________________
હું જ્ઞાન વડે કરીને છું, પરને કારણે નથી.
ત્રણે યોગનું કંપન ચાલું છે માટે ભવભ્રમણ ચાલે છે.
જ્યાં ધાતીનો બંધ છે ત્યાં પર સમય છે.
• કર્મના ઉદયને જોતાં શીખો, જ્ઞાતા-દૃષ્ટા ભાવમાં રહો!
•
d
સર્વજ્ઞનો ઉપાસક પોતાની અંદર રહેલા સર્વજ્ઞત્વની ઉપેક્ષા કરે ?
• ઈન્દ્રપદ-ચક્રવર્તીપદ જેને એંઠ લાગે છે, તેને સ્વરૂપની મસ્તી ચડી ગઈ છે.
• શુભ ભાવો પણ પર સમય છે.
• સંસાર તરવા માટે માનવભવ આપીને કર્મસત્તાએ જીવ ઉપર મહાન ઉપકાર કર્યો છે.
જે સ્વસત્તાને ઓળખી લે છે, તે જ પરસત્તાનો સમભાવે નિકાલ કરી શકે છે.
• રખડાવે તે રાગ. રાગ એ ફાટી ગયેલું દૂધ છે.
ગુણાનુરાગ વ્યક્તિરાગમાં પરાવર્તીત થતાં એ સ્નેહરાગ
બને છે.
નિજાનંદનો નિષ્કર્ષ ૧૦૦