________________
.
•
જેને નિત્યતપમાં દૃઢતા નથી, તેનો અવસરોચિત કરાતો નૈમિત્તિક તપ પ્રશસ્ત રહેતો નથી.
કર્મબંધ અનાદિનો છે માટે કર્યોદય અનાદિથી છે.
અ) શબ્દમાં મોક્ષ છે અને લક્ષ્યમાં વિષયકષાય છે તો તે ગુણટષ્ટિ સાચી નથી.
બ) લક્ષ્યમાં જો સ્વરૂપ છે – મોક્ષ છે, તો પછી પરિણમન શુદ્ધ કેમ ન હોય ?
• દ્રવ્યદૃષ્ટિની તાકાતથી વિશુદ્ધિ થયા કરે છે, કારણકે જેના પર દૃષ્ટિ સ્થાપી છે તે વિશુદ્ધિનો મહાસાગર છે.
• જ્ઞાયકભાવ એ થડ છે જ્યારે પર્યાય એ ડાળ પાંખડા છે. થડ પકડાયું હશે તો વિકાસ ઝડપી થશે.
• સમ્યગ્દર્શન કે સમ્યચ્ચારિત્રની ગમે તેટલી શુદ્ધિ પર્યાયમાં પ્રગટે અને આનંદ અનુભવાય પણ જો તે વખતે ધ્રુવ તત્ત્વ જ્ઞાયકની પકડ પકડાયેલી રહેશે તો જ ટકી જવાશે. જ્ઞાયકની પકડ જો છૂટી જશે તો શુદ્ધિ-લબ્ધિ અને આનંદમાં અટવાઈ જવાનું થશે.
• વાદ, વિવાદ, વિખવાદ, મતભેદ ઊભા કરવા, એ સાધનામાં પથરા નાંખવા બરાબર છે.
૧૨૧ સાધના