________________
જીવને પોતાની ચિંતા નથી અને મુક્તિની તાલાવેલી નથી, તેથી એ મોક્ષમાર્ગથી દૂર છે.
હું પરમાત્મસ્વરૂપ છું અને કાયા એ મારી નથી તેથી કાયાની આળપંપાળ નથી. આ સાધનાનો અર્ક છે.
• નમ્રતા એ જ્ઞાનનું પાચન છે. અહંકાર એ જ્ઞાનનું અજીર્ણ છે.
•
હ
પોતે પોતાને પોતાવડે પોતાનામાં અનુભવે તે સ્વસમય છે.
પોતાના ઉપયોગને કર્મના ઉદય સાથે જોડવો કે જ્ઞાતાની સાથે જોડવો? જોડાણ ક્યાં કરવું એ નક્કી કરવામાં જીવ સ્વતંત્ર છે.
જરૂર પડે વસ્તુનો ઉપયોગ કરી લઈએ તે ડહાપણ છે પણ વસ્તુ વિષે અભિપ્રાય બાંધીએ તે ગાંડપણ છે.
અ) CURIOCITY કુતુહલતાના કારણે જીવ બહાર ફેલાઈ જાય છે, તે EXPANSION-BROADCASTING છે, જે વ્યર્થ છે.
બ) અધ્યાત્મમાં તો ઊંડા ઉતરવાનું - DEEP CASTING કરવાનું હોય છે. ભીતરમાં છે તેને પ્રકાશમાં લાવવાનું છે.
પોતે પોતાને જાણીને પોતામાં સમાઈ જાય તે અધ્યાત્મનું પ્રયોજન છે.
તિાનંદનો નિષ્કર્ષ ૧૨૨