SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ . . સ્નેહરાગ એ ચીકાશ છે. એને ગુણાનુરાગમાં ખતવવાની ભૂલ નહિ કરવી. • તત્ત્વરાગ ઉપાદેય છે, સ્નેહરાગ હેય છે. • દુ:ખ નહિ આપે તે આર્યમાનવ, એ દુર્ગિતિમાં નહિ જાય. • માનવમાંથી મહામાનવ અને અતિમાનવ બનવા માટે માનવભવ મળેલ છે. • વીતરાગવિજ્ઞાન આત્માનો ઉઘાડ કરવા માટે મળેલ છે. • દ્રવ્ય પરિપૂર્ણ હોવા છતાં પર્યાયની જે અપરિપૂર્ણતા છે, તે જ સંસાર છે. સાધનાનું ખૂટતું અંગ જો કોઈ હોય તો તે તત્ત્વનિર્ણય નામનું અંગ છે. • મોક્ષ દુર્લભ નથી પણ મોક્ષદાતા દુર્લભ છે. બુદ્ધિ બગડ્યા પછી આ સંસારમાં ગમે એટલી ઊંચી સામગ્રી મળે તો પણ તે વ્યર્થ છે. • સંસાર એટલે હુંપણા અને મારાપણાનો વિસ્તાર. . ઉપયોગ કરવાની છૂટ છે પણ ઉપભોગ કરવાની છૂટ નથી. ૧૦૧ સાધના
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy