________________
છ
.
• છોડવું એ વ્યવહાર છે. ભૂલવું એ નિશ્ચય છે. કહ્યું છે ને કે...‘નેકી કર ઔર દરિયા મેં ડાલ.’’
• દ્રવ્યસ્વભાવ અને પર્યાય સ્વભાવ, એમ બે સ્વભાવ છે. આ બે સ્વભાવમાં આલંબન દ્રવ્યસ્વભાવનું લેવું, કે જે ત્રિકાળ છે. પર્યાય સ્વભાવ ક્ષણિક છે. એના જ્ઞાતા દૃષ્ટા થવું.
• નયના આલંબનથી તરાતું નથી. નયથી સ્વરૂપની સમજ આવે છે. પણ તરાય છે તો સ્વભાવથી જ !
• નિશ્ચય સૂક્ષ્મગ્રાહી છે. વ્યવહાર સ્થૂલગ્રાહી છે.
નિશ્ચયનો ભાર દૃષ્ટિ ઉપર છે. વ્યવહારનો ભાર કરણી ઉપર છે.
લેપ સમજાય નો નિર્લેપભાવ સમજાય. અરીસાને સારા સુંદર રંગથી રંગીએ કે ડામરથી રંગીએ, ઉભય લેપ જ છે જે અરીસાના અરીસાપણાને આવરે છે. એજ પ્રમાણે આત્મા કર્મથી, પછી તે શુભ હોય કે અશુભ હોય, લેપાય છે અને આત્માની શુભ્રતા-સ્વચ્છતા ઢંકાય છે. • વસ્તુ કેવી છે તે વ્યવહારનો વિષય છે. વસ્તુ પ્રત્યેની દષ્ટિ કેવી છે એ નિશ્ચયનો વિષય છે.
૧૪૧ નિશ્ચય વ્યવહાર