________________
.
ઉભરાતા તરંગો પ્રતિ નિર્લેપતા તે મોક્ષમાર્ગ.
પર્યાયનું ઉદ્ગમ સ્થાન જે ત્રિકાળી શુદ્ધ આત્મદ્રવ્ય છે ત્યાં ઉપયોગને કેન્દ્રિત કરવો જોઈએ.
• આત્મા તેના મૌલિક સ્વરૂપમાં એક તણખલાના બે ટૂકડા પણ કરી શકતો નથી.
• કરવા કરતાં જોવાની એટલે કે માત્ર દૃષ્ટા રહેવાની ભૂમિકા ઊંચી છે.
.
.
સ્વરૂપમાં રહેવું એ આત્માની સાચી જ્ઞાનક્રિયા છે.
ધર્મ એ જ સાચુ ધન છે જે પરલોકમાં સાથે આવે છે.
બીજાને ઉપયોગી બનવાથી યોગી બનવાના શ્રીગણેશ મંડાય છે.
• આશ્રિતતા છે માટે આશ્રમની વ્યવસ્થા છે.
• અલ્પ દ્રવ્યોનું સેવન પેટને હળવું રાખે, અલ્પ અપેક્ષાઓ
મનને પ્રસન્નતાસભર રાખે છે.
• માત્ર આંખ જ ખૂલે એને ઊઠ્યા કહેવાય, દષ્ટિ ખૂલે એને જાગ્યા કહેવાય.
| Go
નિજાનંદનો નિષ્કર્ષ ૮૨