ભાવમાં-પુદ્દગલભાવમાં જતાં અટકાવે તે ચેતન. • આત્માને એના મૌલિક સ્વરૂપમાં Doing-કરવાપણું- થવાપણું નથી પણ Being-હોવાપણું જ છે તેથી તેને અસ્તિકાય કહેલ છે. ૩૭ આત્મા Page #45 -------------------------------------------------------------------------- ________________ . પ્રેમ એ સંબંધ નથી. એ તો આત્માનું સ્વરૂપ છે અથવા કહો કે આત્મામાંથી વહેતો આત્મરસ છે. હે ભવ્યાત્મા ! તું પર્યાયથી ભલે હાલ પામર છે પણ દ્રવ્યથી પૂર્ણ છે. પૂર્ણતાની પહેચાન કર અને પર્યાયમાં ઉતાર! • આત્માને ઓળખી લઈને, આત્માની શ્રદ્ધા કરી ચોવીસે કલાક ઉપયોગ આત્મચિંતનમાં રમમાણ રહે, તે નૈશ્ચયિક મોક્ષમાર્ગ છે. જે શૂટીંગ થઇ ગયું છે તે કર્મના પડદા ઉપર રીલે થઇ રહ્યું છે, તેનાથી અંદરનો આત્મા તદ્દન ન્યારો છે. • આત્મામાં નિર્મળ પર્યાયની અનુભૂતિ તે સ્વરૂપશાસન છે. • આત્માની નિકટ રહેવા રૂપ અવસ્થા એ સમાધિ છે, જે સાર છે. મિથ્યાત્વના ૩ પ્રકાર હુંપણાનું, જાણુંછુંનું. - કર્તાપણાનું, • સ્વભાવમાં તો આત્મા અનંતકાળ રહી શકે છે. • આત્માને લાગીને રહેલ યોગને આત્મામાં જ રાખે એવો નિજાનંદનો નિષ્કર્ષ ૩૮ Page #46 -------------------------------------------------------------------------- ________________ . ત ઉપયોગ એ જ આત્મોપયોગ. • આત્મભાન વિના આત્મધ્યાન નથી અને પરમાત્મસ્વરૂપ પ્રગટીકરણ નથી. • ધ્રુવતારલા સમ અક્રિય તત્ત્વ એના અસ્તિત્વથી જ મહાન છે. • લક્ષ અને પક્ષ સાચા આત્માના દૃઢ થાય તો કર્મ આત્માનુસારી બને ! • આત્માની ઓળખ ન થાય ત્યાં સુધી તો સત્સંગ સેવવો જ હિતાવહ છે. નિર્દોષ બનવા માટે દોષની વકીલાત કરવી છોડી દઈ કબુલાત કરતાં થાઓ ! ઉપયોગ દષ્ટામય બને છે ત્યારે એવી શક્તિ પેદા થાય છે કે થોકબંધ કર્મ બહાર નીકળે છે. d આત્માની રૂએ આત્મા પામવા - પમાડવા બોલીએ તે મૌન છે, કારણ આત્મા અબોલતત્ત્વ છે. • પરમ આત્મધર્મ આકાશના જેવો અરૂપી, અવ્યાબાધ, નિર્લેપ, સરળ, સહજ, સતત, વ્યાપક છે. ૩૯ આત્મા Page #47 -------------------------------------------------------------------------- ________________ • આત્મા જ આત્માને ઓળખે નહિ એના જેવો આત્માનો કોઈ પાપોદય નથી. • પાત્રતા એટલે ઉપાદાન. ઉપાદાનને ગુણસમૃદ્ધિથી વિકસિત કરી સમૃદ્ધ બનાવવાનું છે. ચૈતન્યસ્વરૂપનું વિસ્મરણ એ આત્માની સ્મશાનયાત્રા છે. • આત્મા એ એવું સ્વગ્નેય છે કે જેની સાથે સ્વ અભિન્ન એવું અભેદ પરિણમન શક્ય છે. છે ઉ . જ્યાં પરમાત્મા છે ત્યાં તું તેને શોધ ! જ્યાં દ્વંદ્વ-દ્વૈત છે ત્યાં નિર્દે-અદ્વૈત એવો આત્મા નથી. બુદ્ધિની ફુટપટ્ટીથી આત્માનું મૌલિક સ્વરૂપ સમજાય, મપાય કે પમાય એવું બને નહિ. • આત્માનું આત્માપણે ગેરહાજરપણું એ આત્માનું ભાવમરણ છે. • આત્માથી ચડિયાતો કોણ ? જેને આત્મા પામવો છે તેની બધી જ ક્રિયા દષ્ટાભાવે થવી જોઈએ. નિજાનંદનો નિષ્કર્ષ ૪૦ Page #48 -------------------------------------------------------------------------- ________________ . આત્માર્થી જેટલું બોલે તેટલું મૌન. . ૭ • આત્મા સ્વયંભૂ છે એટલે એણે સ્વયં સ્વબળે જ સિદ્ધ થવું પડે. • આત્મા આત્માને ઓળખી, એમાં સ્થિત થાય તો કર્મ તૂટે. વિદ્વતા અને વાદ-વિવાદથી આત્મા હાથમાં આવતો નથી. સંસાર એ પારકું ઘર છે, સિદ્ધશિલા સ્વધામ છે. • આત્મા જ એક એવું દ્રવ્ય છે જે રાગાદિ રૂપે પરિણમે છે અને તે વીતરાગતાની હિંસા છે. દ્રવ્ય-ગુણ-પર્યાયથી આત્માની ચિંતવના એ જ મોક્ષમાર્ગ. • જ્યાં દ્વંદ્વ છે ત્યાં હું (આત્મા) નથી. બંધ પરિણામ સ્વરૂપે આત્મા પ્રવર્તે તે પર સમય. • પોતે પોતાને ભૂલી જાય તો કષાયનું વિષચક્ર ચાલુ રહે. • અવિનાશી આત્મા વિનાશીમાં કઈ રીતે- કેવી રીતે ડૂબે ? ૪૧ આત્મા Page #49 -------------------------------------------------------------------------- ________________ • જે પોતે પોતાની જાતને નહિ ઓળખે, તે બીજાને કેમ કરીને ઓળખશે ? • આત્મા નહિ ઓળખાય તો કાંઈ નહિ પણ બુદ્ધિની શેતાનીયતને તો ઓળખી લ્યો ! • ગુણાદર, ગુણપ્રમોદ, ગુણપ્રશંસા, ગુણપક્ષપાત આત્મલક્ષે હોય. • આત્મા ન ઓળખાય ત્યાં સુધી જીવને સંસારમાં ચક્રગતિ છે. . • આત્માનું આત્મપણે ગેરહાજરપણું એ આત્માનું ભાવમરણ છે. જ્યાં પરમાત્મા છે ત્યાં તું તેને શોધ. • જ્યાં સુધી નજર દેહ ઉપર છે ત્યાં સુધી સંસાર છે. • અનંતકાળની સંસારની ભટકણે આત્માના મોક્ષની અટકણ કરી છે. ઉપયોગને ઉપયોગમાં ઢાળવો તે ઉપયોગનો સદુપયોગ છે. નિજાનંદનો નિષ્કર્ષ ૪૨ Page #50 -------------------------------------------------------------------------- ________________ . . • આત્માની શોભા આત્મગુણોથી છે. ગુણવૈભવ એ જ આત્મવૈભવ. પ્રકૃતિ અને પુરુષ (=આત્મા)નો સંયોગ તે સંસાર, પ્રકૃતિ અને પુરુષનો વિયોગ તે મોક્ષ. • જો નજર આતા હૈ, વો અપના નહિ હૈ, જો અપના હૈ વો નજર નહીં આતા. સ્વનું અસ્તિત્વ, આત્માના હોવાપણાને સૂચવે છે. પોતાપણું એટલે કે સ્વત્વ અને સ્વ ગરિમા-સ્વગૌરવ-સત્વ પણ આત્માના અસ્તિત્વને સૂચવે છે. શંભુ એટલે સમભુ અર્થાત્ શિવ. એ સમભુ પાંચ ભૂતની ભેગાં ભેળો થયો એટલે શંભૂમેળો થયો. એથી જ જે સમભુ હતો તે વિષમભૂ થયો. • ભગવાન આત્મા દેહાલયમાં ગર્ભિત છે, તેથી ભયભીત છે. • જીવ કર્મજનિત છે તેથી કમજાત છે અને કમજાત છે માટે કબજિયાત ઊભી થઇ છે. એટલે જ બધું અવળું દેખાય છે અને તેથી જ અવળચંડુ વર્તન થાય છે. શાસ્ત્ર-પુરાણ કથામાં આવતું કુબ્જાનું પાત્ર કર્મજનિતતાનું સૂચક છે. ૪૩ આત્મા Page #51 -------------------------------------------------------------------------- ________________ વર્ણ ઊભો થયો એટલે વર્ણધારીના વર્ણન થવા માંડ્યા. • પોતે પોતાની ચીજને ઓળખે તો પછી પારકી ચીજને છોડવાનું કે તેથી છૂટવાનું દુઃખ ન થાય. ચેતન જ્ઞાનપ્રકાશ ફેલાવવા સિવાય કાંઈ કરતો નથી. બીજી ક્રિયામાં પોતાપણાની ભ્રાંતિ છે તે જ મિથ્યાત્વ છે. • આત્મા એના મૌલિક સ્વરૂપમાં સંબંધ વિનાનો અદ્વૈત હોવાથી સંબંધની છઠ્ઠી વિભક્તિ આત્માને લાગુ પડતી નથી. • બહાર પરમાં સુખ શોધે તે બહિરાત્મા. અંતરમાં સુખ શોધે તે અંતરાત્મા. અને પોતાના સુખમાં લીન રહે તે પરમાત્મા. નિજાનંદનો નિષ્કર્ષ ૪૪ Page #52 -------------------------------------------------------------------------- ________________ આત્મવિકાસ આત્મધર્મ Page #53 -------------------------------------------------------------------------- ________________ આત્મવિકાસ અને આત્મધર્મ . . ૧ થી ૪ યોગની દૃષ્ટિ યોગની પૂર્વભૂમિકાઓ છે. પાંચમી દૃષ્ટિએ રહેલ યોગી છે. છઠ્ઠી અને સાતમી દૃષ્ટિને પામેલ યોગેશ્વર છે અને આઠમી દૃષ્ટિ ધરાવનાર પરમેશ્વર છે- પરમાત્મા છે. • પહેલાં આત્માભિમુખતા છે, પછી આત્મસન્મુખતા છે જેના પછી મહાત્મા અને અંતે પરમાત્મા છે. • આખો ય સંસાર અનંતાનુબંધીના રસ ઉપર ઊભો થયો છે. • સાધનાના ક્રમમાં પ્રથમ ચિત્તની નિર્મળતા, પછી નિજાનંદનો નિષ્કર્ષ ૪૬ Page #54 -------------------------------------------------------------------------- ________________ • સમત્વજન્ય - સ્થિરતા અને અંતે સ્વમાં લીનતા-સ્વમયતા છે. જો દૃષ્ટિ સમ્યગ્ હશે તો ગમે તેવા આકરા ને કપરા સંયોગો આત્મવિકાસમાં આડે નહિ આવે. ચૈતન્યપ્રભુને પામવા માટેનું ચેતનાનું આરોહણ તેજ ગુણસ્થાનક આરોહણ છે. • આત્મા આત્મામાં સમાઈ જતાં દેશ અને કાળનું અનુક્રમે દ્રવ્ય અને ભાવમાં વિલીનીકરણ થાય છે. દ્રવ્યથી પૂર્ણતા હોવા છતાં પર્યાયમાં પામરતા છે. • મિથ્યાત્વના ૩ પ્રકાર - કર્તાપણાનું, હુંપણાનું, જાણુંછુંનું. • વાસ્તવિક પહેલું ગુણસ્થાનક એટલે સમ્યક્ત્વાભિમુખ મિથ્યાત્વ. લાવવું છે ગુણસ્થાનક પણ જો દૃષ્ટિમાં ગુણગ્રાહિતા લાવવી નથી તો તે કેમ બને ? અ) આચારવિશુદ્ધિથી જીવનવિશુદ્ધિ આવે છે અને કાયયોગ તથા વચનયોગ નિર્મળ બને છે. બ) ચિત્તવિશુદ્ધિથી મનોયોગ નિર્મળ બને છે. ૪૭ આત્મવિકાસ અને આત્મધર્મ Page #55 -------------------------------------------------------------------------- ________________ ક) ચિત્તવિશુદ્ધિથી આગળ વધીને આવતી આત્મ- લીનતામાં ઉન્મનીભાવરુપ-અમનદશા હોય છે. ડ) અને તે દશામાં ટકી જવાય તો ક્ષપકશ્રેણી દ્વારા પરમાત્મસ્વરૂપનું પ્રગટીકરણ થાય છે જે મોક્ષ છે! • આત્માના બધાંય ગુણોનું આત્મા સાથે અભેદ પરિણમન સધાય ત્યારે મોક્ષ પમાય. બધા ગુણોને અભેદપણે સાધવા માટે બધા ઉપર જુદી જુદી દૃષ્ટિ કરીએ તો ભેદ થવાથી અભેદતા સાધી નહિ શકાય. તો શું કરવું? અનંત ગુણોનો અભેદ આધાર જે ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય છે તેને જોવાથી નિર્વિકલ્પતાને પામી શકાશે. ભેદગ્રાહીદષ્ટિ વિકલ્પ સ્વરૂપ છે અને વિકલ્પથી નિર્વિકલ્પને પામી શકાતું નથી. ત્રણે કાળમાં રત્નત્રયીની અભેદતાથી મોક્ષ છે. ચોથા ગુણઠાણે જ્ઞાન દર્શન છે પણ ચારિત્ર નથી. છઠ્ઠું ગુણઠાણે જ્ઞાન દર્શનની સાથે ચારિત્ર છે પણ ભેદથી છે. પાંચમે તો ચારિત્ર દેશથી એટલેકે આંશિક જ છે. સાતમા ગુણઠાણે જ્ઞાન દર્શન ચારિત્રની અભેદતા છે પરંતુ હજુ બુદ્ધિપૂર્વકના વિકલ્પો નીકળી ગયા છતાંય અબુદ્ધિપૂર્વકના વિકલ્પની હાજરી છે, તેથી અપૂર્ણતા છે. નિજાનંદનો નિષ્કર્ષ ૪૮ Page #56 -------------------------------------------------------------------------- ________________ ક્ષપકશ્રેણિની પરાકાષ્ઠામાં બારમા ગુણઠાણે સંપૂર્ણ અભેદતા એટલે કે પરિપૂર્ણ અવિકારીતા છે. હજુ બારમા ગુણસ્થાનકે પણ છદ્મસ્થતા છે તેથી ઉપયોગ જ્ઞેયને-વિષયને પકડીને શેયાકાર-વિષયાકાર રૂપે પરિણમે છે. વિકાર વિકલ્પ નથી પણ વેદન વિકલ્પ અને આવરણ વિકલ્પ છે. મોહજન્ય વિકલ્પો નથી પણ અજ્ઞાન જન્ય વિકલ્પો છે જે કેવળજ્ઞાની જ પકડી શકે છે. તેરમાં સયોગી કેવળજ્ઞાન ગુણઠાણે ઉપયોગે જ્ઞેયને પકડીને શેયાકાર થવું નથી પડતું. સહજ ઉપયોગવંતતા હોય છે. જ્ઞેય સ્વયં કેવળજ્ઞાનના પ્રકાશમાં ઝળહળે છે. તેથી જ તેરમે પરિપૂર્ણ નિર્વિકલ્પતા છે. વિકાર વિકલ્પ અને વેદન વિકલ્પ નથી. આવરણ વિકલ્પ પણ અઘાતિકર્મ પૂરતો સીમિત છે. જે માત્ર આત્મપ્રદેશોને કંપનશીલ રાખે છે. ૪૯ આત્મવિકાસ અને આત્મધર્મ Page #57 -------------------------------------------------------------------------- ________________ • અ) કષાયોના દબાવાપણાથી મોક્ષ નથી. કષાયોના ઘટવાપણાથી મોક્ષ છે. બ) ઉપશમશ્રેણિથી વીતરાગ તો બનાય છે પણ મોક્ષ નથી થતો. મોક્ષ તો ક્ષપકશ્રેણિથી જ છે. • ઉપાદાનકર્તા સ્વયંની પર્યાય છે જ્યારે નિમિત્તકર્તા પૂર્વકર્મના ઉદયથી મળતાં આલંબનો છે. ! ♦ પરમસ્વરૂપનું સાલોક્ય, સામીપ્ય, સાયુજ્ય અને સારૂપ્ય પામનાર બડભાગી છે. • ભોગવિલાસ ત્યાં આત્મવિનાશ (આત્મરકાસ). ચિદ્- વિલાસ-આત્મવિલાસ ત્યાં આત્મવિકાસ. નિજાનંદનો નિષ્કર્ષ ૫૦ Page #58 -------------------------------------------------------------------------- ________________ HLORIR Page #59 -------------------------------------------------------------------------- ________________ સામા • અભય અને વરદ એ બે હાથરૂપ છે અને સુગતિ ને પ્રગતિ એ બે પગરૂપ છે. પ્રત્યેક બનાવમાં સમાધાન રહે એ જ ધર્મ છે. • જે ગણીને આપે છે અને આપ્યા પછી ગણે છે, તે ગણતરીનું જ મેળવે છે. • માનવમાંથી દેવ બનવું સહેલું છે પણ દેવમાંથી માનવ બનવું દુષ્કર છે. જેને (આત્માને) એક ક્ષણ ભૂલવાનો નથી તેને આખા દિવસમાં એક ક્ષણ પણ યાદ કરતા નથી. નિજાનંદનો નિષ્કર્ષ ૫૨ Page #60 -------------------------------------------------------------------------- ________________ • જેનાથી ચેતના મૂર્છિત થાય તે પ્રમાદ ! . . વિષય, કષાય, વિકથા, નિદ્રા, મદ્યપાન એ પ્રમાદ છે. મનુષ્ય ગતિ, મનુષ્ય ભવ એ ધર્મની મોસમ છે. જેને જીવતાં આવડે તેને મરતાં પણ આવડે જ. ♦ કાર્યમાં નિષ્ફળતા મળે તો પણ મન બગડવા નહિ દેવું અને પરમાત્માની લગન છૂટવા નહિ દેવી. • ઉપયોગનો ઉપયોગ છે કે ઉપયોગનો દુરુપયોગ છે? વિચારો? © લેવાથી લેવાઇ જવાય જ્યારે આપવાથી છૂટા પડી જવાય. • ગુણ જ ધર્મ છે અને દોષ જ અધર્મ છે. • ગુણ-દોષથી અપાતી ધર્મ-અધર્મની સમજ સર્વ ગ્રાહ્ય અને સર્વ સ્વીકૃત બને છે. • પર્યાયમાં ચિત્તની વિશુદ્ધિ હોય અને સ્વરૂપનું લક્ષ્ય તીવ્ર હોય તેટલું અશુભથી બચાય. . નિમિત્તનો સ્વીકાર કરવાનો હોય પણ નિમિત્તમાં ભળવાનું ન હોય. ૫૩ સાધના Page #61 -------------------------------------------------------------------------- ________________ છ દેહની અસર જો મન ઉપર નહિ વર્તે- મતિજ્ઞાનના ઉપયોગ ઉપર ન વર્તે તો સમજવું કે સ્વરૂપનું લક્ષ સાચું થયું છે. • વર્તમાનમાં રહેવું, નિમિત્તનો સ્વીકાર, પર્યાયની વિશુદ્ધિ અને સ્વરૂપના લક્ષ્યનું સતત સ્મરણ, એ સાધકની સાધનાના લક્ષણો છે. • ચિત્તની નિર્મળતા અને સ્વરૂપની તીવ્રતા આત્માનુભૂતિના દ્વાર ખોલી આપે. • પ્રાણ જાય તો ભલે જાય પણ કોઈને માટે ખોટું વિચારું નહિ અને કોઈનું ખોટું કરું નહિ. . • “આપણને જે આપણા માટે પ્રતિકૂળ લાગતું હોય તે બીજાં પ્રતિ ન આચરવું’' એજ હિતકર છે. વિપક્ષે રાહત ત્યાં સ્વપક્ષે સમકિત. સમકિતિ પોતાના સંપર્કમાં આવનારને રાહતરૂપ બને પણ નડતરરૂપ નહિ થાય. જ્યાં સર્વત્ર પ્રેમનું નિતરણ ત્યાં વીતરાગતાનું અવતરણ. નિષેધ બળવાન બને તો વિધિ પ્રબળ થાય. સંસાર પર્યાયમાં છે. મોક્ષમાર્ગ અને મોક્ષ પણ પર્યાયમાં છે. નિજાનંદનો નિષ્કર્ષ ૫૪ Page #62 -------------------------------------------------------------------------- ________________ જેને સંસારમાં ખોટ ખાતા આવડે તેને અધ્યાત્મમાં નફો રળતા આવડે. • ચાર મહા સત્યો : ૧) બન્યું તે ન્યાય. ૨) ભોગવે એની ભૂલ. ૩) બનનાર છે તે ફરનાર નથી. ૪) જે કાળે જે પર્યાય આવીને ઊભી રહી તે પર્યાયને પોતાની તથા પ્રકારની યોગ્યતા સમજી સમભાવે તેનો સ્વીકાર કરી તેનો ઊકેલ લાવવો-નિકાલ કરવો. નરકમાં સમિતિ મહાત્માને આ સત્યોના આધારે જ સમતા ટકે છે. પ્રથમ સત્યથી ભૂતકાળ ઉપર ચોકડો મૂકાય છે. દ્વિતીય સત્યથી વર્તમાનકાળ સુધરે છે. તૃતીય સત્યથી ભવિષ્યકાળની ચિંતાથી મુક્ત થવાય છે અને ચતુર્થ સત્યથી આપણી અને આપણા સંયોગ-ઋણાનુબંધના સંબંધમાં આવનારની સમાધિ ટકે છે, ભાવ બગડતા નથી. • દેહાધ્યાસને કારણે દેહચેષ્ટા શીખવાડવી પડતી નથી. સ્વરૂપચેષ્ટા શીખવવી પડે છે. ‘હું દેહ છું !’ એ એક જ વિકલ્પ - એક દંડિયા મહેલ ઉપર સંસાર છે. ૫૫ સાધના Page #63 -------------------------------------------------------------------------- ________________ • સ્થૂલ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર અને મહાકારણ શરીર એમ ચાર પ્રકારના શરીર છે. સ્થૂલ શરીર તે ઔદારિક કે વૈક્રિય પુદ્દગલનો બનેલ દેહ કે જે બહારમાં દૃશ્યમાન થઈ જે ચેષ્ટા કરે છે તે. • . છ • સૂક્ષ્મ શરીર તે નહિ દેખાતું કાર્મણ શરીર છે. કારણ શરીર રાગ અને દ્વેષ છે. મહાકારણ શરીર અજ્ઞાન છે કારણકે રાગ-દ્વેષ આત્માના અજ્ઞાનના આધારે ટકે છે. આકાશની બહાર જેમ આપણે નથી તેમ પરમાત્માના જ્ઞાનની બહાર આપણે નથી. ફાટી ગયું છે તે વિનાશીભાવ છે. મેલું થયું છે તે વિકારીભાવ-અશુદ્ધિ છે. જ્યાં ગમો ત્યાં મરો ! જ્યાં અણગમો ત્યાં ભડકો ! ચૂક્યા ત્યાં પડયા ! સાવધ તે સાધક ! • સાધના કરવી હોય તેણે અંતરંગ દુનિયામાં પ્રવેશ કરવો જોઈએ. બહારમાં તો જીવદયા, જયણા અને બ્રહ્મચર્યની નવવાડની પાલના સચવાય છે કે નહિ તેટલું જ જોવાનું હોય. નિજાનંદનો નિષ્કર્ષ ૫૬ Page #64 -------------------------------------------------------------------------- ________________ • વ્યક્તિના ગુણગાન ગાવા કરતાં વ્યક્તિના મતના સ્વીકારની અગત્યતા છે. વીતરાગના શાસનમાં ક્યારેય વ્યક્તિના બંધનમાં ન આવવું. તું તારામાં ઠર ! તો તને ભાન થશે કે, તું જ ભગવાન છે ! BE STILL AND FEEL THAT I AM 'GOD' ! • ધ્યાનાદિ સાધનાનો સમય એ પરમાત્મા સાથેની એપોઈન્ટમેન્ટ છે જે વિસરાવી કે ચૂકવી ન જોઈએ. • જ્ઞાયકભાવમાં પાછા ફરવું એ જ સાચું સાર્થક પ્રતિક્રમણ છે. • પ્રભાવક થવું છે કે ભાવુક થવું છે ? પ્રસિદ્ધ થવું છે કે સિદ્ધ થવું છે ? પ્રચાર કરવો છે કે પ્રચુર થવું છે? પ્રચારક થવું છે કે આરાધક થવું છે ? સામાયિક થવું છે કે માયિક બનવું છે ? શું થવું છે ? એ સાધકે પોતે જ નક્કી કરી સાધનાપંથે પ્રયાણ કરવાનું છે. વસ્તુસ્થિતિને નહિ બદલીએ તો ચાલશે પણ આપણે મનઃસ્થિતિને તો બદલતા શીખવું પડશે. // • જીવન તરફનો આપણો અભિગમ એ નક્કી કરે છે કે જીવન આપણા તરફ કેવો અભિગમ રાખશે ? જેવું આત્મદ્રવ્યનું સ્વરૂપ તેવો જ તેનો શુદ્ધ પર્યાય, તેનું ૫૭ સાધના Page #65 -------------------------------------------------------------------------- ________________ નામ મોક્ષ અને આત્મદ્રવ્ય શુદ્ધ છતાં કર્મના યોગથી વર્તમાનમાં અશુદ્ધ પર્યાય, તેનું જ નામ સંસાર. • આજે આપણામાં આપણી અવળી ચાલમાં વિમાનના જેવો વેગ છે અને સવળી ચાલમાં કીડી જેવી મંદ ગતિ છે. • આનંદ વાટે ઘાટે કે કોઇ હાટે વેચાતો નહિ મળે. આપણામાં રહેલા આપણા જ આનંદનું આપણે સંવર્ધન કરીને આપણે જ આપણા વર્ધમાન થવાનું છે. • માગશે તેને મળશે, શોધશે તેને જડશે. • સાધક ધ્રુવને છોડી અધ્રુવ ભણી શું કરવા દોટ મૂકે? હ યોગીઓ આત્માને સાજો કરે છે અને આત્મા સાજો થયા પછી શરીર માં રહે ખરું ? • ચાર પ્રકારના મનુષ્યો.... ૧) ઈહલોક છે પણ પરલોક નથી માટે ખાવું પીવું લહેર કરવી એવું માનનારા વિલાસી છે. ૨) ઈહલોક નથી પણ પરલોક છે માટે પરલોકને સુધારનાર જે છે તે યોગી છે. નિજાનંદનો નિષ્કર્ષ ૫૮ Page #66 -------------------------------------------------------------------------- ________________ ૩) ઈહલોક નથી અને પરલોક પણ નથી એવું માનનારા તામસિક મૂઢ લોક છે. ૪) ઈહલોક પણ છે અને પરલોક પણ છે એવું માનનારા પાપભીરૂ ધર્મી સદ્ગૃહસ્થો છે. ઈહલોક અને પરલોકની પેલે પાર પરમલોક છે એમ માનનારા અને એને પામવા મથનારા મહાત્મા છે. લોકો જિંદગી વધારવા માગે છે પણ સુધારવા નથી માગતા ! આપણને જગચિકિત્સક બનતા આવડે છે પણ જાત ચિકિત્સક બનતા નથી આવડતું ! • મુક્ત થવું છે તેણે કોઈનો પટ્ટો બાંધ્યા વિના, મુક્તપણે પોતામાં રહી, શબ્દના મૂળમાં રહેલ અશબ્દના સ્પંદનને ઝીલતા ઝીલતા અંતરમુખ બની, વસ્તુ, વ્યક્તિ, સંયોગ, પ્રસંગ અને પરિસ્થિતિમાંથી અસરગ્રસ્ત થયાં વિના પસાર થઇ જવું અને દષ્ટા બનીને રહેવું, દ્રવ્ય-ક્ષેત્ર- કાળ-ભાવ પ્રમાણે અપ્રતિબદ્ધપણે વિકાસયાત્રા સાધતા રહેવું. • ન ઠરે અને ન ઠારે તે જણ નઠારો કે નિષ્ઠુર કહેવાય. ૫૯ સાધના Page #67 -------------------------------------------------------------------------- ________________ . . ભેદ થાય તો અભેદ થવાય. ઘનભાર(+VE)ને ઋણભાર(VE) લાગ્યો છે તેથી સંસાર પ્રવાહ શરૂ થયો છે. ઋણભાર એટલે કે ઋણાનુબંધ પૂરા કરીએ તો ઘનત્વને- આનંદઘ ને પામીએ. • અવસ્થા (પર્યાય)માં અવસ્થિત નહિ થવું પણ અવસ્થાવાન (દ્રવ્ય)માં પ્રતિષ્ઠિત થવું. • ફરીયાદનું મૂળ જે યાદ (સ્મૃતિ) છે તે વિવાદના થડ રૂપે વધે છે, વિખવાદની શાખા રૂપે વિસ્તરે છે; તેને ફળ વિષાદના જ લાગે છે. • માન મૂકે તે મહાન અને મોહ હણે તે મોહન ! • . હું સામાન્ય છું ને વિશેષરૂપ નથી. હું અભેદ છું ને ભેદરૂપ નથી. હું જાણનાર છું ને કરનાર નથી. ને જમાનાવાદે સદાચારની મારી કરી. વિજ્ઞાનવાદે શ્રદ્ધાવાદની મારી કરી. યંત્રવાદે અહિંસાવાદની મારી કરી. ઝનૂનવાદે સત્યવાદની મારી કરી. એકાન્તવાદે અનેકાન્તવાદની મારી કરી. • જીવદયા અનુકમ્પા વગેરે નિષેધાત્મક અહિંસા છે જ્યારે પ્રેમ, મૈત્રી, વાત્સલ્ય, એ વિધેયાત્મક અહિંસા છે. નિજાનંદનો નિષ્કર્ષ ૬૦ Page #68 -------------------------------------------------------------------------- ________________ . જાણનારો સતત જણાયા કરે તો સાધનામાં વિકાસ થાય. આપણું અરૂપી સ્વરૂપ જે છે તે ઉપયોગની પકડમાં આવવું જોઇએ. • વિકારી હોય તે વિનાશી, અપૂર્ણ અને પરાધીન હોય. • નિર્વિકારી હોય તે અવિનાશી, પૂર્ણ અને સ્વાધીન હોય. • જ્ઞાન અને રાગની સાંધ છે ત્યાં પ્રજ્ઞા છીણી મારી જ્ઞાન અને રાગને છૂટા પાડી શકાય છે. અનંત સંસારનો અનુબંધ કરાવનારા રસવાળો જે કષાય છે તે અનંતાનુબંધી કષાય છે. મળવું વિશેષ નથી પણ ફળવું વિશેષ છે. • જે મારું મારી ભીતરમાં મારી માલિકીનું છે તેને જ પર્યાયમાં ઉપસાવી માલિક બનવાનું છે. • હે જીવ ! નામનું વળગણ નહિ રાખવું. આ પહેલાં પણ તારા બીજાં કેટલાય નામ હતાં ! • સમાધિ આત્માનો શુદ્ધ સ્વચ્છ પર્યાય છે. એને કેમ બગાડાય ? ભૌતિક નુકસાન થતું હોય તો તે સહન કરી લેવું પણ પરિણામ બગડતા હોય તો ત્યાંથી ખસી જવું. ૬૧ સાધના Page #69 -------------------------------------------------------------------------- ________________ • સંસારના સંબંધમાં વિવેકી બનીને જે જીવ જીવે તે દુર્ગતિમાં નહિ જાય. એવાં જન સજ્જન છે. • યોગભ્રષ્ટ આત્મા મરીને યોગીકુળમાં જન્મે છે. યોગભ્રષ્ટ થઇ મરશો કે પછી ભોગભ્રષ્ટ થઇ મરશો ? • પર્યાયમાં ૧૮ પાપસ્થાનકની પરિણતિરૂપ સંકલેશનું અનુભવન એ જ સંસાર છે. • ઉદ્+આસન = ઉદાસીન. ઉર્દુ એટલે કે ઉપર અને આસન એટલે બેસવું. ઉપર બેસવું તે ઉદાસીનતા. જગત સ્વભાવથી ઉપર ઉઠીને બેસવું – બાહ્ય નિમિત્તો- સંયોગોની અસર આત્મા ઉપર ન થવા દેવી તે ઉદાસીન ભાવ. આગળ જતાં અસર જણાય જ નહિ તે ઉન્મનીભાવ. મિથ્યાત્વ કે કષાયની મંદતા નિરનુબંધ નહિ પણ જો સાનુબંધ થાય તો વિકાસ સધાય. ♦ સતી સ્ત્રી કોઇને કદી કુલટા કહે ખરી? અને જો ફુલટા કહે તો તે સતી હોઈ શકે ખરી? આની ઉપર બુદ્ધિમંતે ગંભીરતાથી વિચારવા જેવું છે. બોલવું હોય ત્યારે નિજાનંદનો નિષ્કર્ષ ૬૨ Page #70 -------------------------------------------------------------------------- ________________ ભાષાસમિતિ પૂર્વક નિરવદ્ય વચન પ્રયોગ જ કરાય. સાવદ્ય વચન નહિ બોલાય. કહેવત છે ને કે... “કાણાને કાણો કહેતા, ખોટા લાગે વેણ ધીરે રહીને પૂછીએ, શાને ખોયા નેણ ?'' • કદાગ્રહ એ એકાંત છે-મિથ્યાત્વ છે. તેથી એ દોષ છે. સ્યાદ્વાદદર્શનમાં કદાગ્રહને સ્થાન જ નથી. - ભૌગોલિક અંતર (દૂરી-ક્ષેત્રભેદ) એ અંતર નથી. જ્યાં સદ્ભાવ છે ત્યાં ભૌગોલિક અંતર આડું આવતું નથી. • હૃદયથી જે રુચિકર છે તે દૂર છતાં સમીપ છે. એ હૃદયસ્થ જ છે. . • ગુણસિદ્ધિથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય અને સ્વરૂપસિદ્ધિથી મોક્ષ પમાય. ૭ • અજ્ઞાનીને પુણ્યનો ભરોસો છે પણ જાતનો-આત્માનો ભરોસો નથી. • વલણ આત્માના શુદ્ધસ્વરૂપ તરફનું હોય અથવા નિરાસંશ ભાવે ગુણપ્રાપ્તિનું હોય ત્યારે પુણ્યાનુબંધી પુણ્ય બંધાય. . ગુરૂચિ એ તત્ત્વતઃ મોક્ષરૂચિ છે. • ઉપાય તેને લાભદાયી થાય છે કે જેની દૃષ્ટિ ઉપેય ૬૩ સાધના Page #71 -------------------------------------------------------------------------- ________________ ઉપર હોય છે. • ઉપદેશ કરતાં ઉપાય વધુ ઉપયોગી છે. • શ્રદ્ધા થાય ત્યાં પુરુષાર્થ થાય. શ્રદ્ધાનું બળ પુરુષાર્થને વેગ આપે છે. ♦ અપવાદ સંયોગવશાત આચરણીય બને છે પણ તે દર્શનીય, આદરણીય કે અનુકરણીય કે કથનીય નથી . બનતા. પાપની અટકાયત તે પ્રથમ ધર્મ. પ્રાપ્ત લક્ષ્મીનું પુણ્યમાં પ્રવર્તન એ પછીની કક્ષાનો ધર્મ છે. • અંતરાલ આનંદ અંતિમ આનંદથી ક્ષુલ્લક છે. સંસાર અને મોક્ષ ઉભયનો ખ્યાલ હોવો જોઈશે. સંસારના વિધવિધ રંગબેરંગી, કાબરચીતરા, ચિત્રવિચિત્ર, વિનાશી સ્વરૂપની સમજથી સંસાર પ્રત્યે વૈરાગ્ય જાગે જે નિર્વેદ છે. જ્યારે મોક્ષ પામવા સિદ્ધાવસ્થાના નિતાંત નિર્મળ, નિત્ય, નિરપેક્ષ, નિરાવલંબ, નિષ્પાપ, શુદ્ધ, સંપૂર્ણ, શાશ્વત, સર્વોચ્ચ, સ્વાધીન, અપ્રતિપાતી, અવ્યાબાધ એવાં આત્યંતિક સુખની શ્રદ્ધા થાય અને એની તલપ લાગે તો મોક્ષ પામવા માટેના પુરુષાર્થમાં પ્રબળ વેગ આવે, જે સંવેગ છે. નિજાનંદનો નિષ્કર્ષ ૬૪ Page #72 -------------------------------------------------------------------------- ________________ • આત્મવીર્યનો પ્રવાહ સંસાર ભણી ન વહેતા મોક્ષપ્રાપ્તિ ભણી ઘનીભૂત બનીને વહે તે જરૂરી છે. વૈરાગ્યની ટિકિટ લઈ નિશ્ચયની ગાડીમાં બેસી પ્રવાસ (નિગોદથી નિર્વાણ સુધીની યાત્રા) દરમિયાનના અંતરાળમાં વ્યવહારનું જો ઉચિત પાલન થશે તો સ્વરૂપના સતત લક્ષ્ય ગંતવ્ય એવા મુક્તિધામે અવશ્ય પહોંચાશે. જેનું સ્વરૂપ સડન પડન વિધ્વંસન છે તે પુદ્ગલ છે. • ગતિમાં ગમન અને મરણ છે જ્યારે સ્થિતિમાં શમન અને રમણ છે. (અને ઠરણ-અકરણ છે.) વેદન – અનુભવન પર્યાયમાં છે. ગુણહીન કે હીનગુણીની સંગત નહિ કરતાં ગુણાધિક કે સમગુણીની સંગતમા રહેવું. • સ્વનામ, સ્વરૂપ, સ્વકથા, સ્વ ભાવ આદિ વર્તમાનના સ્વયંના ઔદયિક વિનાશી નિક્ષેપાના વળગણમાંથી છૂટવા અને એને ભૂલવા માટે સાધકે અવિનાશી પરમાત્માના નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ નિક્ષેપામાં ઓતપ્રોત થવાનું છે. ૬૫ સાધના Page #73 -------------------------------------------------------------------------- ________________ . સારા નરસા પદાર્થ, પ્રસંગ, સંયોગ, પરિસ્થિતિની અસરથી મુક્ત થઇ સ્વભાવમાં સ્થિત થવું તે આંશિક વીતરાગતા છે. એ વીતરાગતાની, સાધનામાં મળતી ઝલક છે. મનોલય, વચનલય, કાયલયની શ્રેષ્ઠતા ઉપર મોક્ષમાર્ગ છે. • ક્રિયા રહે પણ કર્તા નીકળી જાય ! સંસાર રહે પણ સંસારભાવ નીકળી જાય ! તે ખરી સાધના છે. • પદાર્થ ઉપરનું મમત્વ નબળાઇ છે અને પદાર્થ સાથેનું એકત્વ એ મુર્ખાઇ છે. • આત્મશ્રદ્ધા દઢ થવાથી કે નિઃસ્વાર્થભાવે પરોપકાર કરવાથી જ પુણ્યાનુબંધી પુણ્યનો બંધ પડે છે. • શાંતિ-સમતા-સમાધિની ઉપેક્ષા કરીને કદીય ધર્મ નહિ પામી શકાય. . ઠરેલો ઠારે અને બળેલો બાળે. • સામાનો દૃષ્ટિકોણ નથી સમજાતો તેથી આપણને કષાય થાય છે. VIEW POINTS DEGREE જુદી જુદી છે તેથી જીવો જુદું જુદું માને છે. નિજાનંદનો નિષ્કર્ષ ૬૬ Page #74 -------------------------------------------------------------------------- ________________ . નદી-તળાવનું પાણી તો નિર્મળ છે પણ ઉપરની શેવાળ મેલી છે. એમ આત્મા તો નિર્મળ છે પણ વર્તમાન પર્યાયમાં થતો વિકાર તે મેલ છે. • જે બીજાની ભૂલને ભૂલે એ ખરેખર ભૂલ કરતો નથી. અને જે બીજાના ગુણને જુએ તે દોષ સેવતો નથી. ચિંતા કરતાં આવડે છે પણ ચિંતન કરતાં નથી આવડતું. • જગત વાવ સ્વરૂપ છે. જેવો અવાજ કરશો તેવો પડઘો પડશે. સંસાર એ બીજું કાંઈ નહિ પણ પૂર્વભવમાં કરેલા આપણા કંપનના (અવાજના) પડઘા છે. • કર્મ તો ટપાલી જેવું છે. એ તો ટપાલીની જેમ જ જેની જેની જે જે ટપાલ હોય તે સમયસર પહોંચાડે છે. • મનુષ્યભવમાં આવીને આત્માએ સાચી સ્વતંત્રતા મેળવવા જબ્બર પુરુષાર્થ કરવાનો છે. કર્મની જંજીરો તોડ્યા વિના મુક્તિ નહિ મળે. • વર્તમાન સંયોગ અને પરિસ્થિતિ માટે આપણે પોતે જ જવાબદાર છીએ માટે બીજાને દોષ આપવા જેવો નથી. • ભાવ એટલે ભવન-પરિણમન-ભાવન-થવાપણું- બનવાપણું-ભાવવાપણું. ૬૭ સાધના Page #75 -------------------------------------------------------------------------- ________________ . મનનું વલણ હોય જ્યારે ચિત્તની વૃત્તિ હોય. • સાપને પણ દરમાં પેસતા સીધા થવું પડે છે તેમ જીવે . મોક્ષે–સ્વધામમાં જવું હશે તો સીધા-સરળ થવું જોઈશે. નિર્વાણ થતાં મુક્તાત્મા સમશ્રેણિએ ઉર્ધ્વગતિથી સિદ્ધશિલાએ પરમપદે સ્થિત થાય છે. . પ્રેમ સ્વરૂપ એ અભેદ સ્વરૂપ છે. પ્રેમ સ્વરૂપ થવા માટે પોતાપણું એટલે કે આપોપું જવું જોઈએ. એ જાય પછી એવી વ્યક્તિનું બધું જ ભગવાન સંભાળી લે છે. પ્રેમ એ વ્યાપક તત્ત્વ છે જે જગત આખાને પોતામાં સમાવી લે છે. વીર પ્રભુના પ્રેમમાં ગૌતમ સમાઇ જાય એમ ગોશાળો પણ સમાઇ જાય. ચંડ કૌશિક પણ સમાઇ જાય અને સૂરેન્દ્ર પણ સમાઇ જાય. જ્ઞાની પ્રેમસ્વરૂપ બનેલા હોય છે. તેથી જ પોતાના શુદ્ધ પ્રેમમાં બધાંયને પીગાળી (ઓગાળી) નાંખે છે. જે કોઈ આવે એને તેઓ પોતાથી ભિન્ન નથી જોતાં. • આ બધામાં હું જ છું ! આ બધા મારા જ છે! એવી માન્યતા અને વર્તના રહે; જેથી કિંચિત માત્ર કોઈ પ્રત્યે દુર્ભાવ નહિ થાય; તેનું જ નામ શુદ્ધ પ્રેમ ! નિજાનંદનો નિષ્કર્ષ ૬૮ Page #76 -------------------------------------------------------------------------- ________________ . . આપીને લ્યો અગર તો લઈને આપો એનું નામ વ્યવહાર. હું કોઇને આપતોય નથી અને હું કોઇનું લેતોય નથી !’’ મને કોઈ આપતુંય નથી. હું મારા સ્વરૂપમાં જ રહું છું !'' વ્યવહાર એક એવો બદલો છે કે જેમાં આપણે આપીને લેવાનું છે એટલે તે પાછો આપવા આવે તે ઘડીએ જો પોસાતું હોય તો આપો ! જો હિસાબ હશે તો કુદરતની આગળ આપણું કશું ચાલવાનું નથી. હિસાબ તો ચૂકવવો જ પડશે. દેહ ધર્યો છે એટલે ત્યારથી બધા હિસાબ ચૂકવવા તો પડશે જ ને !! વૃત્તિઓ પોતાના આતમઘર તરફ પાછી ફરવા માંડે તે સંયમ કહેવાય અને પરપરિણતિ જ ઉત્પન્ન ન થાય તે સંપૂર્ણ સંયમ કહેવાય. • અનુભવ દશ્યને અદશ્ય કરે છે અને અદૃશ્યને પ્રતીતિમાં લાવે છે. • ગુરુત્તમ અહંકારથી સંસાર ઊભો થાય છે. લઘુત્તમ અહંકારથી મોક્ષે જવાય છે. ૬૯ સાધના Page #77 -------------------------------------------------------------------------- ________________ • જગત નિર્દોષ જ છે એવું જાણશો તો છૂટશો. • આગ્રહ એ જ મોટામાં મોટો વિગ્રહ છે. • જન્મ-જન્માંતરનો ભીતરમાં ભરેલો માલ વીતરાગ દૃષ્ટિથી ખાલી કરવાનો છે. નિર્જરા સાધવાની છે. અજ્ઞાનદષ્ટિથી તો ભરેલો માલ ખાલી થોડો થાય છે અને ભરાય છે ઘણો બધો, તેથી ભારે થતાં જવાય છે. • કરનારા કરતાં કરનારાને જોનારાનું સ્થાન અતિ ઊંચું છે. . હિસાબ પતે નહિ ત્યાં સુધી કોઈ કોઈને છોડતું નથી અને હિસાબ પત્યા પછી કોઈ કોઈને માટે ક્ષણભર થોભતું નથી. • વિનાશી ચીજ મળ્યાનો આનંદ વિનાશી હોય. અવિનાશી ચીજ મળ્યાનો આનંદ અવિનાશી હોય. . મોક્ષ માટે કાંઇ કરવાનું નથી પણ જે કર્મનો માલ ભર્યો છે તેને ખાલી કરવાનો છે. ભાર ઉતારવાનો છે. • પરને બચાવવા માટે જે આક્રમણ કરાય-વીર્ય ફોરવાય, તેને પરાક્રમ કહેવાય છે. • પૈસા મળ્યાં એ પુણ્યોદય પણ પૈસા ગમ્યા એ પાપોદય. નિજાનંદનો નિષ્કર્ષ ૭૦ Page #78 -------------------------------------------------------------------------- ________________ . I AM NOTHING - હું કંઈ જ નથી એ લઘુત્તમ અહંકાર છે. I AM SOMETHING - હું કંઇક છું એ મધ્યમ અહંકાર છે. I AM EVERYTHING - હું બધું જ છું. એ ગુરૂત્તમ અહંકાર છે. પ્રકૃતિનો નિયમ છે કે જે છૂટવાનો કામી છે, તેને બાંધતી નથી અને જેને બંધાવું છે તેને છોડતી નથી. જન્મી જિનશાસન વિશે મુનિ થયો લખવાર મુનિદશા સમજ્યા વિના હું ભટક્યો બહુવાર. મુનિ થયો, વાચક થયો, સૂરિ થયો બહુવાર, ન થયો મૂરખ આત્મા, અંતર્મુખ અણગાર.’’ સમભાવ એટલે બંનેને નુકસાન ન થવું જોઈએ. એકને પણ નુકસાન થાય તો સમભાવ ન કહેવાય. • આત્મા અસ્તિત્વરૂપે તો છે જ પણ વસ્તુત્વરૂપે ઓળખાય તો પરિણમન સાચું થવા માંડે અને અસ્તિત્વ વ્યક્તિત્વરૂપે પાંગરે. • ક્રિયા ધર્મની પણ રૂચિ સંસારની છે તો મોક્ષ નથી કારણકે રાગાદિ પરિણમન છે. • ધર્મ ક્રિયા નથી પણ રૂચિ મોક્ષની છે તો ત્યાં મોક્ષમાર્ગ છે કારણકે ૭૧ સાધના Page #79 -------------------------------------------------------------------------- ________________ .. રાગાદિ પરિણમનની હાનિ છે. સ્વર્ગ કે નરક ક્યાં જાવ છો તેનું મહત્વ નથી પણ કેવા સંસ્કાર લઈને જાવ છો તેનું માહત્મ્ય છે. • જે વસ્તુના સાક્ષી છો તે વસ્તુ થઇ ગઈ કહેવાય પણ કરી એમ નહિ કહેવાય. • આત્મામાં એવી કલ્પ શક્તિ છે કે એ જેવું ચિંતવે છે તેવો થાય છે. • આત્મા સિવાયનું જે કાંઇ કરો છો તેનું ફળ મૃત્યુ સમયે શું આવશે ? આ વિચાર્યું છે ? વિચારો !! . . અવિનાશીને ખાતર વિનાશીને છોડવાની તૈયારી નથી તો ત્યાં સુધી આત્મા હાથ આવશે નહિ. ધર્મીને બધું બગડે તે પોષાય પણ ભાવ બગડે અને આત્મામાંથી સૃષ્ટિ-ઉપયોગ ખસે તે ન પોષાય. અ) કર્મના ઉદયથી લેપાવું-ખરડાવું તે બગાડો છે જે વિકૃતિ છે. બ) કર્મનો ક્ષયોપશમ કરી આત્માના ક્ષાયોપશમિક ગુણોની ખિલવણી કરવી તે સુધારો છે, જે સંસ્કૃતિ છે. નિજાનંદનો નિષ્કર્ષ ૭૨ Page #80 -------------------------------------------------------------------------- ________________ ક) કર્મનો સર્વથા ક્ષય કરી આત્માના ક્ષાયિક ગુણ; વીતરાગતા, કેવળજ્ઞાનાદિનું પ્રગટીકરણ પ્રકૃતિ-સ્વભાવ છે. • મનુષ્યભવમાં પૈસા અને સંયોગને આધાર માનીને નહિ પણ આત્મા અને આત્માના ગુણોના આધારે જ જીવવા જેવું છે. • D0ING-કરવાપણું ખરી પડે અને BEING-રહે છે તે જ મોક્ષ છે. • DOING-કરવાપણું એ સંસાર છે, BECOMMING- બનવાપણું-થવાપણું એ મોક્ષમાર્ગ છે, જ્યારે BEING- હોવાપણું એ શુદ્ધાત્માવસ્થા છે. મોક્ષ છે. • આખો સંસાર કર્મણી પ્રયોગથી ચાલે છે. જે થવાકાળે થવા યોગ્ય'' થઈ રહ્યું છે તેનો કર્તા બનીને અજ્ઞાની કર્તરી પ્રયોગથી મરી રહ્યો છે. • મનને મેલું કરે એ છોડવા જેવું અને મનને નિર્મળ કરે એ અપનાવવા જેવું. • જીભ પ્રસંશા માટે મળેલ છે અને મન અનુમોદના કરવા માટે મળેલ છે. પૂર્ણજ્ઞાની, પૂર્ણજ્ઞાનીનો ઉપદેશ અને પૂર્ણજ્ઞાનીના ૭૩ સાધના Page #81 -------------------------------------------------------------------------- ________________ અનુશાસન અનુસારે જીવતા આત્મજ્ઞાનીના વખાણ કરવા જેવા છે. • સાંભળવા જેવા પૂર્ણજ્ઞાનીના વચન છે. ક્ષાયિકગુણના સ્વામીને ચરણે ઔયિકભાવની લક્ષ્મી ધરીએ તો તે દેવદ્રવ્ય બને છે, જે આપણામાં દેવત્વભાવની વૃદ્ધિ કરે છે અને તે જ વાસ્તવિક અર્થમાં દેવદ્રવ્યની વૃદ્ધિ છે. . સ્વયંના આત્માને તીર્થરૂપ બનાવવો તે ઊંચામાં ઊંચી તીર્થપ્રભાવના છે. • શાસ્ત્રને વાંચી શાસ્ત્રને નહિ ચોંટવું પણ દેહભાવથી ઉખડવું અને આત્મામાં ચોંટવું-સ્થિત થવું. ન્યાય-નીતિ-પ્રમાણિકતા પૂર્વક ઉપાર્જિત ધનને પણ ભોગવવા સાથે દાન નહિ કરાય તો તે પણ પ્રાયઃ અનંતાનુબંધીના કષાયનો ઉદય છે એમ સમજવું. જે પર છે એ પર જ રહેનાર છે. એને મારું મારું કરવાથી અનંતકાળે પણ મારું થનાર નથી. • આજે રેકી, ટચ/સ્પર્શ હીલીંગ, વિપશ્યના, પ્રેક્ષાધ્યાન, આર્ટ ઓફ લીવીંગ, યોગસાધના, પ્રાણાયામ એવું ઘણું ચાલે છે. પણ જ્યાં સુધી ધ્રુવ એવું આત્મતત્ત્વ ઓળખાય નિજાનંદનો નિષ્કર્ષ ૭૪ Page #82 -------------------------------------------------------------------------- ________________ . નહિ અને પકડાય નહિ ત્યાં સુધી બાકીનું બધુંય એકડા વિનાના મીંડા જેવું છે. એ દેહકેન્દ્રિત સાધના છે પણ આત્મકેન્દ્રિત આત્મલક્ષી સાધના નથી. સર્વોત્કૃષ્ટ સદ્ગતિ એ પંચમતિ (મોક્ષ) છે કે જે ગતિ નથી પણ સ્થિતિ છે, તેને મેળવવાની છે. જેમ છાશમાં રહેલું માખણ છાશથી જુદું તરે છે તેમ સંયોગોની વચ્ચે પણ જ્ઞાની સંયોગોની અસરથી મુક્ત રહે છે. • ઉદાસીનતા એ અધ્યાત્મની જનની છે. છે જેમ જેમ પોતાની ભૂલો દેખાશે તેમ તેમ જગત નિર્દોષ લાગશે. • ઉદયપ્રાપ્ત ક્રિયાઓને સ્વ સ્વરૂપમાં રહીને કરે તો તે મોક્ષમાર્ગ. . . જીવને પોતાનો એક પણ દોષ દેખાતો નથી તે જ મોટો અહંકાર છે. બુધ્ધિ ઊંઘી જાય અને આત્મા જાગી જાય તો મોહનિદ્રા પૂરી થાય ! • પોતે બીજાઓ વડે છે અને બીજાઓ પોતા વડે છે એમ ૭૫ સાધના Page #83 -------------------------------------------------------------------------- ________________ સમજવું તે દેહભાવ. ગુણનો ઉપભોગ કરાય જ્યારે પુણ્યનો સદુપયોગ કરાય. ઉપકાર પરનો, ઉપયોગ સ્વનો, જાગૃતિ જાતની એ છે વીતરાગતાની જનની. • પાંચ ઈન્દ્રિયો ઉપર જય તે રાગ-દ્વેષ ઉપરનો વિજય. • વિષયો (રૂપ-રસ-ગંધ-સ્પર્શ-શબ્દ) મૌલિક તત્ત્વ છે. કષાય આગંતુક તત્ત્વ છે. • શાંતિ-સમતા-સમાધિની ઉપેક્ષા કરીને કદીય ધર્મ ન પામી . . છે શકાય. મળવું એ પુણ્યોદય છે. બનવું એ પુરુષાર્થ છે. દુર્યોધનનો દર્પ કે રાવણનો કંદર્પ (કામ) એ બન્ને દમન- દફનને યોગ્ય છે. પુણ્યાનુબંધી પુણ્યનો બંધ આત્મશ્રદ્ધા હૃઢ થયેથી થાય છે. • ધર્મની ઓળખ ભેદથી થાય. ધર્મની પ્રાપ્તિ અભેદથી થાય. O વસ્તુનો યથાર્થ બોધ અને વસ્તુનો યથાર્થ ઉપયોગ એ ધર્મ છે. નિજાનંદનો નિષ્કર્ષ ૭૬ Page #84 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપબોધ નય સાપેક્ષ છે. સ્વરૂપ પ્રાપ્તિ નય નિરપેક્ષ છે. વૈરાગ્ય એટલે વીતરાગતાના અંશનું પ્રગટીકરણ અથવા રાગ પ્રત્યેનો વૈરભાવ. • પદાર્થ ઉપરનું મમત્વ એ નબળાઈ છે, જ્યારે પદાર્થ સાથેનું એકત્વ એ મિથ્યાત્વ છે. વેદના જે શીખવી શકે તે વેદો નહિ શીખવી શકે ! • અપવાદ આચરણીય છે પરંતુ દર્શનીય, આદરણીય કે અનુકરણીય નથી. • વાત્સલ્ય વિનાનો વૈરાગ્ય અહંકાર છે. ♦ અંતરાલ આનંદ અંતિમ આનંદથી ક્ષુલ્લક છે. • જેવો સહપ્રવાસી સાથેનો સંબંધ, તેવો સ્વજનો સાથેનો સંબંધ હોવો જોઈએ. • ઉપદેશ કરતાં ઉપાય વધુ ઉપયોગી છે. • દેખાય તે બળવાન નહિ પરંતુ નહિ દેખાય તે બળવાન! છ સૃષ્ટિના વિકાસથી જ સમ્યગ્દર્શનાદિ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. ૭૭ સાધના Page #85 -------------------------------------------------------------------------- ________________ • વલણ આત્મા યા મોક્ષ તરફનું હોય, ત્યારે પુણ્યાનુબંધી પુણ્ય બંધાય. ગુણરૂચિ એ તાત્વિક દૃષ્ટિએ મોક્ષરુચિ છે. • શરીરની વ્યાકૂળતા એ અશાતાવેદનીય છે. જ્યારે મનની વ્યાકૂળતા એ મોહનીય છે. એ • સંસાર એ પ્રકૃતિનું સર્જન છે જ્યારે આત્મા સ્વયં પ્રકૃતિથી પર પોતાના પૂર્ણત્વથી પુરુષ છે. • કર્મના ઉદયના સાગરમાં ન ભળતાં ચૈતન્યના મહાસાગરમાં ઉપયોગને ડૂબાડવાની જરૂર છે. . અહંનું ખાલી થઈ જવાપણું છે તેજ શૂન્યતા છે કે જે અવસ્થામાં માત્ર ચેતનનું અસ્તિત્વ છે. વિકલ્પોને કાઢવા માટે વિકારો કાઢવા અત્યંત જરૂરી છે. • જેને ખરેખર છૂટવું હોય તેણે પરપદાર્થને એક ક્ષણ માટે પોતાનું માનવાની ભૂલ નહિ કરવી. • પરપદાર્થનો ઉપયોગ કરાય પણ તેને પોતાનો નહિ મનાય. • પરપદાર્થને પોતાના માનવા તે જ મિથ્યાત્વ છે. નિજાનંદનો નિષ્કર્ષ ૭૮ Page #86 -------------------------------------------------------------------------- ________________ . અ) મારું માનીને ઉચિત વર્તન નહિ કરીએ તો દુર્ગતિનો માર્ગ છે. બ) મારું માનીને ઉચિત વર્તન કરીએ તો સતિનો માર્ગ છે. ક) ઉચિત વર્તન કરીએ પણ મારું ન માનીએ તે પરમગતિનો અર્થાત્ મોક્ષનો માર્ગ છે. • ક્રિયા છે ત્યાં કંપન છે અને કંપન છે ત્યાં કર્મરચના ને કર્મબંધન છે. પાણીને ગરમ કરવું કઠિન કે પાણીને ઠંડુ કરવું કઠિન? મહેનત શેમાં ? વિચારો ! • ભૂલ થાય એની માફી હોય પણ ભૂલ કરે તેની માફી ન હોય. સંસાર આખો આત્માની વિભાવદશા છે. • સંસાર એ મોહરાજાની રાજધાની છે જેમાં સર્વોપરી અજ્ઞાન છે. જાણનારો સતત જણાયા કરે તેવી જ સાધના આત્મઘર તરફ વળી શકે છે. ૭૯ સાધના Page #87 -------------------------------------------------------------------------- ________________ d વિષયો નથી ભોગવી શકાતા, . વિષયોથી પેદા થતાં વિકલ્પો ભોગવાય છે. જે રાગના સ્વરૂપને જાણે તેને જ રાગનો વિકારીભાવ ખટકે. ♦ સંસારમાં પરપદાર્થના ઉપયોગ વિના ચાલવાનું નથી પરંતુ તેના ગુલામ નથી બનવાનું. વ્યક્તિના જીવનનો આધાર વ્યક્તિનું પોતાનું સ્વરૂપ હોવું જોઈએ, નહિ કે પરપદાર્થ. • ધર્મની શરૂઆત સ્વદોષદર્શન અને સ્વદોષ પીડનથી છે. • આખાય વિશ્વનું વહેણ કાર્ય-કારણભાવ ઉપર આધારિત છે. ૭ . છે જીવનમાં ઉપાધિ ઘટે તો ઉપધિ આવે જે સમાધિ લાવે. પરપદાર્થમાં રાગાદિભાવે પ્રવર્તન એ ઉપયોગનો દુરુપયોગ છે. સંસારનું કર્તવ્ય સમજીએ છીએ પણ આત્માનું કર્તવ્ય સમજતા નથી. • સાધન સાધ્યને અનુરૂપ હોવું જોઈએ. • જે કાયમ ટકે એ સ્વરૂપ અને જે બદલાય એ સંયોગ. નિજાનંદનો નિષ્કર્ષ ૮૦ Page #88 -------------------------------------------------------------------------- ________________ • સંયોગ માત્ર આત્માથી પર અને ભિન્ન છે. • જેટલો જેટલો ઉપયોગ સૂક્ષ્મ બને તેટલાં તેટલાં ઘાતિકર્મો તૂટે. મિથ્યાત્વના ૩ પ્રકાર – કર્તાપણાનું, હુંપણાનું, જાણુંછુંનું. • જાત જેવી છે તેવી તેને ઓળખીને જાતમાં ઠરી જવું એ જ જીવન કર્તવ્ય હોવું જોઈએ. • સંસાર સુખમય હોય કે દુઃખમય એ પરમાત્મ સ્વરૂપનો વિરોધી છે. • ઉપાદાનમાં નિહ રહેતા નિમિત્તમાં જ રહ્યાં કરવું એ વિનાશીમાં રહેવાપણું છે. • ગુણ ગુણીની અભેદતાથી જ્ઞાન જ્ઞાયકની અભેદતા છે. • દૃષ્ટિ દ્રવ્યમાં સ્થિર થાય તો નિમિત્તથી પર ઉઠાય. . નિમિત્તાધીન દૃષ્ટિમાં સ્વાધીનતા નથી. શુભકાળે દૃષ્ટિ શુદ્ધ તરફ હોય તો શુભમાંથી શુદ્ધમાં જવાય, અન્યથા શુભનો ચક્રાવો ચાલુ રહે. • ત્રિકાળી ધ્રુવ તત્ત્વના અસ્તિત્વની સભાનતા અને પર્યાયમાં ૮૧ સાધના Page #89 -------------------------------------------------------------------------- ________________ . ઉભરાતા તરંગો પ્રતિ નિર્લેપતા તે મોક્ષમાર્ગ. પર્યાયનું ઉદ્ગમ સ્થાન જે ત્રિકાળી શુદ્ધ આત્મદ્રવ્ય છે ત્યાં ઉપયોગને કેન્દ્રિત કરવો જોઈએ. • આત્મા તેના મૌલિક સ્વરૂપમાં એક તણખલાના બે ટૂકડા પણ કરી શકતો નથી. • કરવા કરતાં જોવાની એટલે કે માત્ર દૃષ્ટા રહેવાની ભૂમિકા ઊંચી છે. . . સ્વરૂપમાં રહેવું એ આત્માની સાચી જ્ઞાનક્રિયા છે. ધર્મ એ જ સાચુ ધન છે જે પરલોકમાં સાથે આવે છે. બીજાને ઉપયોગી બનવાથી યોગી બનવાના શ્રીગણેશ મંડાય છે. • આશ્રિતતા છે માટે આશ્રમની વ્યવસ્થા છે. • અલ્પ દ્રવ્યોનું સેવન પેટને હળવું રાખે, અલ્પ અપેક્ષાઓ મનને પ્રસન્નતાસભર રાખે છે. • માત્ર આંખ જ ખૂલે એને ઊઠ્યા કહેવાય, દષ્ટિ ખૂલે એને જાગ્યા કહેવાય. | Go નિજાનંદનો નિષ્કર્ષ ૮૨ Page #90 -------------------------------------------------------------------------- ________________ • ફ્રિજમાં રહી જતું પાણી બરફ બની જાય છે, મનમાં રહી જતો ક્રોધ વેર બની જાય છે. • આંખમાં અમી તો દુનિયા ગમી; જીભમાં અમી તો દુનિયા નમી. • પ્રલોભનોને જે ટાળે, પ્રતિકૂળતાને જે સ્વીકારે એજ પવિત્રતા-પ્રસન્નતાને ટકાવે. . બૌદ્ધિક આનંદ એ મોક્ષમાર્ગ નથી પણ આત્મિક આનંદ એ મોક્ષમાર્ગ છે. મનુષ્યનો મોટામાં મોટો દોષ એ છે કે એ પોતાને નિર્દોષ સમજે છે ! • સમ્યક્ત્વ એ વીતરાગતાનો અંશ અને વીતરાગતાનું પ્રવેશદ્વાર છે. સમ્યક્ત્વ પ્રાપ્તિ માટે ઉપયોગમાં પરમાત્મસ્વરૂપને ખૂબ ઘૂંટવું જોઈએ. અહિંસાનો અલંકાર સંયમ છે અને સંયમનો અલંકાર તપ છે. • વસુ (ધન), વસ્તુ, વ્યક્તિ, વિવેક, વિભુ ઉત્તરોત્તર ચઢિયાતા છે. ૮૩ સાધના Page #91 -------------------------------------------------------------------------- ________________ • પ્રેમની સંકુચિતતા રાગ છે જ્યારે રાગની વ્યાપકતા પ્રેમ છે. • રાગમાં ક્ષણિક અભેદતાનું સુખ છે તો પ્રેમમાં ત્રિકાળ અભેદતાનું સુખ છે. ૭ હ રાગાદિની ચીકાશ જડમૂળથી કાઢવા વીતરાગતા સિવાય કોઈ સમર્થ નથી. • ઉદાસીનભાવ આવે ત્યારે જ આત્મા ઉપશમભાવને સ્પર્શી શકે છે. સંસારનો વિવેક સજ્જન બનાવે છે . જ્યારે આધ્યાત્મનો વિવેક દેહાતીત બનાવે છે. • અજ્ઞાની બધું કર્યા કરે જ્યારે જ્ઞાનીને બધું થયા કરે ! • સમ્યગ્દષ્ટિ જીવ કાયપાતી હોઈ શકે પણ ચિત્તપાતી ન હોય. વિકલ્પમાં અનુભૂતિનું સ્મરણ હોય જ્યારે નિર્વિકલ્પમાં માત્ર અનુભૂતિ હોય. • મિથ્યાદષ્ટિને દેશઆરાધક કહ્યો છે જ્યારે સમ્યગ્દષ્ટિને દેશવિરાધક કહ્યો છે. નિજાનંદનો નિષ્કર્ષ ૮૪ Page #92 -------------------------------------------------------------------------- ________________ તુ • સ્વીકારમાં સમાધિ છે જ્યારે પ્રતીકારમાં ઉપાધિ છે. પુદ્ગલમાં જેને મિઠાશ તેના સંયમમાં કચાશ. જે છોડીએ એનાથી છૂટી જઈએ-એને ભૂલી જઇએ તો તે છોડ્યું સાચું ! • બાહ્ય અસરથી ભિન્ન એવું ભીતરી તત્ત્વ તે સમાધિ ! જગતને બહુ જોયું અને બહુ જાણ્યું. હવે ડાહ્યો થઈ જાતને જો અને જાતને જાણ ! પરપીડન વિનાનું સ્વનું સ્વમાં પ્રવર્તન તેનું જ નામ સંયમ ! • એક માત્ર માનવબજારમાં જ મળતો મોક્ષ માનવભવ પામી ખરીદી જવા જેવો છે. • અરિહતમાંથી અરિહન્ત થઈએ તો અહં અર્હમ્ બને, અહંકાર આત્માકાર બને. ભળે છે તે બળે છે જ્યારે ભાળે છે તે મહાલે છે. સ્વાદનો ત્યાગ એ આહારનો ખરો ત્યાગ એમ જ્ઞાની કહે છે. ૮૫ સાધના Page #93 -------------------------------------------------------------------------- ________________ સ્વથી સંયુક્ત થવાનું છે જ્યારે પરથી વિભક્ત થવાનું છે. • જે છૂટવા માટે જીવે છે તે બંધનમાં આવતો નથી. • માનવજીવન બુદ્ધિને બદલે ભાગ્યથી વધારે ચાલે છે. • પરને માત્ર નિહાળો તો સ્વને નિખારો! • • અ) આત્માની વિસ્મૃતિ એજ અજ્ઞાન, નિદ્રા અને પ્રમાદ છે. બ) સતત આત્મસ્મૃતિ પૂર્વકનું આત્મપ્રવર્તન એ અપ્રમત્તતા છે. જેમ ઘર બાળીને તીરથ ન થાય એમ આત્માને ભૂલીને પ્રવર્તન ન થાય. અ) પરને માણવું એય ભૂલ અને પરને જાણવું એય ભૂલ ! બ) જે તારું નથી એ તને ન જણાય એનાથી તને શું નુકસાન ? ક) જોનારાને જોવો અને જાણનારાને જાણવો તે અધ્યાત્મ છે. • સાધક સિદ્ધિ ઈચ્છે છે તેથી પ્રસિદ્ધિથી પર રહે છે. નિજાનંદનો નિષ્કર્ષ ૮૬ Page #94 -------------------------------------------------------------------------- ________________ . છે • જે દ્વારા પુરુષ (આત્મા)નું પ્રયોજન સિદ્ધ થાય તે પુરુષાર્થ ! • માન્યતાની ગુલામી તે જ દૃષ્ટિરાગ. જે આપણું નથી તેને છોડતાં શીખવું પડશે. અ) બહાર જતો ઉપયોગ બહિર્વાપી-વિસ્તરીત થઈ બીનઅસરકારક બને છે. એ BROADCAST છે. બ) અંદર જતો ઉપયોગ ઘનીભૂત બની આત્મકેન્દ્રિત થઈ આનંદઘનરૂપે પરિણમે છે. એ DEEPCAST છે. • ભાવપ્રાણથી જીવે તે આત્મા જ્યારે દ્રવ્યપ્રાણથી જીવે તે જીવ. • બરૂના સાંઠા જેવો સંસાર, શેરડીના સાંઠા જેવો લાગી ગયો છે, તે જ ભૂલ છે. ઉપયોગની કેળવણીથી ઉપયોગનું કૈવલ્ય પરિણમન છે. • જે દાનાંતરાય તોડવા પ્રયત્નશીલ થતાં નથી તે લાભાંતરાયનો બંધ કરે છે. • વિવેક અને ઔચિત્ય ધર્મના પાયા છે. ૮૭ સાધના Page #95 -------------------------------------------------------------------------- ________________ • તું જો ખરેખર કર્તા હોય તો પછી તને અણગમતું કેમ થવા દીધું ? સત્સંગ, એ ૧૧મું કલ્પવૃક્ષ છે જે જીવને ગમતું નથી; એ જ ૧૧મું આશ્ચર્ય છે. ♦ સંસાર પર્યાયમાં નહિ પણ માન્યતામાં ઊભો થયો છે. • . . કર્મના ઉદયે આવતા સંયોગોનો વિકલ્પરહિત સહજ સ્વીકાર તે જ મોક્ષપુરુષાર્થ ! આવતી ચીજ માટે હરખ ન કરો, જતી ચીજ માટે આંસુ ન સારો ! હિંમત હારી જાઓ ત્યારે ધર્મગ્રંથનું વાંચન કરો ! મહાપુરુષોનું ચરિત્ર વિચારો ! સ્વપક્ષે સુકૃતના અનુમોદન કરતાં સુકૃતના વિસ્મરણનું મુલ્ય ઊંચુ છે. • આદર અને બહુમાનની પૃષ્ઠભૂમિ ઉપર સેવાયેલ સત્સંગ ફળદાયી થાય. • ક્યાં જાવ છો તેની કિંમત નથી પરંતુ શું લઈને જાઓ છો તેની કિંમત છે. નિજાનંદનો નિષ્કર્ષ ૮૮ Page #96 -------------------------------------------------------------------------- ________________ • ઉપયોગનું વિષયાકારે પરિણમન તે જ વિકલ્પ છે. પરિણામ નહિ પણ પરિણામી જણાવો જોઈએ ! નિર્દોષ બનવા માટે દોષની વકીલાત કરવી છોડી દઈ કબુલાત કરતાં થાઓ ! વીતરાગ છે તે દેવ છે, નિગ્રંથ છે તે ગુરૂ છે. સર્વત્ર અહિંસા પ્રવર્તન એ ધર્મ છે. વસ્તુ ઉપર આવરણની સાથે સાથે વ્યક્તિની સમજ ઉપર પણ આવરણ છે. આવે તો હાસકાર નહિ અને જાય તો હાયકાર નહિ તેનું નામ સ્મયક્ પરિણતિ. • જેટલો ભૌતિકવાદ વધશે એટલો ઉપભોક્તાવાદ વધશે અને તેટલો આત્મા ભૂલાશે. જેને હૃદય સ્વીકારે તે શ્રદ્ધેય બને. આત્મજ્ઞાન થાય તો આત્મવિશ્વાસ આવે અને આત્મમય થવાય. ઉપયોગ દષ્ટામય બને છે ત્યારે એવી શક્તિ પેદા થાય છે કે થોકબંધ કર્મ બહાર નીકળે છે. ૮૯ સાધના Page #97 -------------------------------------------------------------------------- ________________ • કર્મના ઉદયે ચાલતી ફિલ્મમાં ફિલ્મના પડદાની જેમ જેટલા નિર્લેપ રહો તેટલો આત્મધર્મ. કર્મનો ઉદય એ પરસત્તા છે એમ તેને જે જાણે છે તે પરસત્તાનો સમભાવે નિકાલ કરી શકે છે. • આત્માએ પોતે પોતાને અનુશાસન આપી પોતામાં રહેવાનું છે, કારણકે ગામ નહિ ફરે, ગાડું ફરે. • આત્માનો આત્મા તરીકે જીવનમાં સ્વીકાર નથી થતો ત્યાં સુધી પૈસાનું ગણિત બહુ ગૂંચવે છે. ચલચિત્ત અવસ્થા એ સંસાર છે. • અ) ક્ષમા વિનાના બધાં જ ગુણો હોવા એ રત્નવિહોણી ઉઘાડી મંજુષા છે. બ) બધાંજ ગુણવિશેષણોને બાજુએ રાખી મુનિને ક્ષમાશ્રમણ વિશેષણથી નવાજ્યા છે. • દિશા બદલાય તો દશા બદલાય. • યા ત્રાયતે પાપાત્ સા યાત્રા I • જ્ઞાનીની અપેક્ષાએ તો બે ગાંડગાંડાનું મિલન તેનું નામ લગ્ન અને તેનું જ નામ સંસાર ! નિજાનંદનો નિષ્કર્ષ ૯૦ Page #98 -------------------------------------------------------------------------- ________________ ગુર્વાશામાં વિકલ્પ શોધવો એ શિષ્યની અપાત્રતા છે. • આત્માના શુદ્ધ સ્વરૂપ ઉપર દૃષ્ટિ ઠરે તો સંસાર અસાર લાગ્યા વિના રહે નહિ. • સ્વમાં સ્વાધીનતા છે જ્યારે પરમાં પરાધીનતા છે. . . ભેદનો ભેદ કરી એનો છેદ કરવાનો છે. • જે પોતે પોતાની જાતને નહિ ઓળખે તે બીજાંને કેમ કરી ઓળખશે ? • પ્રબળ પુણ્યના ઉદયે જ સત્પુરુષનો સુયોગ થાય છે. ધ્યેય સ્પષ્ટ થયેથી જ ગતિ પ્રગતિરૂપ બને છે. • પરોપકારની વાવણી એ ઉન્નતિનું વાવેતર છે. • દોષ સામે આત્માનું રક્ષણ કરે તે ગુણ કહેવાય. • કર્તા કાર્યરૂચિવાળો બને છે ત્યારે કારણઉપાદનતા પ્રગટે છે. • ઉદયના સાગરમાંથી નીકળી ચેતનના મહાસાગરમાં ન ભળ્યા તેથી સંસારસાગર ન તર્યા. ૯૧ સાધના Page #99 -------------------------------------------------------------------------- ________________ • ચેતન એના સ્વાતંત્ર્યને ઝંખતો નથી કારણકે પારતંત્ર્ય • ખટકતું નથી. લેવાથી બંધાવાનું છે જ્યારે આપવાથી છૂટકારો છે. • પ્રભાવથી અંજાઈ જઈશું, સ્વભાવ ભૂલી જઈશું તો ભૂલા પડી જઈશું. • જે કાયમ ટકે એ સ્વરૂપ અને જે બદલાય તે સંયોગ. • પર્યાયમાંથી દષ્ટિનું ઉત્થાપન કરી દ્રવ્યમાં સ્થાપન કરવાનું છે. • પરમ પારિણામિકભાવ સ્વરૂપ ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય જેટલું વિશેષ સમજાય તેટલો ક્ષયોપશમભાવ તૈયાર થાય. • ખોજ નિત્યની હોય ઉત્પત્તિ નશ્વરની હોય. • દેહમાં હુંપણું એજ મોટો સ્વચ્છંદ છે. પ્રકૃતિમાં બધું થયાં કરે જ્યારે પુરુષ (આત્મા) જ્ઞાતાદષ્ટા ભાવમાં બધું જોયા કરે ! સાધનાનો ગર્વ કરીએ છીએ અને સાધનાથી વિખૂટા પડીએ છીએ ! નિજાનંદનો નિષ્કર્ષ ૯૨ Page #100 -------------------------------------------------------------------------- ________________ ખૂબી વિકસે અને ખામી દૂર થાય એવી ટેક રાખવી. • જયણાના ગર્ભમાં પ્રત્યેક જીવ સાથે આત્મોપ્ય- આત્મતુલ્યતાનો ભાવ છે. • સ્થિર હોય તેનું ધ્યાન થાય, પળે પળે પલટાય તેનું કેમ ધ્યાન થાય ? . બન્યું તે સાચું અને બન્યું તે જ ન્યાય કારણ એ કર્મનો પરિપાક છે. • અક્રમ થવાય નહિ ત્યાં સુધી અકાલ બનાય નહિ. અકાર્ય કરતાં અટકાવે અને સત્કાર્યમાં જોડે તે કલ્યાણમિત્ર! પ્રેમથી-સમજથી જે કાર્ય થાય તે આગ્રહથી નહિ થાય. • સહાય કરે, સહન કરે, સમતા રાખે, (અપ્રમત) સાવધ રહે તે સાધુ ! • હું જ નહિ પણ વિશ્વ આખુંય અકર્તા છે એવા ભાવથી જ જગતને નિર્દોષ જોવાશે. • અધ્યાત્મમાં સંઘર્ષ એટલે ચૈતન્યસ્વરૂપનો સ્વીકાર અને બહારના બનાવોમાં દષ્ટાભાવ. ૯૩ સાધના Page #101 -------------------------------------------------------------------------- ________________ . . • અ) ‘ભાવિ ભૂલાવે’ એ ઉક્તિ જ ભવિતવ્યતા સૂચક છે. બ) ભુલાવે છે તે જ ભવિતવ્યતા છે ! • ગુણપક્ષ સાચો ત્યારે કે જ્યારે એનો પ્રતિપક્ષ દોષ આત્મામાં ન રહે ! • સ્વીકારની ભૂમિકા ઉપર મોક્ષ છે. કર્તુત્વની ભૂમિકા ઉપર મોક્ષ નથી. ઉપાદાનમાં નહિ રહેતાં નિમિત્તમાં જ રહેવું એ વિનાશીમાં રહેવાપણું છે. • શુભ કામમાં જેઓ આગળ વધે છે તેને વધાવવા કુદરત પણ આગળ વધે છે. • પરમાત્માનું વિસ્મરણ એ ત્રિકાળી ધ્રુવ તત્ત્વની ઘોર આશાતના છે. પુદ્ગલનું આકર્ષણ એ પરમાત્માનું વિસ્મરણ છે - આ ભયંકર આશાતના છે. બૌદ્ધિકતાથી ઉપર ઉઠીને હાર્દિક સ્તર ઉપર આત્મા અનુભવાવો જોઈએ. • દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ – એ ત્રણેનો છેદ કરવો જોઈએ. નિજાનંદનો નિષ્કર્ષ ૯૪ Page #102 -------------------------------------------------------------------------- ________________ • સ્વાધીનપણે કારણનું અવલંબન લઈ જે કાર્ય કરે તે કર્તા છે. અસંખ્ય પ્રદેશે એક પરિણમન એ કર્તૃત્વ છે. કર્તા કારણના યોગે કાર્યસિદ્ધિ પ્રાપ્ત કરે છે. • જે કાર્યનો અર્થી હોય તે કારણ પકડે. . . . . જે કારણ સ્વયં પૂર્ણ અવસ્થાએ કાર્ય બની જાય તે ઉપાદાન કારણ છે. કર્તા કાર્ય રૂચિ બને છે ત્યારે ઉપાદાન કારણમાં કારણતા પ્રગટે છે. સાધ્યને માટે તલસતો હોય તે સાધક. પૌદ્ગલિક પદાર્થો જીવને કિંમતી લાગે છે, તેના જેવો પાપોદય એકે ય નથી. • યોગ એટલે મોક્ષનું સાધન. • સાધના માટે મનોયોગ સ્વચ્છ હોવો જોઈએ. • સંસ્કારયુક્ત પુણ્ય એ પુણ્યાનુબંધી પુણ્ય. ૯૫ સાધના Page #103 -------------------------------------------------------------------------- ________________ • આત્મામાં ઉપયોગ રૂપી પાવર જોડાવાથી સંસારનો પાવર કપાઈ જાય છે. પરમાત્મા એટલે પરમગુરૂ કે જેની આગળ જીવ સજ્જન – ડાહ્યો બને છે. • પોતે પોતાને પોતાનામાં પોતાનામાંથી અનુભવે એ પરમ વાસ્તવિક ધર્મ છે. • આત્મા એના મૌલિક સ્વરૂપે પ્રવર્તે તો તે આત્મધર્મ છે. • આત્મ પરિણમન એ જ ધર્મ છે. • અજ્ઞાન ક્રિયાભ્યામ્ બંધનમ્. . ભાડુતી જ્ઞાન અને પૌદ્ગલિક ક્રિયાથી મોક્ષ કેમ કરીને થાય ? • વિપરીત પરિણમન યુક્ત ક્રિયા તે બંધન. • સમ્યક્ પરિણમન યુક્ત ક્રિયા તે મુક્તિ. • આત્મામાં રહેનારને બહારની ક્રિયાના બંધન લાગતા નથી. • જેના વડે પ્રયોજનની સિદ્ધિ થાય તે કારક. • કારક બહારમાં પ્રવર્તે તો સંસારમાર્ગે ગમન. નિજાનંદનો નિષ્કર્ષ ૯૬ Page #104 -------------------------------------------------------------------------- ________________ • કારક અંદરમાં પ્રવર્તે તો મોક્ષમાર્ગે ગમન. . . . . છ બીજાની અપેક્ષાથી જીવાય તે સંસાર. કાર્મણવર્ગણાનો ભંગાર આત્માર્થીને ન જોઈએ. કર્મના ઉદયનો સહજ સ્વીકાર આત્મા ઉપરથી અનંતકર્મદળ નીકળી રહ્યા છે તેની પ્રતીતિ છે. પ્રવાહથી સંસાર અનાદિ અનંત છે, પણ ઘટનાથી એટલે કે બનાવથી સાદિ-સાન્ત છે. સંયોગોથી જૂદા રહેતા આવડે તો મોક્ષમાર્ગ. જે સર્વજ્ઞને ઓળખતો નથી તે પોતાને ઓળખતો નથી. જે અંતરમાં ડૂબકી મારે તેને સર્વજ્ઞપણું મળે. • જેને જગત આખું નિર્દોષ દેખાય અને પોતે દોષિત દેખાય, એ પરમ સજ્જન. • પરમાં કોઈપણ જાતના ફેરફાર કરવાનો ભાવ ન થાય તે વીતરાગતા છે. • મન, બુદ્ધિ, દેહ, ઈન્દ્રિય આત્માની બહાર છે. • સંસાર ભ્રમથી ચાલે છે તેને તોડવાનો છે. ૯૭ સાધના Page #105 -------------------------------------------------------------------------- ________________ . પર્યાયમાં સર્વજ્ઞતા પ્રગટે એટલું સામર્થ્ય સત્તાએ પડેલું છે. હું પરમાં કાંઈ કરી શકું એમ નથી, એ વીતરાગતા છે. • પોતે પોતાના શુદ્ધ સ્વભાવનું અવલંબન લેવું તે મોક્ષમાર્ગ છે. • મન અને ઈન્દ્રિયના માધ્યમ દ્વારા ઉપયોગને વિષયમાંથી ખેંચી લઈએ તો સ્વભાવ જણાય. સ્વભાવનું અવલંબન છોડી, બીજાનું અવલંબન લે તે પરસમય. • પોતે પોતાનું જે સ્વરૂપ છે તેને જાણે અને પછી શ્રદ્ધા કરે તે સ્વસમય. જેનું બધામાં જ ઈન્વોલ્વમેન્ટ છે તેને પરમાત્મા અને પોતાના સ્વભાવને ઓળખ્યો નથી. દેશના સાંભળતી વખતે જેનું જોર સ્વભાવ ઉપર નથી તે શુભાશુભમાં ઢળે. છૂટે દેહાધ્યાસથી તો મળે મુક્તિ. • સંસાર ખોટી માન્યતાથી ચાલે છે, અધ્યાત્મ સાચી માન્યતાથી ચાલે છે. નિજાનંદનો નિષ્કર્ષ ૯૮ Page #106 -------------------------------------------------------------------------- ________________ • એક ખોટો વિકલ્પ આત્માને અનંતકાળ સંસારમાં રખડાવી શકે છે. • માનવભવની સાર્થકતા ભેદજ્ઞાન કરવામાં છે. ભેદથી ચાલતા સંસારમાં ભેદદષ્ટિથી જીવીએ છીએ તેથી ભવોભવ ભેદાઈએ છીએ. વિકલ્પ ખોટો આવી જાય તે ચાલે પણ ખોટો વિકલ્પ કરાય નહિ. • પોતે જ્યાં નથી ત્યાં તેની બાદબાકી ન કરે તો તેનું ઠેકાણું ન પડે. . • જેને પોતાના વીતરાગ સ્વભાવમાં વિશ્વાસ નથી, તે પરમાં વિશ્વાસ કરે છે. જે અરૂપી - અનામી છે તે ગ્રહણ કરતો નથી માટે ત્યાં ત્યાગ નથી. નિર્વિકલ્પતા એ આત્માનો મોક્ષ છે – ભાવમોક્ષ છે. કાયાથી મુક્ત થાવ એ આત્માનો મોક્ષ છે - દ્રવ્યમોક્ષ છે. • સ્વમાં ઠરશો નહિ, પરથી ખસશો નહિ તો ભેદજ્ઞાન થશે નહિ. ૯૯ સાધના Page #107 -------------------------------------------------------------------------- ________________ હું જ્ઞાન વડે કરીને છું, પરને કારણે નથી. ત્રણે યોગનું કંપન ચાલું છે માટે ભવભ્રમણ ચાલે છે. જ્યાં ધાતીનો બંધ છે ત્યાં પર સમય છે. • કર્મના ઉદયને જોતાં શીખો, જ્ઞાતા-દૃષ્ટા ભાવમાં રહો! • d સર્વજ્ઞનો ઉપાસક પોતાની અંદર રહેલા સર્વજ્ઞત્વની ઉપેક્ષા કરે ? • ઈન્દ્રપદ-ચક્રવર્તીપદ જેને એંઠ લાગે છે, તેને સ્વરૂપની મસ્તી ચડી ગઈ છે. • શુભ ભાવો પણ પર સમય છે. • સંસાર તરવા માટે માનવભવ આપીને કર્મસત્તાએ જીવ ઉપર મહાન ઉપકાર કર્યો છે. જે સ્વસત્તાને ઓળખી લે છે, તે જ પરસત્તાનો સમભાવે નિકાલ કરી શકે છે. • રખડાવે તે રાગ. રાગ એ ફાટી ગયેલું દૂધ છે. ગુણાનુરાગ વ્યક્તિરાગમાં પરાવર્તીત થતાં એ સ્નેહરાગ બને છે. નિજાનંદનો નિષ્કર્ષ ૧૦૦ Page #108 -------------------------------------------------------------------------- ________________ . . સ્નેહરાગ એ ચીકાશ છે. એને ગુણાનુરાગમાં ખતવવાની ભૂલ નહિ કરવી. • તત્ત્વરાગ ઉપાદેય છે, સ્નેહરાગ હેય છે. • દુ:ખ નહિ આપે તે આર્યમાનવ, એ દુર્ગિતિમાં નહિ જાય. • માનવમાંથી મહામાનવ અને અતિમાનવ બનવા માટે માનવભવ મળેલ છે. • વીતરાગવિજ્ઞાન આત્માનો ઉઘાડ કરવા માટે મળેલ છે. • દ્રવ્ય પરિપૂર્ણ હોવા છતાં પર્યાયની જે અપરિપૂર્ણતા છે, તે જ સંસાર છે. સાધનાનું ખૂટતું અંગ જો કોઈ હોય તો તે તત્ત્વનિર્ણય નામનું અંગ છે. • મોક્ષ દુર્લભ નથી પણ મોક્ષદાતા દુર્લભ છે. બુદ્ધિ બગડ્યા પછી આ સંસારમાં ગમે એટલી ઊંચી સામગ્રી મળે તો પણ તે વ્યર્થ છે. • સંસાર એટલે હુંપણા અને મારાપણાનો વિસ્તાર. . ઉપયોગ કરવાની છૂટ છે પણ ઉપભોગ કરવાની છૂટ નથી. ૧૦૧ સાધના Page #109 -------------------------------------------------------------------------- ________________ સત્પુરુષનો સુયોગ થવો એ સદ્ભાગ્યના એંધાણ છે. • પ્રબળ પુણ્યના ઉદયે જ સત્પુરુષનો . સુયોગ થાય. ગંગાનદીનું ગંગાજળ, પાત્ર જેવું અને જેટલું હશે તેવું અને તેટલું ગંગાજળ આપશે. • પાત્રતા એટલે ઉપાદાન, ઉપાદાનને ગુણસમૃદ્ધિથી વિકસિત કરી સમૃદ્ધ બનાવવાનું છે. . . મૌલિક તત્ત્વ પકડાતું નથી, તેથી અનુબંધ શુદ્ધ ધર્મ થતો નથી. ક્ષુદ્રવૃત્તિના નિકાલ માટે સુકૃતની અનુમોદના ગુણને ખૂબ ખૂબ વિકસાવવો જરૂરી છે. • જગત નથી ફરતું પણ તું ફરે છે. તું અફર અચર થાય તો જગત નિશ્ચલ થાય. . રેતીના કણમાં તેલ ન હોય તો પછી રેતીના મણમાં ક્યાંથી તેલ હોય ? • સાચી પ્રક્રિયા હાથ લાગ્યા પછી મોક્ષ મુશ્કેલ નથી. અનંતગુણોનું એક પરિણમન તે વીતરાગતા. નિજાનંદનો નિષ્કર્ષ ૧૦૨ Page #110 -------------------------------------------------------------------------- ________________ . . • આપણી વર્તમાન અવસ્થા માટે આપણે પોતે જ પૂરેપૂરા જવાબદાર છીએ. • આત્માની અનુભૂતિ માટે વૃત્તિઓના વમળમાંથી બહાર નીકળવાનું છે. • નિવૃત્તિકાળમાં ધર્મી એ ધર્મી. ////// • દેહરૂપી દેવળમાં છૂપાયેલા પરમાત્મસ્વરૂપ ચૈતન્યપિંડને શોધીને એમાં રમણતા કરવાની છે. પોતાના ઉપયોગમાં પરમાત્મસ્વરૂપ ઘૂંટી ઘૂંટીને કર્મના ઉદયને નિષ્ફળ બનાવવાનો છે. ચૈતન્યસ્વરૂપનું વિસ્મરણ એ ચેતનાનું મરણ છે. આ ભાવમરણ જ દ્રવ્યમરણનું મૂળ છે. • પર્યાયમાં દ્રવ્યનું બધું જ સામર્થ્ય આવી જવું, એ જ કેવળજ્ઞાન છે અને એ જ આનંદ છે. પર્યાય એના આધારભૂત ત્રિકાળી ધ્રુવ દ્રવ્યને-કારણે પરમાત્માને અનુસરે એ મોક્ષમાર્ગ છે. પર્યાયમાં અવિનાશી સ્વરૂપ ઝળકે એ સાધના છે. • ધનની મૂર્છાના ત્યાગની વૃત્તિ ધનના ત્યાગ કરતાં મહત્વની છે. ૧૦૩ સાધના Page #111 -------------------------------------------------------------------------- ________________ ♦ પુણ્યના ઉદયકાળમાં શુદ્ધિ અગત્યની અને મહત્વની છે. વ્યવહારથી જેમ પુણ્યશાળી સાથે રહેવાનું છે તેમ તત્ત્વથી ગુણસંપન્નની સાથે રહેવાનું છે. દુર્લભતાનું ભાન વ્યર્યને અટકાવે છે. • વ્યવહારમાં જે મોટો બનશે એ અધ્યાત્મમાં નાનો બની રખડશે. G • જ્ઞાની પ્રવૃત્તિ બદલવા કરતાં વૃત્તિ બદલવા ઉપર ભાર મૂકે છે. મનુષ્યભવ આત્માના સ્વાતંત્ર્યની પ્રાપ્તિ માટે મળેલ છે. • શાયકની વિચારણાથી બુદ્ધિ સૂક્ષ્મ બને છે અને સંકલ્પ વિકલ્પનું બળ તૂટે છે. અભિપ્રાયથી મન ઊભું થાય છે અને નોંધથી સંસાર ઊભો થાય છે. • આત્મા આત્મામાં રહે અને માંગણવૃત્તિ છૂટી જાય તે સાચી ભિક્ષુકતા છે. . છયે કારક સ્વમાં પ્રવર્તે તે મોક્ષમાર્ગ છે. વૈરાગીને દેવલોક એ નજરકેદ છે. નિજાનંદનો નિષ્કર્ષ ૧૦૪ Page #112 -------------------------------------------------------------------------- ________________ ધર્મી પુણ્યમાં મહાલે નહિ કારણ એ પુણ્યકાળને નજરકેદ ગણે છે. • જ્યાં જ્યાં વિકલ્પતા ત્યાં ત્યાં દુઃખ અને જ્યાં જ્યાં નિર્વિકલ્પતા ત્યાં ત્યાં સુખ. • ક્રિયા કરતાં ભાવ ચઢે અને ભાવ કરતાં પરિણતિ ચઢે. પરમાત્મતત્ત્વની લગન લાગે તો તેના ઉપાય હાથ લાગે એમ છે. સમ્યક્ત્વ પામવાની ભૂમિકા સ્વરૂપનો તલસાટ છે. • મોક્ષમાર્ગ ત્યાગથી નથી, પણ પરિત્યાગથી છે. (પરિત્યાગ = ત્યાગની સહજાસહજવર્તના) . તારો આત્મા એ જ તારો સ્વજન. સ્વસત્તામાં રહી પરસત્તાનો નિકાલ કરવાનો છે. પરસત્તામાં ભળી જનારા નવી પરસત્તા ઊભી કરે છે. ગુણોની સાથે સંબંધ જોડાવાથી દોષો સાથેનો સંબંધ કપાઈ જાય છે. તે • દોષ સામે આત્માનું રક્ષણ કરે તે ગુણ કહેવાય. • પ્રભુ મહાવીરનું જીવન જાગૃતિ કેળવવા આદર્શરૂપ છે. ૧૦૫ સાધના Page #113 -------------------------------------------------------------------------- ________________ ♦ સંતને પ્રતિકાર ન હોય પણ માત્ર સહજ સ્વીકાર હોય. • સમજણના ઘરમાં આવ્યા વિના કર્મોને ખાલી કરી શકાય એમ નથી. દ્રવ્યપર્યાયાત્મક સંસારમાં કોઈનું કશુંય ચાલતું નથી. કારણકે ધ્રુવ એવા દ્રવ્યને ફેરવી શકાતું નથી અને ફરનારી એવી પર્યાયને ફરતી રોકી શકાતી નથી. નિત્યની પ્રાપ્તિ માટે અનિત્યની સામેનું યુદ્ધ એ જ સાધના છે. • ખાલી છોડો એમ નહિ પણ બહારથી છોડો અને અંદરથી ભૂલો. • અનિત્યનું વિસ્મરણ તો જ થાય જો નિત્યની પ્રાપ્તિનું લક્ષ સતત સ્મરણમાં રહે. • છોડવાનું મિથ્યાત્વ, મેળવવાનું સમ્યક્ત્વ અને પામવાનો મોક્ષ. • જેને દેહ એ ભાડાનું મકાન સમજાય છે તેને પછી સંસારમાં ઉદાસીનતા સહજપણે વર્તાય છે. • સ્વરૂપના ખલમાં ઉપયોગને ઘૂંટવો તેનું જ નામ સાધના! નિજાનંદનો નિષ્કર્ષ ૧૦૬ Page #114 -------------------------------------------------------------------------- ________________ છ • ખસેડવાનું નથી પણ ખસી જવાનું છે. રાગનું કારણ જડ નથી પણ રૂપીપણું છે જે રાગ કરાવે છે. પરમાત્માની શ્રદ્ધા થવી અને પરમાણુની શ્રદ્ધા થવી અત્યંત કઠીન છે. જીવને નથી સાચી શ્રદ્ધા પરમાત્માની કે નથી સાચી શ્રદ્ધા પરમાણુની. નયનોની અનિમિષતા અને કાયાની સ્થિરતા એ ધ્યાનના પાયા છે. • સંસારમાં મોહમાયા છે, તો અધ્યાત્મક્ષેત્રે યોગમાયા છે. • સમજથી જે કાર્ય થાય તે આગ્રહથી નહિ થાય. • વ્યક્તિ પ્રાપ્ત સંપત્તિ કે પુણ્યોદયથી મહાન નથી પણ ગુણોથી મહાન છે. • જીવને સજ્જનતા તો ફાવે છે પણ સાત્વિકતા નથી ફાવતી. • જ્ઞાન સ્વરૂપના બીબામાં ઢળે તો વીતરાગ બને. રૂપીને છોડો અને અરૂપીને પકડો તો મોક્ષ પામો. ૧૦૭ સાધના Page #115 -------------------------------------------------------------------------- ________________ • સંસાર ત્યાગ એટલે પરભાવમાંથી વિરમવું અને સ્વભાવમાં રમવું. છ • ઉપયોગ શુભરૂપે પરિણમે તો અશુભ અટકે. • આધ્યાત્મિકતાનો માર્ગ જાગૃતિનો છે તેમ અત્યંત પ્રામાણિકતાનો પણ છે. • જેની વચ્ચે રહ્યાં છીએ તેને ઉચિત ન્યાય આપીને જ મોક્ષે જવાશે. • સંયોગવશાત્ વ્યક્તિને છોડી શકાય પણ તરછોડી શકાતી નથી. સંયોગોના દૃષ્ટા બનવાથી સંયોગોને પ્રેમથી વિદાય આપી કહેવાય. • સંયોગો એ પરસત્તા છે અને દૃષ્ટિ એ સ્વસત્તા છે. • મોક્ષે જવું હોય તો સંસારમાં લઘુત્તમ ભાવે જીવતાં શીખવું જોઈએ. • બહુ ઘૂંટાયેલું હોય તે અવ્યક્તપણે કાર્યશીલ રહે છે. • દુઃખ ભોગવવાથી મુક્તિ નહિ થાય પણ સાચી સમજથી મુક્તિ થાય. નિજાનંદનો નિષ્કર્ષ ૧૦૮ Page #116 -------------------------------------------------------------------------- ________________ ક્લેશ, સંઘર્ષ, વાદ, વિવાદ, વિખવાદ, વિતંડા, તર્ક, યુક્તિ એ બધાં બુદ્ધિના ચાળા છે. • જ્ઞાનીની વાતો સાંભળીએ છીએ ખરા, પણ સાંભળીને સમજમાં લાવી સ્વીકારતા નથી. • . • પુણ્યયોગ છે પણ આત્મયોગ નથી. તત્ત્વમાર્ગને આત્મસાક્ષીપણા અને પ્રામાણિકતા સાથે ગાઢો સંબંધ છે. જૈનદર્શનનો પાયો તત્ત્વનિર્ણયપૂર્વકની સાધના છે. ભવે મોક્ષે સમો મુનિની સ્થિતિ આવે પછી જ ક્ષપકશ્રેણિના મંડાણ થાય છે. પરમાર્થ સાધે તે સાધુ. • સુકૃત અનુમોદનાની પૂર્વમાં દુષ્કૃતગર્હાની અત્યંત આવશ્યકતા છે. છ ભેદનો ભેદ કરી એનો છેદ કરવાનો છે. • સ્વ હોય તેની સાથે જ અભેદ પરિણમન શક્ય છે. • પર પદાર્થ સાથે અભિન્ન પરિણમન એ જ સંસાર. ૧૦૯ સાધના Page #117 -------------------------------------------------------------------------- ________________ ર • સ્વદ્રવ્ય ગુણ પર્યાયનું અભેદ પરિણમન એ જ મોક્ષ. • ભૂખ તૃષાદિ એ શરીરની ધાતુની વિષમતા છે. જ્ઞાયકની સાથે ક્રિયા તો હોઈ શકે છે પણ કર્તાભાવ નથી રહી શકતો. • સ્વાર્થ ગર્ભિત પ્રવૃત્તિ જ્યાં નથી ત્યાં સાત્વિકતા છે. • અન્યના હિતાહિત લાભાલાભની વિચારણા એ જ સાત્વિકતા છે. • વિવેક અર્થાત્ પ્રજ્ઞાની હાજરીથી અહંનું આત્મામાં વિલીનીકરણ થાય છે. • જોડાઈ ન જા ! જુદો રહે અને જોનારાને જો ! જાણનારાને જાણ ! • દોષથી સંસાર છે, ગુણથી મોક્ષમાર્ગ છે પણ સ્વરૂપલીનતા એ મોક્ષ છે. વ્યક્તિ વ્યક્તિત્વથી મહાન બને તો મોક્ષે જાય. વ્યક્તિ વ્યક્તિથી મહાન બનવા જાય તો સંસારમાં ભટકે. આત્માએ પોતે પોતાને સ્વરૂપાનુશાસન આપી પોતામાં ઠરવાનું છે. નિજાનંદનો નિષ્કર્ષ ૧૧૦ Page #118 -------------------------------------------------------------------------- ________________ પ્રયોજન કટ-ઓફ કરો તો રાગ વિરાગમાં પરિણમે અને તો વીતરાગ બનાય. • જ્ઞાતાટષ્ટા બની જીવન જીવાય તો જ સંસારના ઋણ પૂરા થાય. સંસાર એટલે અજ્ઞાન અને અજ્ઞાન એટલે સંસાર. • સમગ્ર મોક્ષમાર્ગ જાતને ઓળખીને જાતમાં રહેવામાં છે. જ્ઞાનીને પ્રયોજન વીતરાગતા સાથે છે પણ જગતના પદાર્થો સાથે નથી. . આખો ય મોક્ષમાર્ગ જીવના ડહાપણ અને જીવની આત્મજાગૃતિ ઉપર નિર્ભર છે. જે ભીતરથી જાગ્યો તેને જગતમાં બાંધનાર કોણ છે? સંકલ્પ વિના કોઈપણ કાર્યની સિદ્ધિ થાય નહિ. • સંકલ્પ થાય તો વિકલ્પ સુધરે અને તો ભાવધારા સુધરે. • સાધનાની વૃદ્ધિથી શુદ્ધિની વૃદ્ધિ છે અને શુદ્ધિની વૃદ્ધિથી સત્વની વૃદ્ધિ છે. • અર્થ અને કામને ધર્મથી નાથવાના છે. ૧૧૧ સાધના Page #119 -------------------------------------------------------------------------- ________________ . . • સમાધિની પરબ માંડી સમાધિપાન કરાવવા જેવું ઉત્તમ ધર્મકાર્ય કોઈ નથી. • ભૂલ કરીશ પણ ભૂલને ઢાંકીશ તો નહિ જ ! અંદરનું તત્ત્વ – ટીમ્બર પકડાઈ જાય તો બહારનું તત્ત્વ માટી જણાઈ જાય. • માનવભવને પામીને દિવ્ય વિચારસરણીથી દિવ્યજીવન જીવવાનું છે. • ધર્મ કરવો એટલે ચોવીસે કલાક ભેદધ્યાનમાં રહેવું. આત્મસાક્ષીએ જીવ જેટલો પ્રામાણિક બની ઋજુ અને મૃદ્ર બન્યો તેટલો તે મોક્ષમાર્ગી. • ક્યાં તો કાયસ્થિત શુદ્ધ ચૈતન્યના લક્ષ્યથી કે પછી કાયાની અશુચિમયતાથી કાયાની મમતા તોડો ! પૂર્વકરણ કર્યા છે, પણ અપૂર્વકરણ આજ દિન સુધી કર્યુ નથી. પદાર્થના દષ્ટા બનવાનું છે તેમ વિકલ્પના પણ દૃષ્ટા બનવાનું છે. નિજાનંદનો નિષ્કર્ષ ૧૧૨ Page #120 -------------------------------------------------------------------------- ________________ ♦ દોષ મુક્ત થયા વિના દૈવત પ્રગટે નહિ. • સારા પણ વિકલ્પનો અહં થવો તે ખોટું. • બધી પરિસ્થિતિમાં આપણો આત્મા છાશમાં માખણની જેમ જુદો તરવરવો જોઈએ. • સાધના એટલે જ્ઞાનમાં સુધારો. આપણા જ્ઞાનને નિર્મળ બનાવતા જવું એ ધર્મ. • જ્ઞાન વીતરાગ બને તો જ્ઞાન પૂર્ણ બને અને પૂર્ણ આનંદ આપે. • પ્રયત્ન દોષનાશ અને ગુણપ્રાપ્તિનો હોય પરંતુ લક્ષ્ય તો સ્વભાવનું હોય ! રહેવું પડે તો સંસારમાં ભલે રહો, પણ સંસાર તમારામાં ન રાખો. માન્યતા બદલો. સંયોગો વિયોગી સ્વભાવવાળા છે, માટે સદાકાળના સાથી આત્મામાં સ્થિર થા ! ઉપયોગ, ઉપયોગ ઉપર રાખ ! દૃષ્ટિ દૃષ્ટા ઉપર રાખ ! જેથી ભીતરનો ભગવાન પ્રગટ થાય: વર્તમાનમાં રહેતા નથી આવડતું, તે સાધક નથી. ૧૧૩ સાધના Page #121 -------------------------------------------------------------------------- ________________ . • આત્માની કલ્પશક્તિ વિકલ્પરૂપે પરિણમે છે. નિર્વિકલ્પ પરિણમન એ મોક્ષમાર્ગ છે. • જ્યાં ક્ષયોપશમભાવ છે, ત્યાં પુરુષાર્થ છે. અઘાતિકર્મ વિષે માત્ર ઔયિક ભાવ હોવાથી પુરુષાર્થ નથી. સંસાર રાગ-ભોગ-ગ્રહણ સ્વરૂપ છે. ધર્મ વિરાગ- ત્યાગ-સહિષ્ણુતા સ્વરૂપ છે. • સ્વભાવનો પ્રભાવ જ પ્રકૃષ્ટ હોય છે અને એવો પ્રભાવ જ સ્વભાવમાં લઈ જાય છે. • વિનય એટલે કૃતજ્ઞતા, અહમ્ મુક્તિ અને અર્પણતા. • અંતરમાં ચૈતન્યની સ્વસત્તાનું જેટલું અવલંબન તેટલો સાધકભાવ. • પરવશતાથી અતિક્રમણ છે. સ્વવશતાથી પ્રતિક્રમણ છે. • પ્રકૃતિને વશ થવાથી અભિપ્રાય બંધાય છે. પ્રજ્ઞાશક્તિથી અભિપ્રાય છૂટે છે. એકાગ્રતા એ સામાયિક નથી પરંતુ સમતા એ સામાયિક છે. • જે અસત્નો દૃષ્ટા બને તે જ સત્નો ભોક્તા બને. નિજાનંદનો નિષ્કર્ષ ૧૧૪ Page #122 -------------------------------------------------------------------------- ________________ . પોતાના આધારે જીવે તે પરમાત્મા. પુદ્ગલના આધારે જીવે તે જીવાત્મા ! • વસ્તુ પોતાના સ્વભાવમાં પરિણમે તે ધર્મ ‘“વત્યુ સહાવો ધમ્મો • નિત્યને આધારે નિત્યતા અને અનિત્યના આધારે અનિત્યતા. • કરવામાં અહંકાર જોઈએ અને અહંકાર હોય ત્યાં ‘હું કોણ’ તે જાણી શકાતું નથી. • સર્વ સંયોગ, પ્રસંગ, પરિસ્થિતિમાં ચિત્તપ્રસન્નતા એ જ સ્થિતપ્રજ્ઞતા. • નવા ઋણ ઊભા કર્યા વિના જૂના ઋણ ચૂકવતા જઈ ચોપડો ચોખ્ખો કરતાં જાઓ ! • વસ્તુ પ્રત્યેનું વલણ જ વ્યક્તિના વ્યક્તિત્વને અભિવ્યક્ત કરે છે. • કલ્પિત સુખ સાન્ત હોય છે, જ્યારે નિર્વિકલ્પ સુખ અનંત હોય છે. . જેને બધે ફાવશે, બધું ચાલશે, તે બધામાં ભળશે અને સમરસ થઈને રહેશે. ૧૧૫ સાધના Page #123 -------------------------------------------------------------------------- ________________ • ક્યાંય કશે કોઈને અડીએ નહિ તો નડિયે નહિ અને દંડાઈએ નહિ. • જેનાથી અહંકાર અને મમતા જાય તે સાચું સાધન . જે ચારે બાજુએ પૈસા વેરી જાણે છે, તેને લોભ સતાવતો નથી. કહેવત છે; જેનો હાથ પોલો તેનો જગ ગોલો (દાસ) • માન મૂકે તે મહાન, મોહ હણે તે મોહન. • સ્વભાવથી પોતે પોતાને જોવાનો છે અને નિમિત્તને જાણવાનું છે. . પરિણામની શુદ્ધિ એ મોક્ષમાર્ગ છે. • વિદશપર્યાયધારામાંથી ઉપયોગને સદશપર્યાયધારામાં લઈ જવાનો છે. • જેને અધ્રુવમાંથી હું પણું નીકળી જાય, તે જ ધ્રુવમાં હું પણું કરી શકે અને ધ્રુવથી અભેદ થઈ શકે. આત્માએ આત્મામાંથી આત્મા વડે આત્મધર્મને પામવાનો છે. • અ) આત્માએ પોતે, પોતાના વડે, પોતામાં પરિણમન કરવાનું છે. નિજાનંદનો નિષ્કર્ષ ૧૧૬ Page #124 -------------------------------------------------------------------------- ________________ . . . બ) પોતે પોતાવડે પોતાનામાં પોતાનું સ્વરૂપ- પોતાનું પોત પ્રગટ કરવાનું છે. સર્વોત્કૃષ્ટ સદ્ગતિ એ પંચમતિ મોક્ષ છે જે ગતિ નથી પણ સ્થિતિ છે, તેને મેળવવાની છે. છાશમાં તરતા માખણની જેમ સંયોગોની વચ્ચે પણ સંયોગો અને તેની અસરથી અળગા રહેવું તે મોક્ષમાર્ગ છે. જ્ઞાનનું કષાયરૂપ વિકારી પરિણમન ન થતાં જ્ઞાનભાવે ઉપશમભાવમાં પરિણમન થાય તો શુદ્ધાત્મસ્વરૂપ પ્રગટે. ષટ્કારકનું બાહ્ય પ્રવર્તન સંસાર છે પણ ષડ્કારકનું અત્યંતર પ્રવર્તન એ મોક્ષમાર્ગ છે. • કાર્ય કરતા પૂર્વે કાળજી-વિવેક જરૂરી છે પણ કાર્ય થયા પછી સારું કે નરસું જે થયું તે થવાનું હતું એ પ્રમાણે થયું એમ માનવું અને કર્તાભાવનું ઉન્મૂલન કરી નાંખવું- અળગા થઈ જવું એ જ યોગ્ય છે. • જેને પોતાની જ ભૂલ દેખાય અને જગત આખું નિર્દોષ જણાય તે પરમ સજ્જન છે. અ) નામ અને રૂપની ખોટી ઓળખથી અળગા થવું પડશે. બ) અનામી અને અરૂપી એવું આત્મસ્વરૂપ જે સ્વ છે, તેની ૧૧૭ સાધના Page #125 -------------------------------------------------------------------------- ________________ . • ઓળખ કરી વારંવાર એનું આલંબન લેવું જોઈશે. સંસાર એટલે પર્યાયનો પલટન ભાવ-વિસદશતા જ્યારે મોક્ષ એટલે પર્યાય પલટાય પણ રહે સદેશ. સંખ્યાભેદ ખરો પણ સ્વરૂપભેદ નહિ. એવો ને એવો ખરો પણ એ ને એ જ નહિ. જીવે પોતાના આત્મઘરને એક ક્ષણ પણ ભૂલવાનું નથી. હકીકતમાં તો આત્મઘરમાં રહેવાનું છે. રહી ન શકો તો ભૂલો તો નહિ જ ! વીતરાગ અને સર્વજ્ઞ સ્વરૂપની પ્રતીતિ કરો અને ખુમારી રાખો. ખુમારી ન રાખશો તો ખુવાર થશો. વીતરાગ સર્વજ્ઞ પદ એ પરમપદ છે. એની ઉપર એકે ય પદ નથી. ચક્રવર્તી અને ઈન્દ્રની પદવી તો પુદ્દગલની એંઠ છે. જેને સ્વરૂપની મસ્તી છે એને પદ મળે કે ન મળે; કોઈ ફરક પડતો નથી. • ગાંજા ચરસના કેફ વાળો પણ દુન્યવી વ્યવહારમાં રાજાને ય જો ન ગણકારતો હોય તો પછી સ્વરૂપની મસ્તીમાં આતમમસ્ત આતમરામ કોની પરવા રાખે! • પહેલાં બોધ, પછી શ્રદ્ધા અને ત્યાર પછી પરિણમન એવો આત્મવિકાસનો ક્રમ મોક્ષમાર્ગમાં હોય છે. નિજાનંદનો નિષ્કર્ષ ૧૧૮ Page #126 -------------------------------------------------------------------------- ________________ • જેનો મહિમા તેની ચાહના. જેવી ચાહના તેવી ચાલના અને જેવી ચાલના તેવું પરિણમન. • દેહાધ્યાસ છે ત્યાં સુધી કર્તાપણું છે અને કર્તાપણું છે ત્યાં સુધી સંસાર છે. ૭ જીવને સંસાર પર્યાયષ્ટિથી છે. જીવના સંસારનો અંત દ્રવ્યદૃષ્ટિથી છે. માટે જ જ્ઞાનીનો ભાર શુદ્ધસ્વરૂપ ઉપર છે. • અધ્યાત્મના માર્ગમાં કરવાનું કાંઈ નથી. પ્રત્યેક પ્રસંગમાં વસ્તુ જેવી છે તેવી યથાતથ સમજવાની છે અને સમજ્યા પછી પ્રસંગને અવસરોચિત વિવેકપૂર્વક સાનુકૂળ બની adjustment કરી ભાવ બગાડ્યા વિના એ પ્રસંગમાંથી પાર ઉતરી જવાનું છે-પસાર થઈ જવાનું છે. આ મોક્ષમાર્ગ છે. • આ ભવમાં જીવ ગમે તેટલો સારો હોય તેટલા માત્રથી કાંઈ પૂર્વભવના ભૂલની માફી મળી જતી નથી. પૂર્વભવના લેણદેણ-ઋણાનુંબંધ પૂરેપૂરા ચૂકવાઈ ન જાય ત્યાં સુધી મોક્ષ ન થાય. • અ) મોક્ષમાર્ગ પરથી નિરપેક્ષ છે અને સ્વથી સાપેક્ષ છે. બ) જ્ઞાની કહે છે પરથી પર થતો જા-પરથી છૂટતો ૧૧૯ સાધની Page #127 -------------------------------------------------------------------------- ________________ • જા અને સ્વથી જોડાતો જા ! પરાવલંબી મટી સ્વાવલંબી થા ! જૈનકૂળમાં મળેલ જન્મ કે જે સદ્ગતિ છે, તેને પરમગતિનું કારણ બનાવવાનું છે, નહિ કે દેવગતિનું! • અલંકારને ભાંગ્યાં અને ગાળ્યાં વિના શુદ્ધ સોનું નહિ મળે. નામ રૂપને છોડ્યા વિના અનામી અરૂપી પરમાત્મત્વ-પરમગતિ ન મળે. • ધર્માત્માને યોગ પકડવા ફાવે છે પણ યોગશુદ્ધિથી ચડિયાતી, ઉપયોગથી ઉપયોગને પકડીને ઉપયોગશુદ્ધિ કરવી ફાવતી નથી. પર્યાય એ અવસ્થા છે, જે આવે છે અને જાય છે. ન ટકે તે પર્યાય, જે નાટક છે અને જે ટકે છે તે દ્રવ્ય છે. ઉપયોગ જો શુદ્ધદ્રવ્ય તરફ ઢળી તેમાં ભળે તો તે મોક્ષમાર્ગ અને સંપૂર્ણ ભળી જાય તો તે મોક્ષ. અ) શેઠ કિંમત કોની કરશે? ચિંધ્યા પ્રમાણે કરાતા કાર્યની કે પછી શેઠની વફાદારીની? બ) ભગવાન કિંમત કોની કરશે? કરાતી ક્રિયાની કે પછી ભગવાન પ્રતિના ભગવત્ ભાવની ? નિજાનંદનો નિષ્કર્ષ ૧૨૦ Page #128 -------------------------------------------------------------------------- ________________ . • જેને નિત્યતપમાં દૃઢતા નથી, તેનો અવસરોચિત કરાતો નૈમિત્તિક તપ પ્રશસ્ત રહેતો નથી. કર્મબંધ અનાદિનો છે માટે કર્યોદય અનાદિથી છે. અ) શબ્દમાં મોક્ષ છે અને લક્ષ્યમાં વિષયકષાય છે તો તે ગુણટષ્ટિ સાચી નથી. બ) લક્ષ્યમાં જો સ્વરૂપ છે – મોક્ષ છે, તો પછી પરિણમન શુદ્ધ કેમ ન હોય ? • દ્રવ્યદૃષ્ટિની તાકાતથી વિશુદ્ધિ થયા કરે છે, કારણકે જેના પર દૃષ્ટિ સ્થાપી છે તે વિશુદ્ધિનો મહાસાગર છે. • જ્ઞાયકભાવ એ થડ છે જ્યારે પર્યાય એ ડાળ પાંખડા છે. થડ પકડાયું હશે તો વિકાસ ઝડપી થશે. • સમ્યગ્દર્શન કે સમ્યચ્ચારિત્રની ગમે તેટલી શુદ્ધિ પર્યાયમાં પ્રગટે અને આનંદ અનુભવાય પણ જો તે વખતે ધ્રુવ તત્ત્વ જ્ઞાયકની પકડ પકડાયેલી રહેશે તો જ ટકી જવાશે. જ્ઞાયકની પકડ જો છૂટી જશે તો શુદ્ધિ-લબ્ધિ અને આનંદમાં અટવાઈ જવાનું થશે. • વાદ, વિવાદ, વિખવાદ, મતભેદ ઊભા કરવા, એ સાધનામાં પથરા નાંખવા બરાબર છે. ૧૨૧ સાધના Page #129 -------------------------------------------------------------------------- ________________ જીવને પોતાની ચિંતા નથી અને મુક્તિની તાલાવેલી નથી, તેથી એ મોક્ષમાર્ગથી દૂર છે. હું પરમાત્મસ્વરૂપ છું અને કાયા એ મારી નથી તેથી કાયાની આળપંપાળ નથી. આ સાધનાનો અર્ક છે. • નમ્રતા એ જ્ઞાનનું પાચન છે. અહંકાર એ જ્ઞાનનું અજીર્ણ છે. • હ પોતે પોતાને પોતાવડે પોતાનામાં અનુભવે તે સ્વસમય છે. પોતાના ઉપયોગને કર્મના ઉદય સાથે જોડવો કે જ્ઞાતાની સાથે જોડવો? જોડાણ ક્યાં કરવું એ નક્કી કરવામાં જીવ સ્વતંત્ર છે. જરૂર પડે વસ્તુનો ઉપયોગ કરી લઈએ તે ડહાપણ છે પણ વસ્તુ વિષે અભિપ્રાય બાંધીએ તે ગાંડપણ છે. અ) CURIOCITY કુતુહલતાના કારણે જીવ બહાર ફેલાઈ જાય છે, તે EXPANSION-BROADCASTING છે, જે વ્યર્થ છે. બ) અધ્યાત્મમાં તો ઊંડા ઉતરવાનું - DEEP CASTING કરવાનું હોય છે. ભીતરમાં છે તેને પ્રકાશમાં લાવવાનું છે. પોતે પોતાને જાણીને પોતામાં સમાઈ જાય તે અધ્યાત્મનું પ્રયોજન છે. તિાનંદનો નિષ્કર્ષ ૧૨૨ Page #130 -------------------------------------------------------------------------- ________________ d ધર્મની ક્રિયા એ ઉપચાર ધર્મ છે અને ધર્મની પરિણતિ એ વાસ્તવિક ધર્મ છે. મનુષ્યભવ શુદ્ધિ સાથે સંકળાયેલ છે અને નહિ કે પુણ્ય સાથે. • યોગ્ય એ દ્રવ્ય છે. યોગ્યતા એ શક્તિ-ગુણ છે અને યોગ્યતાનું ભવન-કાર્ય એ પર્યાય છે. જ્યાં સુધી કરવા ઉપર, ક્રિયા ઉપર અને કર્તાભાવ ઉપર જોર છે, ત્યાં સુધી જ્ઞાયક તત્ત્વ નહિ ઓળખાય, નહિ પકડાય. • ત્રિકાળી ધ્રુવ તત્ત્વ તો વીતરાગ જ છે. રાગ તો પર્યાયમાં છે. • પરથી લાભ માનનારો પર સમયમાં છે. • સાધનાકાળમાં જેટલું સ્વ સમયમાં રહેવાશે તેટલું જલ્દી સ્વક્ષેત્ર-મોક્ષમાં પહોંચાશે. શ્રદ્ધાન સમ્યક્ તો પરિણમન સમ્યગ્. પરિણમન સમ્યગ્ તો તે મોક્ષપ્રદાયક મોક્ષમાર્ગ. કાંઈ ન કરવું અને આત્મામાં ઠરવું તે પરમધર્મ. જે મન-વચન-કાયયોગનો દૃષ્ટા છે, તેનું દેખીતું કરવાપણું પણ વાસ્તવમાં તો થવાપણારૂપ છે. ૧૨૩ સાધના Page #131 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યભવનું સાફલ્ય, દષ્ટિ પરિવર્તનમાં- સમ્યગ્દષ્ટિની પ્રાપ્તિમાં છે. અ) અધ્યાત્મમાં સમાધાન જ હોય અને તેથી સમાધિ જ હોય. બ) કલેશ અને સંઘર્ષ હોય ત્યાં અધ્યાત્મ ન હોય પણ અસમાધિ હોય. સંસાર જેને ગમે છે તે સંસારમાં રમે છે અને જે સંસારમાં રમે છે તે સંસારમાં ભમે છે. • શ્રાવક શ્રવણ કરે છે, તેથી વિવેક જાગે છે અને તે વિવેક, કરવા યોગ્ય ક્રિયાથી તેને યુક્ત બનાવે છે. • થવા યોગ્ય થવા કાળે થાય છે, એ સમાધાનવૃત્તિ કર્તૃત્વબુદ્ધિને ઓગાળે છે. અભેદમાં ભેદ ન દેખાય ત્યારે અભેદ અનુભવાય. . આશ્રવનો અભાવ સંવર છે અને બંધનો અભાવ મોક્ષ છે. રાગમાં એકત્વ તે બંધ. શુદ્ધાત્મની અનુભૂતિ તે સંવર અને શુદ્ધિમાં વૃદ્ધિ તે નિર્જરા. ♦ પુણ્ય-પાપ-આશ્રવ-સંવર-નિર્જરા-બંધ-મોક્ષ એ જીવના દ્રવ્યના નહિ પણ પર્યાયના લક્ષણો છે. નિજાનંદનો નિષ્કર્ષ ૧૨૪ Page #132 -------------------------------------------------------------------------- ________________ • આત્મા સ્વ-પર પ્રકાશક છે. સ્વ જણાઈ જતાં પર જણાઈ જાય છે. નિશ્ચય થતાં વ્યવહાર થઈ જાય છે. • સ્વીકારની ભૂમિકા ઉપર નિર્વિકલ્પતા છે. સહન કરવાની ભૂમિકા ઉપર વિકલ્પ છે. છ અપુનબંધકાવસ્થાથી ધર્મની શરૂઆત છે. એ અંતર્મુખતાનું બીજ છે. સાનુબંધ શુદ્ધિથી ગુણસ્થાનકનું પ્રાગટ્ય છે. • ૧) નિરાસંશભાવે કરાતા ધર્મથી ૨) તત્ત્વરુચિ- ગુણરુચિથી કરાતા ધર્મથી ૩) અને આત્મા જેવો છે તેવો ઓળખીને કરાતા ધર્મથી આગળ વધાય છે અને પરમાત્મસ્વરૂપને પમાય છે. • સભ્યશ્રદ્ધા યુક્ત બોધ તે શ્રદ્ધા. શ્રદ્ધાનુસારી પરિણમન તે મોક્ષમાર્ગ. બાકી કષાયાનુસારી પરિણમન તે સંસાર માર્ગ. સંસાર એટલે પુણ્યના ચમકારા. પાપપ્રકૃતિના ઉદયમાં જીવને પુણ્યક્રિયા શક્ય ન હોય ત્યારે પણ તે ભાવપુણ્ય કરી શકે છે કારણકે ભાવ કરવામાં જીવ સ્વતંત્ર છે. ૧૨૫ સાધના Page #133 -------------------------------------------------------------------------- ________________ • પુણ્ય અને પાપ ઉભય હેય લાગશે ત્યારે આત્મા જ એકમાત્ર ઉપાદેય લાગશે. શુદ્ધિની વૃદ્ધિ તે જ નિર્જરા. • 1 અનિચ્છામિòવા ઈચ્છા જ ન રહે એવી અનિચ્છાની જ એક ઇચ્છા રાખવા જેવી છે. • જીવ સંસારમાં ક્રિયાથી નથી રખડતો. પરંતુ ક્રિયા ઉપરના કર્તાભાવ અને આગ્રહથી રખડે છે. • યોગ સંબંધી ભૂલોનું પ્રાયશ્ચિત રોજિંદા પ્રતિક્રમણ છે જ્યારે ઉપયોગ સંબંધી ભૂલોનું પ્રાયશ્ચિત-પ્રતિક્રમણ, ધ્યાન છે. વિકલ્પ, વાસના, વૃત્તિ અને વિચારથી ચેતનાને ઉપર ઉઠાવવાની છે. જેટલી ઉપયોગની શુદ્ધિ તેટલો નિશ્ચય અન તે શુદ્ધિ કાળમાં યોગનું પ્રવર્તન તે ધર્મકાર્ય. • વસ્તુની ગુણાત્મકતા-ઉપયોગીતા એ વસ્તુની VALUE- વેલ્યુ છે. જ્યારે વસ્તુનો બજારમાં ક્રયવિક્રયનો ભાવ એ PRICE-દર છે. જેનું જે જાતનું બીજ હોય, તે પ્રકારે તે પરિણમે. • કષાય અને ભ્રાંતિ થવામાં ઘાતી કર્મનું નિમિત્ત છે. નિજાનંદનો નિષ્કર્ષ ૧૨૬ Page #134 -------------------------------------------------------------------------- ________________ છ . પ્રતિકૂળતા થવામાં અઘાતિ કર્મનું નિમિત્ત છે. સમજીને ઠરવાનું કામ છે. સમજ્યા વગર ઠરશે શેમાં? વિચારમાં ફેર પડી જાય તો આચારમાં ફેર પડી જાય છે. મોક્ષ એ આંતરિક ભાવતત્ત્વ છે માટે એની પ્રાપ્તિનો માર્ગ પણ આંતરિક ભાવ જ હોય. • કષાયની મંદતા એ મોક્ષમાર્ગ નથી પણ કષાયનું ઘટવાપણું એ મોક્ષમાર્ગ છે. • . . પ્રતિકૂળ સંયોગોમાં પણ દૃઢ સંકલ્પ કરી ટકી રહેવું તે આગ્રહ નથી પણ ટેક છે. ગીતાર્થનો મોક્ષ છે. ગીતાર્થની નિશ્રામાં રહેનારનો પણ મોક્ષ છે. પરંતુ સ્વછંદીનો મોક્ષ નથી. બુદ્ધિની ટચુકડી ફૂટપટ્ટીથી કેવળજ્ઞાનનો મહાસાગર માપ્યો મપાય એમ નથી અને બુદ્ધિની ટચુકડી ચમચીથી કેવળજ્ઞાનનો મહાસાગર ઉલેચ્યો ઉલેચાય એમ નથી. • પુણ્યના માલિક નહિ પણ ટ્રસ્ટી બનવાનું છે. વિશ્વાસ મૂકીને પ્રકૃતિએ પુણ્યશાળી બનાવવા દ્વારા વિશ્વસ્થ બનાવ્યા છે તેને વફાદાર રહેવાનું છે. ૧૨૭ સાધના Page #135 -------------------------------------------------------------------------- ________________ . • સંસારમાં સરવાપણું છે જ્યારે સિદ્ધાવસ્થામાં ઠરવાપણું છે. • જે ટકે તે સ્વરૂપ અને બદલાય તે વિરૂપ- સંયોગ. \ અસથી છૂટા પડી અસન્ના દષ્ટા બનાશે તો સત્થી જોડાઈને સટ્ના ભોક્તા બની શકાશે. અસત્નો રંગ ઉતરે અને સત્નો રંગ ચઢે તેનું નામ સત્સંગ. સતિ-દુર્ગતિનું મૂળ શુભાશુભ ભાવ છે. મોક્ષનું મૂળ શુદ્ધ ભાવ છે. સાધકે ઉપયોગને વિસટશ પર્યાયમાંથી સદેશ પર્યાયમાં લઈ જવાનો છે. • પરિણમનની શુદ્ધિ એ મોક્ષમાર્ગ છે. • ધ્રુવથી અભેદ થવા સાધકે, અધ્રુવના હું પણાને ધ્રુવના હુંપણામાં વાળવું જોઈશે. જે ચીજ આપણી છે, તે આપણી તરીકે ઓળખાયા પછી પારકી ચીજને છોડવાનું કે તેનાથી છૂટવાનું દુઃખ નહિ થાય. નિજાનંદનો નિષ્કર્ષ ૧૨૮ Page #136 -------------------------------------------------------------------------- ________________ . હું જાણનારો છું માટે જાણનારો જણાય છે. પર જણાતું નથી પણ જાણનારાના જણાવામાં પર જણાઈ જાય છે. જાણનારો જણાય છે અને થવા યોગ્ય થયા કરે છે. અ) છાસમાં માખણ ગુણકારી પણ માખણમાં છાસ હાનીકારી. બ) સંસારમાં ધર્મ લાભકારી પણ ધર્મમાં સંસાર નુકસાનકારી. ભગવાનની પ્રત્યેક આજ્ઞા મોહ હનન્ અર્થાત્ આત્મદુઃખ ટાળી આત્મસુખ પામવા માટે છે. કરતાં કરતાં આવશે કે થશે એમ નથી, પણ કરતાં કરતાં ઠરવાપણું આવશે તો કરવાપણું, કૃતકૃત્યતા અર્થાત્ હોવાપણામાં ફળશે. ♦ 0VERLOOK THE EVENT BUT DON'T B00K IT & GET H00KED T0 IT ! પ્રસંગને નીરખો નિહાળો, પણ એની નોંધ લઈને બંધાઓ નહિ ! • આપણે વ્યુ પોઈન્ટ વિચારીએ છીએ તેથી જુદા પડીએ છીએ પણ પોઈન્ટ ઓફ વ્યુ વિચારીને ન્યાય નથી આપી શકતા. મતથી મતભેદ છે. જ્યારે મતના મૂળ દૃષ્ટિકોણની વિચારણામાં મત ઐક્ય છે. ૧૨૯ સાધના Page #137 -------------------------------------------------------------------------- ________________ છ પુદ્ગલાભિનંદી–ભવાભિનંદી જીવોને અલ્પ વિરામ હોઈ શકે છે પણ પૂર્ણ વિરામ હોતો નથી. પૂર્ણ વિરામ તો આત્માનંદી ભવ્યાત્માઓને હોય છે. વર્ણન અને વેદન સમકાળે ન થાય. સાકર આસ્વાદતી જીભ સાકરનું વર્ણન નહી કરી શકે. ઊંધી મિથ્યા માન્યતાને કાઢો અને સીધી સમ્યગ માન્યતાને ઘૂંટો ! • નયનમાંથી સરતા આંસુ દુઃખ ધુએ છે. હૃદયમાંથી સરતા આંસુ પાપ ધુએ છે. વિશ્વનો શ્વાસ તે વિશ્વાસ. • પરસ્પર ગુણોની આપ-લે, એજ સાધર્મિક વાત્સલ્ય. • ચિતા તન(મડદા)ને બાળે, ચિંતા મન (જીવતા)ને બાળે અને ચિંતન દોષોને-પાપોને-કર્મોને બાળે. • પ્રારબ્ધ એટલે પૂર્વકર્મનો ઉદય. પુરુષાર્થ એટલે સંવર અને નિર્જરા. છે દેવ દર્શન દે ! આત્માના પરમાત્મસ્વરૂપની ઓળખ કરાવે ! ગુરુ દેવની ઓળખ કરાવે અને દેવ થવા શાન નિજાનંદનો નિષ્કર્ષ ૧૩૦ Page #138 -------------------------------------------------------------------------- ________________ . દે ! ધર્મ સર્તન કરાવે અને આત્મધર્મમાં દોરે ! • જે છોડવા તૈયાર નથી તે છૂટશે કેવી રીતે ? • જેને પરમાત્મા અને આત્મજ્ઞાનીના ભેદ જણાય છે તેને આત્મતત્ત્વ હજુ પકડાયું નથી. . અ) અધ્યાત્મક્ષેત્રે સ્વપ્રયોજન-આત્મકેન્દ્રીતાની પ્રધાનતા છે અને પરપ્રયોજનની ગૌણતા છે. બ) ભૌતિક-દુન્યવી ક્ષેત્રે પરાર્થતાની પ્રધાનતા છે અને સ્વાર્થ ગૌણ છે. કોના છગન? કોના મગન? આવ્યા નગન જાવું નગન! ♦ DESIRE T0 BE DESIRELESS ! ઈચ્છારહિત થવાની ઈચ્છા રાખો ! “ અનિચ્છામિò।।'' • ‘દેહ હું જ છું !' એવું માને, તે સુખદુ:ખમાં છો અથડાતો; દેહ દેહી જેને મન જુદાં, તે નથી મૃત્યુથી અકળાતો. • ભૂખ ઓછી કરો તો ભીખ ઓછી થાય. • અ) જગત પોતે મિથ્યા નથી. તેના ઉપર આપણે જે માયા રાખીએ છીએ તે મિથ્યા છે. ૧૩૧ સાધના Page #139 -------------------------------------------------------------------------- ________________ . બ) જગત મને બાંધતું નથી. મોહવશ થઈ હું પોતે એનાથી બંધાઉં છું. નિરુપાયતાનો ઉપાય કાળ છે-દુઃખનું ઔષધ દહાડા. • ધનવાન પુણ્યથી થવાય પણ ધર્માત્મા તો પુરુષાર્થથી જ . • . થવાય. જ્યાં ભેદ નથી ત્યાં ખેદ નથી. સંયોગો ફેરવવા આપણા હાથની વાત નથી. વિચારો ફેરવવા આપણા હાથની વાત છે. ભીતરમાં સાવધાન થઈ બહાર ઉદાસીન રહો ! કર્મથી કર્મનો નાશ એટલે તીર્થંકર નામકર્મ, આહારક નામકર્મ અને સમ્યક્ત્વ મોહનીયકર્મથી શેષ કર્મપ્રકૃતિનો નાશ કરવાની કર્મ પ્રક્રિયા. • તારામાં સુખ ભલે ઉભરાય પરંતુ તું સુખમાં ન ઉભરાતો, કારણકે આ તો બિંદુ પ્રમાણ સુખ છે. હજુ સાગરપ્રમાણ કેવળજ્ઞાનના આનંદવેદનને પામવાનું બાકી છે. નિજાનંદનો નિષ્કર્ષ ૧૩૨ Page #140 -------------------------------------------------------------------------- ________________ ઉટ્ટાનના ભાંડત Page #141 -------------------------------------------------------------------------- ________________ d ઉપાસના-Í • ભગવાનને નીરખતા નીરખતા સ્વયં ભગવાન સ્વરૂપે નિખરવું એજ સાચું ભગવાનને નીરખવાપણું છે. મંદિરમાં જાઓ તો ‘તુંહી તુંહી !’’ ના ભાવ ઉમટવા જોઈએ અને સાધનામાં ‘સોહં સો ં !'' ના ભાવ ઉમટવા જોઈએ. ભગવાનને ભગવાન તરીકે સ્વીકારવા સહ ભગવાનને શાસનપતિ-શાસનસ્થાપક તરીકે ના સ્વીકારથી ભગવાનની અસીમ કૃપા-ઉપકૃતતા મનમાં વસશે. વ્યવહારધર્મ કરતી વખતે મન મૂકીને ન્યોચ્છાવર થઈ નિજાનંદનો નિષ્કર્ષ ૧૩૪ Page #142 -------------------------------------------------------------------------- ________________ ભક્તિ-ઉપાસના કરો. • પ્રભુ ‘સાચા’ અને ‘સારા' લાગે ત્યારથી નહીં, પ્રભુ ‘મારા' લાગે ત્યારથી જ ધર્મની શરૂઆત. • પાણીની સ્વાભાવિક ગતિ જો ઢાળ તરફ છે, તો પ્રેમની સ્વાભાવિક ગતિ પ્રભુ તરફ છે. • જેના હૈયામાં પ્રભુ વસે છે, એના પર પ્રભુની કરુણા મન મૂકીને વરસે છે. . d પ્રભુને યાદ રાખો, વિષાદને બાદ કરો, પ્રસન્નતાને સાદ કરો ! અ) ભક્તિયોગમાં ભક્ત પોતાને ભગવાનનો દાસ સમજે એ સ્થિતિ દાસોડહમ્ની છે. બ) સાધનાકાળમાં સાધક પોતાને પરમાત્મા અનુભવે તે સોડહમ્ની સ્થિતિ છે. ક) આત્મા પોતે પોતાને પોતાવડે પોતામાં પૂર્ણ રૂપે અનુભવે તે અર્હની સ્થિતિ છે. • દાસોડહમ્ વિના સોડહમ્ અને સોડહમ્ વિના અહં ન બનાય. ૧૩૫ ઉપાસના-ભક્તિ Page #143 -------------------------------------------------------------------------- ________________ • સાધનામાં કાયા પ્રત્યે કઠોરતા છે, ઉપાસનામાં મનનું તર્પણ છે. • અહો ! અહોની ચર્યા જ્યાં છે તે આશ્ચર્ય છે. • એક પરમાત્મા જ શરણ્ય છે અને પરમાત્મા આગળ હું કાંઈ નથી. આ ઉપાસનાનો અર્ક છે. • સાધનામાં કાયાની કઠોરતા છે અને ઉપાસનામાં મનની મૃદુતા છે. ઉપાસનાયોગની ગરિમા પરમાત્માના વિરહની અસહ્યતામાં છે. •વિનાશીના વિશ્વાસે રહેવાય નહિ અને અવિનાશીના શરણ વિના જીવાય નહિ. નિજાનંદનો નિષ્કર્ષ ૧૩૬ Page #144 -------------------------------------------------------------------------- ________________ निवाय व्यवहार Page #145 -------------------------------------------------------------------------- ________________ નિશ્ચય વ્યવહાર . વ્યવહારમાં ગાળ આપનારો દોષિત અને અધ્યાત્મમાં ગાળ ખાનારો દોષિત. ભોગવે એની ભૂલ. આપણા જ બાંધેલા કર્મોની ભૂલ આડે આવે છે અને એને ભોગવવા પડે છે. • દ્રવ્ય દીક્ષા અનંતી વાર લીધી પણ ભાવ દીક્ષા હજી આવી નથી. • સાધના કરવી હોય તેણે અંતરંગ દુનિયામાં પ્રવેશ કરવો જોઈએ. બહારમાં તો જીવદયા, જયણા અને બ્રહ્મચર્યની નવવાડની પાલના સચવાય છે કે નહિ તેટલું જ જોવાનું હોય. નિજાનંદનો નિષ્કર્ષ ૧૩૮ Page #146 -------------------------------------------------------------------------- ________________ અંતર્મુખવૃત્તિ અને અસંગપણું સાધુતાના પ્રાણ છે. ક્રિયાકાંડ અને બાહ્યાચાર એ ચારિત્રનું બહારનું ખોખું છે. ગુપ્તિ અને આંતરજાગૃતિ એના પ્રાણ છે. ગુપ્તિ માંગે છે આત્મસાધના કેન્દ્રિત જીવન અને સમિતિ માંગે છે પ્રાણી માત્ર પ્રત્યે વાત્સલ્યથી ધબકતું હૈયું. જીવ માત્ર પ્રત્યેના જીવત્વનો આદર. • એકલા ઉપાદાનથી કાર્યસિદ્ધિ નથી તેમ કેવળ એકલા નિમિત્તથી પણ કાર્યસિદ્ધિ નથી. એ તો ઉપાદાન અને નિમિત્ત પોતપોતાની કક્ષામાં સમાનભાવે જ્યારે ભેગા થાય ત્યારે જ કોઈપણ કાર્યની સિદ્ધિ થાય છે. • દ્રવ્ય વિના ભાવ ન હોય અને વ્યવહાર વિના નિશ્ચય ન હોય. જેના ફળમાં વહેલું કે મોડું ભાવચારિત્ર હોય તો જ તે દ્રવ્યચારિત્ર સાચું. જે વ્યવહારની પાછળ નિશ્ચયની પ્રાપ્તિ નથી તે શુદ્ધ વ્યવહાર નથી પણ અશુદ્ધ વ્યવહાર છે. જેના ફળમાં નિશ્ચયની પ્રાપ્તિ હોય તે જ શુદ્ધ વ્યવહાર છે. સાચો એકડો થાય તો જ ખોટો એકડો ઘૂંટવાની મહેનત લેખે લાગે. ૧૩૯ નિશ્ચય વ્યવહાર Page #147 -------------------------------------------------------------------------- ________________ • . d સાધ્યનો નિર્ણય, તેનું નામ નિશ્ચય અને સાધ્યની સિદ્ધિ માટે સુયોગ્ય સાધનોમાં પ્રવૃત્તિ, તેનું નામ વ્યવહાર. • વિશ્વમાં કોઇપણ કાર્ય એવું નથી કે ઉપાદાન અને નિમિત્ત એ ઉભય કારણ સિવાય ઘટમાન થતું હોય. . ગુણમાં સુખ દેખાઈ જાય અને તેથી ગુણ એજ જીવન બની જાય ત્યારે વ્યવહાર ધર્મ આવ્યો કહેવાય. અધ્યાત્મને શુભક્રિયા સામે વિરોધ નથી પણ તે શુભક્રિયામાં કરાતાં-થતાં કર્તાપણાના ભાવ સામે વિરોધ છે. ક્રિયા કરતાં ભાવ ચઢે અને ભાવ કરતાં વિવેક ચઢે. પર્યાયષ્ટિ એ વિશેષભાવ છે તેથી એ દૃષ્ટિથી જોવામાં રાગ થાય છે અને વિકલ્પભાવ આવે છે. દ્રવ્યદૃષ્ટિમાં રાગ નથી થતો અને તેથી વિકલ્પરહિતતા હોય છે. પર્યાય એ સપાટી છે. દ્રવ્ય એ દળ છે મૂળ છે મૌલિક છે. અનુભવ પર્યાયમાં થાય છે. જીવ માત્રની ભૂલ પર્યાયમાં છે. દ્રવ્યમાં તો ગુણરસ પડેલો જ છે પણ જીવની તે તરફ દષ્ટિ નથી. નિજાનંદનો નિષ્કર્ષ ૧૪૦ Page #148 -------------------------------------------------------------------------- ________________ છ . • છોડવું એ વ્યવહાર છે. ભૂલવું એ નિશ્ચય છે. કહ્યું છે ને કે...‘નેકી કર ઔર દરિયા મેં ડાલ.’’ • દ્રવ્યસ્વભાવ અને પર્યાય સ્વભાવ, એમ બે સ્વભાવ છે. આ બે સ્વભાવમાં આલંબન દ્રવ્યસ્વભાવનું લેવું, કે જે ત્રિકાળ છે. પર્યાય સ્વભાવ ક્ષણિક છે. એના જ્ઞાતા દૃષ્ટા થવું. • નયના આલંબનથી તરાતું નથી. નયથી સ્વરૂપની સમજ આવે છે. પણ તરાય છે તો સ્વભાવથી જ ! • નિશ્ચય સૂક્ષ્મગ્રાહી છે. વ્યવહાર સ્થૂલગ્રાહી છે. નિશ્ચયનો ભાર દૃષ્ટિ ઉપર છે. વ્યવહારનો ભાર કરણી ઉપર છે. લેપ સમજાય નો નિર્લેપભાવ સમજાય. અરીસાને સારા સુંદર રંગથી રંગીએ કે ડામરથી રંગીએ, ઉભય લેપ જ છે જે અરીસાના અરીસાપણાને આવરે છે. એજ પ્રમાણે આત્મા કર્મથી, પછી તે શુભ હોય કે અશુભ હોય, લેપાય છે અને આત્માની શુભ્રતા-સ્વચ્છતા ઢંકાય છે. • વસ્તુ કેવી છે તે વ્યવહારનો વિષય છે. વસ્તુ પ્રત્યેની દષ્ટિ કેવી છે એ નિશ્ચયનો વિષય છે. ૧૪૧ નિશ્ચય વ્યવહાર Page #149 -------------------------------------------------------------------------- ________________ • વિકલ્પનો નાશ કરવા માટે ધર્મ છે. ભાવધર્મ, દ્રવ્યધર્મથી ચઢિયાતો છે. છ • . જીવનવ્યવહારમાં થતી પ્રવૃત્તિમાં ગુણની છાયા હોવી જોઈએ અને નિવૃત્તિમાં પોતામાં ઠરવાપણું જોઈએ. મળવું એ પુણ્યોદય છે જ્યારે બનવું એ પુરુષાર્થ છે. અભિવ પાસે ગુણ છે પણ ગુણદૃષ્ટિ નથી. ગુણદૃષ્ટિ હોય ત્યાં ગુણસ્થાનક હોય, મોક્ષમાર્ગ હોય. • અ) દોષદૃષ્ટિ હોય ત્યાં ગુણ હોય તો પણ તે ગુણાભાસ છે. ગુણદૃષ્ટિ હોય ત્યાં દોષ હોવા છતાં હાનિકર્તા નથી. બ) દોષ એ કાંટો છે. દોષદષ્ટિ એ બાવળિયાનું ઝાડ છે. * જ્યાં સુધી નિમિત્ત તરફ દૃષ્ટિ રહેશે ત્યાં સુધી ઉપાદાન તૈયાર નહિ થાય. - • જ્ઞાન જ્ઞાનમાં ઠરે તે જ્ઞાનનો સાર જ્ઞાનસાર છે અને એ જ જ્ઞાનાનંદ છે. ઈ બીજાના ચિત્તને પ્રસન્ન રાખવું એ વ્યવહાર ધર્મનું ફળ છે. વિકલ્પમાં નહિ અટવાતા સદા આત્મભાવમાં રહેવું એ નિશ્ચયધર્મનું ફળ છે. નિજાનંદનો નિષ્કર્ષ ૧૪૨ Page #150 -------------------------------------------------------------------------- ________________ વસ્તુનો સ્વભાવ એ જ વસ્તુનો ધર્મ. ‘“વત્યુ સહાવો ધમ્મો’ વ્યવહારમાં આપણે જેને ધર્મ કહીએ છીએ તે તો વસ્તુને વસ્તુધર્મમાં લાવવાની શુદ્ધિકરણની પ્રક્રિયા છે. • આપીને લ્યો અગર તો લઈને આપો એનું નામ વ્યવહાર. “હું કોઇને આપતોય નથી અને હું કોઇનું લેતોય નથી !'’ “મને કોઈ આપતુંય નથી. હું મારા સ્વરૂપમાં જ રહું છું !'' વ્યવહાર એક એવો બદલો છે કે જેમાં આપણે આપીને લેવાનું છે એટલે તે પાછો આપવા આવે તે ઘડીએ જો પોસાતું હોય તો આપો ! જો હિસાબ હશે તો કુદરતની આગળ આપણું કશું ચાલવાનું નથી. હિસાબ તો ચૂકવવો જ પડશે. દેહ ધર્યો છે એટલે ત્યારથી બધા હિસાબ ચૂકવવા તો પડશે જ ને !! • ક્રિયાશક્તિ પોતાના હાથમાં નથી. ભાવશક્તિ એકલી પોતાના હાથમાં છે. પ્રભુઆજ્ઞા અને ગુર્વાશાના પાલનના ભાવમાં આપણે આપણા આત્માને નિરંતર રાખવાનો છે. પછી જે ક્રિયા થાય તેને જોવાની છે અને કશીય પ્રતિક્રિયા વિના તેનો સ્વીકાર કરવાનો છે. ૧૪૩ નિશ્ચય વ્યવહાર Page #151 -------------------------------------------------------------------------- ________________ . • સંસારમાં વસ્તુ નથી નડતી પણ પોતાના ભાવ નડે છે. ભગવાન કહે છે કે હે જીવ ! જો તારા દ્રવ્ય પ્રમાણે તારો ભાવ નથી તો તેં ધર્મ કર્યો જ નથી અને છતાં, મેં ધર્મ કર્યો છે !'' એમ માનવું એ પ્રપંચ કર્યો કહેવાય. એ આત્મવંચના છે. શ્રીમંતાઈ હોય અને દાન આપવાના ભાવ જ ન જાગે, સાધુ હોય અને સાધુતાના ભાવ જ ન જાગે, ક્ષત્રિય હોય અને બીજાની રક્ષા કરવાના ભાવ જ ન જાગે, બ્રાહ્મણ હોય અને જ્ઞાનનું દાન કરવાના ભાવ જ ન જાગે, સશક્ત હોય અને માંદાની સેવા કરવાના ભાવ જ ન જાગે, સુખી સંપન્ન ગ્રહસ્થ હોય અને બાકીના ત્રણેય આશ્રમોની કાળજી ન રાખે, સ્ત્રી હોય અને શીલરક્ષાના ભાવ ન જાગે તો તેણે પોતાનો ધર્મ બજાવ્યો નથી એમ કહેવાય. ભાવક્રિયા, એ જીવની એટલે કે મિશ્રચેતન અથવા નિશ્ચેતન ચેતનની હોય છે પણ તે તેને માટે કર્તવ્ય છે. ઉપરોક્ત ભાવ વિનાની કરાયેલી ક્રિયા એ મરેલી ક્રિયા છે જે ભાવશૂન્ય અભાવક્રિયા છે. ઘરમાં કે બહાર ક્યાંય અથડામણ-કલેશ ન થાય, એવી રીતે વ્યવહાર કરે તે બુદ્ધિશાળી. નિજાનંદનો નિષ્કર્ષ ૧૪૪ Page #152 -------------------------------------------------------------------------- ________________ . • કર્મનો ઉદય બહારનું દૃશ્ય સર્જે છે કે જેનાથી આ સંસાર છે. જ્યારે અંદરની જાગૃતદશા-જાગૃત ઉપાદાન એ સ્વપુરુષાર્થ છે. જે મોક્ષ માર્ગ છે. • નિમિત્તમાં કારણતા છે પણ કારકતા નથી. • વ્યવહાર વ્યવહારથી ઉપાદેય છે. પણ નિશ્ચયથી હેય છે. જ્યારે નિશ્ચય વ્યવહારથી અને નિશ્ચયથી એમ ઉભયથી ઉપાદેય છે. • પોતાના ભાવને બગડવા ન દે તે વ્યવહારધર્મ. પોતાના ભાવને જોતાં શીખવે તે આત્મધર્મ. • શુભાશુભ ભાવો એ જગત છે. એનો નાશ થવાનો નથી. આપણે તો શુભાશુભથી પર શુદ્ધમાં રહી મોક્ષ પામવાનો છે. • સાચી નૈશ્ચયિક ધર્મ જાગરિકા તે છે કે જે સતત આત્મજાગૃતતા હોય, એવી અપ્રમત્તદશામાં લઈ જઈ, નિદ્રા સ્વપ્નાવસ્થામાંથી ઠેઠ ઉજ્જાગરદશા સુધી લઇ જતી હોય. વ્યવહારધર્મ કરતી વખતે મન મૂકીને ન્યોચ્છાવર થઈ ભક્તિ-ઉપાસના કરો. ૧૪૫ નિશ્ચય વ્યવહાર Page #153 -------------------------------------------------------------------------- ________________ • નિશ્ચયધર્મ કરતી વખતે બધું ભૂલીને રાધાવેધ સાધવો હોય એમ દ્રવ્યદૃષ્ટિ રાખી એક માત્ર આત્માને પકડો. • આત્માને ઓળખી લઈને, આત્માની શ્રદ્ધા કરી ચોવીસે કલાક ઉપયોગ આત્મચિંતનમાં રમમાણ રહે, તે નૈશ્ચયિક મોક્ષમાર્ગ છે. જ્ઞાનીઓ ક્રિયાના વિરોધી નથી. પરંતુ કર્તૃત્વ અને અહંત્વના વિરોધી છે. આપણે કરવામાં ધર્મ માનીએ છીએ પણ કરવામાં ધર્મ નથી. ગ્રહણ ત્યાગમાં ધર્મ નથી પણ જોવામાં ધર્મ છે. આત્માએ આત્મામાં સમાવાનું છે અને કર્મના ઉદયે જે કર્તવ્ય આવી પડે તેનો સમભાવે નિકાલ કરવાનો છે. કર્તાપણાનું અભિમાન ન હોવાથી નવા સંયોગો-નવા કર્મો બંધાતા નથી. ‘કરવાનું નથી’ એનું તાત્પર્ય એ છે કે સંયોગો મુજબ જે કરવું પડે તે જરૂર કરવાનું પણ કર્તૃત્વનું અભિમાન નથી રાખવાનું. દીવો ઉજાસ કરે પણ કાંઇ કોઈ વસ્તુ લે-મૂકે નહિ. જ્ઞાન પણ પ્રકાશ કરે પણ કંઈ કરે નહિ. એ જાણનાર છે પણ કરનાર નથી. • નિશ્ચય એટલે પૂર્ણ નક્કર સત્ય અને વ્યવહાર એટલે મર્યાદિત સત્ય. નિજાનંદનો નિષ્કર્ષ ૧૪૬ Page #154 -------------------------------------------------------------------------- ________________ . . • જેને પોતાના આત્માની ભાવ અનુકંપા જાગે, તેને બીજા જીવો માટે ભાવ અનુકંપા થાય. • ભેદ ટાળી, અપૂર્ણતા કાઢી, અભેદ થઈ પૂર્ણતાની પ્રાપ્તિ કરવાની ક્રિયા એ જ ધર્મ. • સંસારમાં ઔચિત્યનું-કર્તવ્યનું પાલન અવશ્ય કરો પણ કર્તાપણું કાઢીને કરો ! નિરપેક્ષ તત્ત્વને પકડવા નિરપેક્ષભાવ તરફ ઉપયોગ જવો જોઈએ ! • યોગથી ઉપયોગ શુદ્ધિ તે વ્યવહાર. ઉપયોગથી, ઉપયોગ શુદ્ધિ તે નિશ્ચય. • નિશ્ચયથી તો દૃષ્ટિની શુધ્ધિથી ધર્મ છે. ભેદજ્ઞાનથી ધર્મવૃધ્ધિ છે. પરમાં પ્રવર્તનથી જ દેશ અને કાળ ઊભાં થાય છે. • અન્ય દ્રવ્યના સંયોગે જ યોગ અને યોગક્રિયા છે. • . બહારમાં જોડાવાપણું ભલે હોય પણ અંદરમાં જો છૂટા રહેવાપણું હોય તો તે મોક્ષમાર્ગ છે. અ) પ્રતિસમય અકષાય પરિણમન એ મોક્ષમાર્ગ છે. ૧૪૭ નિશ્ચય વ્યવહાર Page #155 -------------------------------------------------------------------------- ________________ બ) પ્રતિસમય નિર્વિકાર પરિણમન એ મોક્ષમાર્ગ છે. પ્રતિસમય વીતરાગ પરિણમન એ મોક્ષમાર્ગ છે. દયા એ ભાવ છે જ્યારે દાન એ ક્રિયા છે. • હૃદયના કંપનને અનુસરીને જે પ્રવર્તના થાય એ અનુકંપા કહેવાય. • દૃષ્ટિ વિનાનો વ્યવહાર તો ચક્રાવો છે. એ કાંઈ કેન્દ્રગામી- આત્મગામી ગતિ નથી. ગતિને સ્થિતિમાં પલોટવા પ્રગતિની જરૂર છે. • નિશ્ચય સાપેક્ષ વ્યવહાર એ પ્રગતિ છે જ્યારે નિશ્ચય નિરપેક્ષ કોરો વ્યવહાર એ ગતિ છે. • અંતરતમથી અભેદ થવાય તો બહારના બધાંય ભેદ ટળી જાય. • અધ્યાત્મમાં સંઘર્ષ એટલે ચૈતન્ય સ્વરૂપનો પૂર્ણપણે સ્વીકાર અને બહારમાં બનતા બનાવ પ્રતિ દૃષ્ટાભાવ. • સ્વીકારની ભૂમિકા ઉપર મોક્ષ છે. કર્તુત્વની ભૂમિકા ઉપર મોક્ષ નથી. નિજાનંદનો નિષ્કર્ષ ૧૪૮ Page #156 -------------------------------------------------------------------------- ________________ . પર્યાય અને ગુણ એ પણ દ્રવ્ય એવા આત્માના જ છે પરંતુ પરિણમન સ્વતંત્ર છે. દ્રવ્યધર્મ કરતાં ભાવધર્મ ઘણો ચઢિયાતો છે. કારણ દ્રવ્યમાં મર્યાદા છે, ભાવમાં વ્યાપકતા છે. આંશિક શુદ્ધિ એ સાધન છે તો પૂર્ણ શુદ્ધિ એ સાધ્ય છે. ક્ષાયોપશમિકભાવ એ સાધન છે. તો ક્ષાયિકભાવ એ સાધ્ય છે. છોડવું એ વ્યવહાર છે પરંતુ છૂટી જવું, ભૂલાઈ જવું અને છૂટા પડી જવું એ નિશ્ચય છે... • સામર્થ્ય વધે તો નિશ્ચયની સાધના કરી શકાય અને ઘટે તો વ્યવહારથી સાધના કરી શકાય. • જ્ઞાનધારામાં સ્વપણું છે જ્યારે યોગધારા, શેયધારા, કર્મધારામાં પરપણું છે. ચિત્તશુદ્ધિના લક્ષ્ય વિહોણી ક્રિયા એ માત્ર ક્રિયા જ રહે છે. • જ્ઞાનથી કરાતી જ્ઞાનક્રિયા જ મોક્ષ પ્રાપ્યકારી છે. . સંસારમાં ભેદથી ભેદમાં પ્રવર્તન છે જ્યારે અધ્યાત્મમાં અભેદથી અભેદમાં પ્રવર્તન છે. ૧૪૯ નિશ્ચય વ્યવહાર Page #157 -------------------------------------------------------------------------- ________________ છ ક્રિયામાં જ્ઞાન, અને વ્યવહારમાં નિશ્ચય ભળે તો દ્રવ્ય એના સ્વભાવમાં આવે. • વ્યવહારમાં કરવાપણું છે, નિશ્ચયમાં થવાપણું છે જ્યારે આત્મામાં હોવાપણું છે. જો વ્યવહાર ખરેખર વ્યવહાર, તો નિશ્ચય ખરેખર નિશ્ચય. • જે છૂટું ન પડે તે REAL-નિરપેક્ષ-નૈશ્ચયિક સત્ છે, જે છૂટું પડી જનાર છે તે RELATIVE-સાપેક્ષ-વ્યવહારિક સત્ છે. • ગ્રહણ-ત્યાગ આત્માના મૌલિક સ્વરૂપમાં નથી, એ નિષેધાત્મક ધર્મ છે, જે વ્યવહારનય સંમત છે. • અલ્પજ્ઞતાના આશ્રયે સર્વજ્ઞતાનો અનુભવ ન થઈ શકે, પણ સ્વભાવના આશ્રયે થઈ શકે. • જીવને મંદિર-ઉપાશ્રય-અનુષ્ઠાન-ધર્મક્રિયાનો ખપ છે પણ આત્માનો ખપ નથી, એ આશ્ચર્ય નથી ! • તત્ત્વને જાણવું એ વ્યવહારનય છે જ્યારે તત્ત્વાનુસારી તત્ત્વદષ્ટિ કેળવવી એ નિશ્ચયનય છે. નિજાનંદનો નિષ્કર્ષ ૧૫૦ Page #158 -------------------------------------------------------------------------- ________________ છે અ) વ્યવહાર કરણી ઉપર ભાર મૂકે છે જ્યારે નિશ્ચય દૃષ્ટિ ઉપર ભાર મૂકે છે. બ) નિશ્ચય (લક્ષ) પૂર્વકની કરણી સક્રિયતામાંથી અક્રિયતા ભણી દોરી જાય છે. • પર્યાયમાં વૈરાગ્યદષ્ટિ નથી તો નિત્યદૃષ્ટિ, નિશ્ચયદૃષ્ટિ, દ્રવ્યદૃષ્ટિ સાચી નથી. . • અધ્યાત્મમાર્ગમાં દ્રવ્યચક્ષુ બીડવાના છે અને ભાવચક્ષુ ઉઘાડવાના છે. • અ) વ્યવહારમાં અહંકારને ઘસવાનો હોય છે. બ) નિશ્ચયમાં અહંકારને જોવાનો હોય છે. • અનંતકાળમાં જેટલો ક્રિયા ઉપર ભાર મૂકાયો છે એટલો સમજ ઉપર નથી મૂકાયો. અ) વ્યવહારનય સ્થૂલ ઔપચારિક સ્વરૂપ સમજાવે છે. બ) નિશ્ચયનય સૂક્ષ્મ અનુપચારિક સ્વરૂપ સમજાવે છે. • દૃષ્ટિ દ્રવ્ય ઉપર સ્થિર થાય તો નિમિત્તથી પર ઉઠાય! ૧૫૧ નિશ્ચય વ્યવહાર Page #159 -------------------------------------------------------------------------- ________________ . આત્માને ઓળખશો તો વ્યવહારધર્મ એની મેળે સહજ થયા કરશે. • બહારથી છોડવું પણ અંદરથી પકડમાં રહેવું એ સંસાર. - દષ્ટાંત કંડરિક. • ક્રિયા કર્તાભાવે નથી કરવાની પણ લક્ષની જાગૃતિપૂર્વક અકર્તાભાવે કરવાની છે. • આત્મા પોતાને ઓળખી પોતામાં સમાય એ સ્વસમય. . . દેહથી ભિન્ન ચૈતન્યનું ભાન તે જ્ઞાનદશા. ગુણો દ્વારા સદ્કાર્ય કરતાં જીવ આત્મામાં ઠરતો હોય તો તે વ્યવહારનયે મોક્ષમાર્ગ છે. • કરવામાં ધર્મ નથી પણ થવામાં - હોવામાં ધર્મ છે અર્થાત્ આત્મામાં સમાવામાં ધર્મ છે. • ક્રિયા કરતા ભાવનું અને ભાવ કરતાં દૃષ્ટિનું મૂલ્ય વધારે છે. • નિશ્ચયથી જે સર્વજ્ઞ ભગવંતને ઓળખે છે તે પોતાના આત્માને ઓળખે છે. • શ્રદ્ધામાંથી સ્વભાવની પ્રતીતિ ખસી જાય તો માત્ર ક્રિયા અને ક્રિયાજન્યભાવ જ રહે. નિજાનંદનો નિષ્કર્ષ ૧૫૨ Page #160 -------------------------------------------------------------------------- ________________ si> • ગ્રહણ અને ત્યાગ જ્યાં છે તે વ્યવહાર આત્મા છે, નામધારી છે. . ક્રિયાનું ફળ તત્કાલ છે. ભાવનું ફળ ભવાંતરે-કાળાંતરે છે. • પર્યાયમાં વૈરાગ્ય દષ્ટિ નથી, તો નિત્યદૃષ્ટિ-નિશ્ચયદૃષ્ટિ-દ્રવ્યદૃષ્ટિ સાચી નથી. • ક્રિયા કરતાં ભાવ અને ભાવ કરતાં સમજ અને આશય ચઢે. • ક્રિયા જ્ઞાનમાં, જ્ઞાન ધ્યાનમાં અને ધ્યાન સ્વરૂપલીનતામાં પરિણમવા જોઈએ. • ભાવમાં કથંચિત્ સ્વસત્તા છે. જ્યારે ક્રિયામાં સંપૂર્ણ પરસત્તા છે. • વ્યવહાર છોડ્યા વિના અને નિશ્ચય ભૂલ્યા વિના નિશ્ચયપૂર્વક વ્યવહાર કરવો. • અ) ક્રિયાધર્મ એ વ્યવહારધર્મ છે જે સદ્ગતિદાયક છે. બ) આત્માને ઓળખીને આત્મધર્મમાં રહેવું તે નિશ્ચયધર્મ છે. ૧૫૩ નિશ્ચય વ્યવહાર Page #161 -------------------------------------------------------------------------- ________________ અ) આત્મધર્મ આવ્યા પછી બધી ક્રિયા થયા કરે છે. કર્મણિ પ્રયોગમાં આવી જઈ અકર્તા રહેવાય છે. બ) આત્મધર્મ વિના બધી ક્રિયાઓ કરવી પડતી હોય છે અને પાછી ક્રિયાની ગણતરી અને અભિમાન રહેતું હોય છે. આ કર્તરિપ્રયોગ છે. • અનાદિકાળથી પર્યાયદષ્ટિ-વ્યવહારષ્ટિથી પરિચિત છીએ. આત્મલીન-બ્રહ્મલીન થવા માટે દ્રવ્યદૃષ્ટિ નિશ્ચર્યદષ્ટિથી પરિચિત થવું આવશ્યક છે. પર્યાયષ્ટિને પારકી અને દ્રવ્યદૃષ્ટિને પોતીકી માની નથી, તેથી અજ્ઞાશક્તિના બુદ્ધિવિલાસથી સંસાર ઊભો છે. અ) પરમ પારિણામિક ભાવસ્વરૂપ ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય જે છે તેને અધ્યાત્મશૈલિમાં નિશ્ચય કહે છે. બ) જેનું આલંબન લેવાનું છે તે નિશ્ચય છે; તેનાથી જે પ્રગટે છે તે વ્યવહાર છે. વ્યવહારનયના અવલંબને સંસાર દ્વિધા ભાવે ચાલે છે. દ્વિધાભાવ ઘટતો જવો તે મોક્ષમાર્ગ. સંપૂર્ણ નાશ તે મોક્ષ. નિજાનંદનો નિષ્કર્ષ ૧૫૪ Page #162 -------------------------------------------------------------------------- ________________ નિશ્ચયનયના લક્ષ્ય વિના શુદ્ધાત્મતત્ત્વની પ્રાપ્તિ દુષ્કર છે. અ) દ્રવ્યાર્થિકનયથી પર્યાયમાં ધ્રુવની સ્થાપના એ નૈશ્ચયિક સાધના છે. બ) પર્યાયાર્થિકનયથી પર્યાયમાં અધ્રુવ (વિનાશી)ની સ્થાપના એ અજ્ઞાનજન્ય વ્યવહાર સાધના છે. અનંતગુણાત્મક સહજ દ્રવ્યનું આલંબન એ દ્રવ્યદૃષ્ટિ છે અને પર્યાયનું શુદ્ધિકરણ એ વ્યવહાર છે. • બાહ્ય દૃશ્યમાં કે બાહ્ય ક્રિયામાં જીવની સ્વાધીનતા નથી. ભાવ કરવામાં જીવ સ્વતંત્ર છે. • સ્વભાવ સંપૂર્ણ સ્વસત્તા છે. ભાવ કચિત્ સ્વસત્તા છે. જ્યારે ક્રિયા એ સંપૂર્ણ પરસત્તા છે. • ક્રિયા, ભાવ, વર્તન, પરિણતિ, વિચાર, વ્યવહારાદિ ધર્મ નથી પણ વસ્તુસ્વભાવ એ વાસ્તવિક ધર્મ છે. • શુભાશુભ ભાવમાં રહેવું તે પરસમય. આત્મામાં રહેવું તે સ્વસમય. ૧૫૫ નિશ્ચય વ્યવહાર Page #163 -------------------------------------------------------------------------- ________________ . ર અ) વિધિનિષેધની પાલના એટલે દ્રવ્ય આજ્ઞાપાલન અને ચિત્ત સ્ફટિકસમ નિર્મળ બનવું એટલે ભાવઆજ્ઞાપાલન. બ) દ્રવ્ય આજ્ઞાપાલનથી સદ્ગતિ મળે. ભાવ આજ્ઞાપાલનથી મોક્ષ મળે. • પર દ્રવ્યની અસર ઉપયોગમાં વર્તે તે પરસમય અને પર દ્રવ્યની અસર ઉપયોગમાં ન વર્તે તે સ્વસમય. • જ્ઞાની નિશ્ચય-વ્યવહાર ઉભયને જાણે છે, માને છે અને આદરે છે. અજ્ઞાની એકેયને જાણતો નથી અને માનતો નથી. કદાચ આદરતો દેખાતો હોય તો તે ગતાનુગતિક હોય છે. એકલો વ્યવહાર એ સંસાર, નિશ્ચયપૂર્વકનો વ્યવહાર એ મોક્ષમાર્ગ અને એકલો નિશ્ચય તે સિદ્ધાવસ્થા અર્થાત્ મોક્ષ. આત્માએ વિનશ્વર એવા દેહના, વ્યવહારના સંબંધોથી છૂટી શાશ્વત નિશ્ચય એવા આત્મામાં આત્મસ્થ થવા માટે સંબંધોની છઠ્ઠી વિભક્તિથી છૂટી નિબંધ-નિગ્રંથ થવું પડશે. તે માટે... નિજાનંદનો નિષ્કર્ષ ૧૫૬ Page #164 -------------------------------------------------------------------------- ________________ આત્મા (કર્તા ૧લી વિ.) એ આત્મા (૭મી વિ. અધિષ્ઠાન)માં રહીને આત્મા (કરણ ૩જી વિ.) વડે અનાત્મભાવ-વિભાવ-પરભાવનું અપાદાન (૫મી વિ.) કરીને આત્મભાવ-સ્વભાવનું સંપ્રદાન (૪થી વિ.) કરી પોતાના આત્મસ્વરૂપને (પરિણામ-કર્મ રજી વિ.) પામવું જોઇશે. ષટ્કારકનું જે પ્રવર્તન પરમાં છે તેનું પ્રવર્તન સ્વ એવા આત્મામાં વાળવું જોઇશે. * આત્માએ આત્મા વડે અનાત્મભાવની આહુતિ આપીને આત્મભાવનું દાન દઈ આત્મક્ષેત્રે આત્મધન એવા પરમાત્મસ્વરૂપની માલિકી જાહેર કરવાની છે. • નિશ્ચયરૂપી બીજના ધારણ(રોપણ)ને વ્યવહાર પાલનરૂપ સિંચન કરવા થકી નિશ્ચયસ્વરૂપનું ફલીકરણ કરી શકાય છે. • નિશ્ચયદૃષ્ટિ મોહસંગ્રામમાં નિશ્ચયબળ પૂરું પાડે છે. • અનુષ્ઠાન દરમ્યાન બહારમાં વિષયના સંસારથી ૧૫૭ નિશ્ચય વ્યવહાર Page #165 -------------------------------------------------------------------------- ________________ છૂટવાપણું વ્યવહાર છે અને અંદરમાં કષાયના સંસારથી છૂટવાપણું એ નિશ્ચય છે. અ) સમ્યક્ત્વ અભિમુખ મિથ્યાત્વદશાનું સમ્યક્ત્વદશા તરફનું પ્રયાણ એ વ્યવહાર મોક્ષમાર્ગ છે. બ) ગ્રંથિભેદજનિત સમ્યકત્વદશા પછીનું વીતરાગતા તરફનું પ્રયાણ એ નૈશ્ચયિક મોક્ષમાર્ગ છે. નિજાનંદનો નિષ્કર્ષ ૧૫૮ Page #166 -------------------------------------------------------------------------- ________________ સખ 어 Page #167 -------------------------------------------------------------------------- ________________ સુખ દુઃખ - કર્મ કાંઇ રાગ-દ્વેષ નહિ કરાવી શકે. કર્મ માત્ર સુખ-દુઃખ કે શાતા-અશાતા આપી શકે. કર્મરૂપ અત્યંતર નિમિત્તમાં કારણતા છે પણ કારકતા નથી. • હાસ્ય એ વિકૃતિ છે. પ્રસન્નતા એ પ્રકૃતિ છે. • સુખ સ્વભાવ છે. સુખ વિના ચાલતું નથી. વાસ્તવિક સુખની ઓળખાણ નથી, તેથી આભાસી સુખથી ચલાવવું પડે છે. વાસ્તવિક સુખ શુદ્ધ, શાશ્વત, સંપૂર્ણ, સ્વાધીન અને સર્વોચ્ચ છે. • રાગ એ વિકાર છે અને જ્ઞાન એ સ્વરૂપ છે. વિકારમાં નિજાનંદનો નિષ્કર્ષ ૧૬૦ Page #168 -------------------------------------------------------------------------- ________________ . દુઃખ જ હોય. સુખ લાગે છે તે મૂઢતા છે. • હકીકતમાં જીવ પરપદાર્થને ભોગવતો નથી પણ પરપદાર્થ ઉપર કરેલા રાગાદિવિકલ્પને જ ભોગવે છે. સાચું સુખ તો સ્વરૂપનું સુખ છે, જે સ્વાધીન હોય, વર્ધમાન હોય, ભોગવટામાં દુઃખરૂપ ન હોય અને અંતે પૂર્ણતામાં લય પામનારું હોય. • સંસારમાં સંસારીને અનુભવાતું સુખ, -એ તો દુ:ખ ટાળવા રૂપ કે દુઃખ કાપવા રૂપ વિષમતામાંથી સમસ્થિતિમાં આવવારૂપ સુખ છે. એ ડોળીવાળો ખભો બદલે એવું ક્ષણિક આભાસિક સુખ છે. • રાગમાં ક્ષણિક એભદતાનું સુખ છે. પ્રેમમાં-વીતરાગતામાં ત્રિકાલી અભેદતાનું, સમગ્રતા-વ્યાપકતાનું સુખ છે. • જેના સ્વરૂપમાં વર્ધમાનતા હોય, જેના ભોગવટામાં નિશ્ચિંતતા, નિર્લેપતા હોય અને જે પૂર્ણતામાં લય પામતું હોય એ સાચું સમ્યગ્ સુખ છે કે જે વિરતિધરોને હોય છે. • જીવ જાતનો અવિનાશી હોવાથી અજ્ઞાનતામાં પણ વિનાશીમાંથી ય અવિનાશીની જાતનું સુખ શોધે છે. જીવ બધે નિત્યતા-સ્થિરતા અને પૂર્ણતાને જ ચાહે છે. ચાહ સાચી છે પણ ચાલ ખોટી છે. ૧૬૧ સુખ દુઃખ Page #169 -------------------------------------------------------------------------- ________________ . દોષ જીવતા જાગતા ઊભા રાખીને દુઃખ દૂર કરવાથી દુઃખના ડાળ-પાંખડાં કપાય છે પણ મૂળ કપાતા નથી. સુખનું કારણ પરપદાર્થ નથી પણ આત્મામાં રહેલો સ્વયંનો શાંતરસ છે. દુઃખનું કારણ પરપદાર્થ નથી પણ આત્મામાં રહેલાં તામ-રાજસના દુર્ભાવ છે. • સુખ દુઃખનું કારણ શું સામગ્રી છે કે આપણી અંદરની પરિણિતિ છે ? વિચારો ! • સાધન સહિતતાથી નહિ પણ સાધન રહિતતાથી સુખ છે. . • જેવું હશે તેવું ચાલશે, ભાવશે, ફાવશે, ગમશે એવી વૃત્તિના માણસો દુઃખી થાય નહિ. દુઃખમાં જ્ઞાતાદૃષ્ટા બની દુઃખ સહન કરી, સુખ-દુઃખથી પર રહે તે અતિમાનવ, એ મોક્ષ પામે. કલ્પિત સુખ સાન્ત હોય છે જ્યારે નિર્વિકલ્પ સુખ અનંત હોય છે. • સમજ ટકે તો દુઃખ ઘટે. . ભગવાનનું શાસન મળ્યા પછી દુઃખી થવું અશક્ય છે. નિજાનંદનો નિષ્કર્ષ ૧૬૨ Page #170 -------------------------------------------------------------------------- ________________ 0 મોહ શાસન મળ્યા પછી સુખી થવું અશક્ય છે. સુખ અને દુઃખ નો અભેદ આધાર આત્મા જ છે. • પર વડે સુખ માનશો તો રોવાનો વારો આવશે. • સર્વ સંપત્તિને સમાજના સુખમાં વાળે તે મહામાનવ, એ ઊંચી ગતિમાં જાય. • જ્યાં જ્યાં વિકલ્પતા ત્યાં ત્યાં દુઃખ અને જ્યાં જ્યાં નિર્વિકલ્પતા ત્યાં ત્યાં સુખ. • બધાને બધું મળતું નથી, તેથી તો જે મળ્યું છે એમાં સંતોષ માની સુખી થવા કહ્યું. અર્વાચીન વૈજ્ઞાનિક શોધખોળોથી સુખ સગવડ વધ્યા પણ શાંતિ, સમાધિ ખોવાઈ ગયા. • પરમાં જેને દુઃખ જોતાં આવડી ગયું તેના ભાગ્યની કોઈ અવિધ નથી. અ) સરખામણીમાં નરમાં મિથ્યાત્વીને અનંતગણું દુઃખ થાય છે જ્યારે સમકિતીને અનંતમા ભાગે દુઃખ હોય છે. બ) સરખામણીમાં દેવલોક્માં સમક્તિીને અનંતમા ભાગે સુખ હોય છે જ્યારે મિથ્યાત્વીને અનંતગણું સુખ હોય છે. ૧૬૩ સુખ દુઃખ Page #171 --------------------------------------------------------------------------