________________
અમારો આરઝૂ
અધ્યાત્મયોગી પંન્યાસ પ્રવરશ્રી મુક્તિદર્શનવિજયજીએ છેલ્લાં ચારેક વર્ષથી મુંબઈની આમજનતાના કલ્યાણાર્થે એમની જ્ઞાનગંગાને વહેતી મૂકી છે.
કેટલાંક જ્ઞાનપિપાસુ પ્રબુદ્ધ શ્રોતાઓએ, એ જ્ઞાનગંગાને પોતાની શબ્દપોથીમાં ઝીલી લીધી છે.
એ જ્ઞાનગંગાના ગંગાજલનું આચમન “પરમપદદાયી આનંદઘનપદ રેહ' પુસ્તકમાં કરાવવામાં આવ્યું જ છે.
એજ પ્રમાણે તેઓશ્રીનું આગામી પ્રકાશન “હૃદયનયન નિહાળે જગધણી'' જે યોગીરાજ આનંદઘનજી મહારાજાની સ્તવન ચોવીસીનું હૃદયસ્પર્શી વિષદ્ વિવરણ છે; એમાં પણ પુસ્તકના પ્રત્યેક પાનાની સજાવટ વિચારણીય વિચારોથી કરવાની ભાવના રાખી છે. એ માટે થઈને બીજાં કેટલાંક સદ્વિકલ્પો કે
પ્રવચનપરાગ છે; જે જિનવાણીનું ઝવેરાત છે, જે આત્માને ચમકાવનારા, વીજળીના ઝબકારા જેવાં છે તે હૃદયભેદક