________________
મનુષ્યભવનું સાફલ્ય, દષ્ટિ પરિવર્તનમાં- સમ્યગ્દષ્ટિની પ્રાપ્તિમાં છે.
અ) અધ્યાત્મમાં સમાધાન જ હોય અને તેથી સમાધિ જ હોય.
બ) કલેશ અને સંઘર્ષ હોય ત્યાં અધ્યાત્મ ન હોય પણ અસમાધિ હોય.
સંસાર જેને ગમે છે તે સંસારમાં રમે છે અને જે સંસારમાં રમે છે તે સંસારમાં ભમે છે.
• શ્રાવક શ્રવણ કરે છે, તેથી વિવેક જાગે છે અને તે વિવેક, કરવા યોગ્ય ક્રિયાથી તેને યુક્ત બનાવે છે.
• થવા યોગ્ય થવા કાળે થાય છે, એ સમાધાનવૃત્તિ કર્તૃત્વબુદ્ધિને ઓગાળે છે.
અભેદમાં ભેદ ન દેખાય ત્યારે અભેદ અનુભવાય.
. આશ્રવનો અભાવ સંવર છે અને બંધનો અભાવ મોક્ષ છે.
રાગમાં એકત્વ તે બંધ. શુદ્ધાત્મની અનુભૂતિ તે સંવર અને શુદ્ધિમાં વૃદ્ધિ તે નિર્જરા.
♦ પુણ્ય-પાપ-આશ્રવ-સંવર-નિર્જરા-બંધ-મોક્ષ એ જીવના દ્રવ્યના નહિ પણ પર્યાયના લક્ષણો છે.
નિજાનંદનો નિષ્કર્ષ ૧૨૪