SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ • . d સાધ્યનો નિર્ણય, તેનું નામ નિશ્ચય અને સાધ્યની સિદ્ધિ માટે સુયોગ્ય સાધનોમાં પ્રવૃત્તિ, તેનું નામ વ્યવહાર. • વિશ્વમાં કોઇપણ કાર્ય એવું નથી કે ઉપાદાન અને નિમિત્ત એ ઉભય કારણ સિવાય ઘટમાન થતું હોય. . ગુણમાં સુખ દેખાઈ જાય અને તેથી ગુણ એજ જીવન બની જાય ત્યારે વ્યવહાર ધર્મ આવ્યો કહેવાય. અધ્યાત્મને શુભક્રિયા સામે વિરોધ નથી પણ તે શુભક્રિયામાં કરાતાં-થતાં કર્તાપણાના ભાવ સામે વિરોધ છે. ક્રિયા કરતાં ભાવ ચઢે અને ભાવ કરતાં વિવેક ચઢે. પર્યાયષ્ટિ એ વિશેષભાવ છે તેથી એ દૃષ્ટિથી જોવામાં રાગ થાય છે અને વિકલ્પભાવ આવે છે. દ્રવ્યદૃષ્ટિમાં રાગ નથી થતો અને તેથી વિકલ્પરહિતતા હોય છે. પર્યાય એ સપાટી છે. દ્રવ્ય એ દળ છે મૂળ છે મૌલિક છે. અનુભવ પર્યાયમાં થાય છે. જીવ માત્રની ભૂલ પર્યાયમાં છે. દ્રવ્યમાં તો ગુણરસ પડેલો જ છે પણ જીવની તે તરફ દષ્ટિ નથી. નિજાનંદનો નિષ્કર્ષ ૧૪૦
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy