________________
• ફ્રિજમાં રહી જતું પાણી બરફ બની જાય છે, મનમાં રહી જતો ક્રોધ વેર બની જાય છે.
• આંખમાં અમી તો દુનિયા ગમી; જીભમાં અમી તો દુનિયા નમી.
• પ્રલોભનોને જે ટાળે, પ્રતિકૂળતાને જે સ્વીકારે એજ પવિત્રતા-પ્રસન્નતાને ટકાવે.
.
બૌદ્ધિક આનંદ એ મોક્ષમાર્ગ નથી પણ આત્મિક આનંદ એ મોક્ષમાર્ગ છે.
મનુષ્યનો મોટામાં મોટો દોષ એ છે કે એ પોતાને નિર્દોષ સમજે છે !
• સમ્યક્ત્વ એ વીતરાગતાનો અંશ અને વીતરાગતાનું પ્રવેશદ્વાર છે.
સમ્યક્ત્વ પ્રાપ્તિ માટે ઉપયોગમાં પરમાત્મસ્વરૂપને ખૂબ ઘૂંટવું જોઈએ.
અહિંસાનો અલંકાર સંયમ છે અને સંયમનો અલંકાર તપ છે.
• વસુ (ધન), વસ્તુ, વ્યક્તિ, વિવેક, વિભુ ઉત્તરોત્તર ચઢિયાતા છે.
૮૩ સાધના