SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ . પોતાના આધારે જીવે તે પરમાત્મા. પુદ્ગલના આધારે જીવે તે જીવાત્મા ! • વસ્તુ પોતાના સ્વભાવમાં પરિણમે તે ધર્મ ‘“વત્યુ સહાવો ધમ્મો • નિત્યને આધારે નિત્યતા અને અનિત્યના આધારે અનિત્યતા. • કરવામાં અહંકાર જોઈએ અને અહંકાર હોય ત્યાં ‘હું કોણ’ તે જાણી શકાતું નથી. • સર્વ સંયોગ, પ્રસંગ, પરિસ્થિતિમાં ચિત્તપ્રસન્નતા એ જ સ્થિતપ્રજ્ઞતા. • નવા ઋણ ઊભા કર્યા વિના જૂના ઋણ ચૂકવતા જઈ ચોપડો ચોખ્ખો કરતાં જાઓ ! • વસ્તુ પ્રત્યેનું વલણ જ વ્યક્તિના વ્યક્તિત્વને અભિવ્યક્ત કરે છે. • કલ્પિત સુખ સાન્ત હોય છે, જ્યારે નિર્વિકલ્પ સુખ અનંત હોય છે. . જેને બધે ફાવશે, બધું ચાલશે, તે બધામાં ભળશે અને સમરસ થઈને રહેશે. ૧૧૫ સાધના
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy