________________
d
ધર્મની ક્રિયા એ ઉપચાર ધર્મ છે અને ધર્મની પરિણતિ એ વાસ્તવિક ધર્મ છે.
મનુષ્યભવ શુદ્ધિ સાથે સંકળાયેલ છે અને
નહિ કે પુણ્ય સાથે.
• યોગ્ય એ દ્રવ્ય છે. યોગ્યતા એ શક્તિ-ગુણ છે અને યોગ્યતાનું ભવન-કાર્ય એ પર્યાય છે.
જ્યાં સુધી કરવા ઉપર, ક્રિયા ઉપર અને કર્તાભાવ ઉપર જોર છે, ત્યાં સુધી જ્ઞાયક તત્ત્વ નહિ ઓળખાય, નહિ
પકડાય.
• ત્રિકાળી ધ્રુવ તત્ત્વ તો વીતરાગ જ છે. રાગ તો પર્યાયમાં છે. • પરથી લાભ માનનારો પર સમયમાં છે.
• સાધનાકાળમાં જેટલું સ્વ સમયમાં રહેવાશે તેટલું જલ્દી સ્વક્ષેત્ર-મોક્ષમાં પહોંચાશે.
શ્રદ્ધાન સમ્યક્ તો પરિણમન સમ્યગ્. પરિણમન સમ્યગ્ તો તે મોક્ષપ્રદાયક મોક્ષમાર્ગ.
કાંઈ ન કરવું અને આત્મામાં ઠરવું તે પરમધર્મ.
જે મન-વચન-કાયયોગનો દૃષ્ટા છે, તેનું દેખીતું કરવાપણું પણ વાસ્તવમાં તો થવાપણારૂપ છે.
૧૨૩ સાધના